શું તમારું Whatsapp અકાઉન્ટ પણ 120 દિવસ પછી થઇ જશે બંધ? જાણી લો જલદી, નહિં તો..

વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસી તા. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજથી લાગુ થવાની હતી પરંતુ વિવાદ થવાના કારણે વોટ્સએપની કંપની દ્વારા નવી પ્રાઈવેસી પોલિસીને મે મહિના સુધી અટકાવી દેવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી નવી પ્રાઈવેસી પોલિસીને લઈને વોટ્સએપ દ્વારા નોટીફીકેશન જાહેર કરી દેવામાં આવ્યું હતું. તે પ્રમાણે વોટ્સએપની પ્રાઈવેસી પોલિસી તા. ૧૫ મે, ૨૦૨૧ના રોજ લાગુ કરી દેવામાં આવશે.

image source

મે મહિનામાં લાગુ કરવામાં આવતી વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસીને લઈને ફરીથી વિવાદ શરુ થઈ ગયો છે. કેમ કે, જો આપ વોટ્સએપ દ્વારા લાગુ કરવામાં આવેલ નવી પ્રાઈવેસી પોલિસીનો સ્વીકાર નહી કરો તો ત્યાર પછીથી આપ કોઈપણ વ્યક્તિને મેસેજ મોકલી શકશો નહી અને કોઈના મેસેજ મેળવી પણ નહી શકો.
૧૨૦ દિવસ પછી એકાઉન્ટ થઈ શકે છે ડીલીટ.

image source

વોટ્સએપ દ્વારા કહેવામાં આવ્યું છે કે, વોટ્સએપ યુઝર્સ જ્યાં સુધી નવી પ્રાઈવેસી પોલિસીનો સ્વીકાર નહી કરે ત્યાં સુધી યુઝર્સ કોઈ વ્યક્તિના મેસેજ રીસીવ કરી શકશે નહી અને નહી જ કોઈ વ્યક્તિને મેસેજ સેંડ કરી શકે. જે યુઝર્સ દ્વારા નવી પ્રાઈવેસી પોલિસીનો સ્વીકાર નહી કરવામાં આવે તેમનું વોટ્સએપ એકાઉન્ટ ડીએક્ટિવ જોવા મળશે અને ડીએક્ટિવ થઈ ગયેલ એકાઉન્ટને ૧૨૦ દિવસ પછી જ ડીલીટ કરી દેવામાં આવશે. વોટ્સએપ દ્વારા યુઝર્સને પોલીસીનો સ્વીકાર કરવા માટે કેટલાક દિવસો સુધી નોટીફીકેશન આપવામાં આવશે અને ત્યાર બાદ વોટ્સએપને બંધ કરી દેશે.

વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસીનો વિરોધ.

image source

વોટ્સએપ કંપની નવા નિયમોને લઈને ભારતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, ભારતમાં વોટ્સએપ પોતાના સૌથી વધારે યુઝર્સ ધરાવે છે. વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસીના લીધે યુઝર્સ નારાજ છે, જયારે વોટ્સએપ હવે પોતાની પેરેન્ટ કંપની ફેસબુકની સાથે વધારે ડેટાને શેર કરવાનું પ્લાન બનાવી રહી છે. પરંતુ વોટ્સએપ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, એવું નહી થાય પરંતુ આ અપડેટ બિઝનેસ એકાઉન્ટ સાથે સંબંધિત છે.

image soucre

વોટ્સએપ અગાઉથી જ ફેસબુકની સાથે કેટલાક ડેટા શેર કરી રહ્યા છે જેમાં યુઝર્સના આઈપી એડ્રેસ અને પ્લેટફોર્મ પરથી જ ખરીદી કરનાર વ્યક્તિ વિષે માહિતી પણ અગાઉથી જ આપી દેવામાં આવે છે. પરંતુ યુકે અને યુરોપના દેશોમાં વોટ્સએપ આવું કરી શકતી નથી કેમ કે, આ દેશોમાં અલગ અલગ પ્રાઈવેસી નિયમો લાગુ છે. નોંધનીય વાત એ છે કે, વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસીની જાહેરાત કર્યા પછીથી જ ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સનું ડાઉનલોડિંગ ખુબ જ વધી ગયું હતું.

image source

જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં જ ભારત દેશમાં સિગ્નલને ૨.૫ કરોડ કરતા વધારે યુઝર્સ દ્વારા ડાઉનલોડ કરવામાં આવ્યું છે. ત્યાં જ લાખો વ્યક્તિઓએ વોટ્સએપ એકાઉન્ટને ટેલિગ્રામ પર શિફ્ટ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ