નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જનતા સાથે ઉઘાડી લૂંટ ચલાવાઈ, 10 વાળી પાણીની બોટલના 50 રૂપિયા, વડાપાઉંના 40, જાણો બીજા ભાવો

હાલમાં અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કંઈક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. લોકોમાં અનેરો ઉત્સાહ છે, કારણ કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હવે અમાદાવાદના આંગણે છે, અને એમાં પણ હવે તો એનું નામ પણ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે. ત્યારે હાલમાં આ સ્ટેડિયમમાં બુધવારથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ શરૂ થઈ છે.

image source

માહિતી મળી રહી છે કે મેચના પ્રથમ દિવસે 26 હજારથી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું, જ્યારે 45 હજાર પ્રેક્ષકોએ મેચ જોઈ હતી. મેચને લઈને ખેલાડીઓ ઉપરાંત ફેન્સમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેચ જોવા આવનારા પ્રેક્ષકો માટે 23 પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ટેડિયમના 1 અને 2 નંબરના ગેટ પરથી લોકોને ચેક કરીને એન્ટ્રી આપવામાં આવતી હોવાથી 1 કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી ગઈ હતી.

image source

આમ જોવા જઈએ તો આ સ્ટેડિમમાં 1 લાખથી વધુની કેપેસિટી છે પણ કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમ છતાં સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને ખાવા-પીવાની કોઈપણ વસ્તુ લઈ જવા દેવામાં આવી ન હતી, જેનો સ્ટેડિયમમાં સ્ટોલ રાખનારાઓએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. પાણીનો એક ગ્લાસ રૂ.10, છાશનો ગ્લાસ રૂ.30માં, જ્યારે વડાપાઉં રૂ.40માં અને રૂ.30માં સમોસાં વેચાયા હતા. આટલું મોંઘુ હોવા છતાં સાંજે 7 વાગ્યે તો પાણીની બોટલો ખૂટી ગઈ હતી. વિચારો કે આ લોકોને કેટલો ફાયદો થયો હશે.

image source

આ સાથે જ જો વાત કરવામાં આવે તો લોકોને એક બાબતે તકલીફ પણ થઈ હતી. પાર્કિંગ પ્લોટ સુધી જવા માટે રસ્તા ઉપર ક્યાંય એરો મૂકવામાં આવ્યા ન હોવાથી લોકોને પાર્કિંગ શોધવા વાહન લઈને કલાકો સુધી આમતેમ ફરવું પડ્યું હતું. એમાં પણ પછીની વાત કરવામાં આવે તો વાહન પાર્ક કરીને દોઢ કિલોમીટર ચાલતા સ્ટેડિયમ સુધી પહોંચ્યા બાદ અંદર એન્ટ્રી લેવા માટે 1 કિલો મીટર જેટલી લાંબી લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું. અને બીજી વાત એક એ પણ જોવા જેવી હતી કે સ્ટેડિયમની અંદર અને બહાર આટલી બધી પોલીસ હોવા છતાં લોકો માસ્ક વિના જ જોવા મળ્યા હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સના નામે પણ ખાલી વાતો જ હતી.

image source

તેમજ બીજી એક મહત્વની વાત એ પણ હતી કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને ખાવા-પીવાની કોઈપણ વસ્તુ લઈ જવા દેવામાં આવી ન હતી, જેનો સ્ટેડિયમમાં સ્ટોલ રાખનારાઓએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. પાણીનો એક ગ્લાસ રૂ.10, છાશનો ગ્લાસ રૂ.30માં, જ્યારે વડાપાંઉ રૂ.40માં અને રૂ.30માં સમોસાં વેચાયાં હતાં. સ્ટેડિયમની અંદર અમૂલ પાર્લરના પણ 50 સ્ટોલ બનાવવા આવ્યા હતા. જ્યાં પાણીની બોટલ – છાશ સહિતનું વેચાણ કરવામાં આવ્યું હતું.

image source

જો કે શરૂઆતમાં પાણીની 500 મિલીની બોટલ કે જે બહાર 10 રૂપિયામાં મળે છે એ 50 રૂપિયામાં વેચવામાં આવી હતી, જ્યારે છાશનો એક ગ્લાસ 30 રૂપિયામાં વેચવામાં આવતો હતો, પરંતુ ગરમીને કારણે લોકોએ પાણીની બોટલો વધારે વેચાઈ જતાં સાંજે 7 વાગ્યે તો બોટલો ખૂટી પડી હતી. ત્યાર બાદ 10 રૂપિયામાં પાણીનો એક ગ્લાસ વેચવાનું શરૂ કર્યું હતું. જ્યારે છાશના ગ્લાસનો ભાવ પણ વધારીને 40 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. આ રીતે લોકોની મજબૂરીનો પણ લાભ લેવામાં આવ્યો હતો.

image source

જો ખાણી પીણીના ભાવની વાત કરીએ તો પાણીના 1 ગ્લાસના રૂપિયા 10 લેવામાં આવ્યા અને છાશના ગ્લાસના સીધા 40 રૂપિયા વસૂલ્યા. એ જ રીતે પાણીની બોટલ 50 રૂપિયા તો વડાપાઉં 2 નંગના 80 રૂપિયા. સમોસાંમાં પણ 2 નંગના સીધા 60 રૂપિયા, પોપકોર્ન 70, સ્મોલ પિત્ઝા 230, બર્ગર 100, સેન્ડવિચ 60 રૂપિયામાં વેચીને જનતાને લૂંટવાના ધંધા હાથ ધરવામાં આવતા હોય છે. આ રીતે અનેક ગણો ભાવ લઈને લોકોને લૂંટવામાં પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સફળ રહ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!