જેઠાલાલ ફસાયા મોટી આર્થિક મુશ્કેલીમાં, શું વેચાઈ જશે જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિકસ, કે પછી થશે કઈ ચમત્કાર?

ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં રોજ કંઈકને કંઈક રસપ્રદ કિસ્સા જોવા મળે છે. અહીંયા ગોકુલધામ સોસાયટીના નિવાસીઓની જીંદગીમાં રોજ ટ્વીસ્ટ એન્ડ ટર્ન જોઈને દર્શકોનું મનોરંજન થાય છે. તો હવે શોના લીડ કેરેકટર જેઠાલાલ ઉપર હાલના દિવસોમાં મોટી મુસીબત આવી પડી છે. એ સંપૂર્ણ રીતે દેવામાં ડૂબી ગયા છે. જેના કારણે એમને પોતાની 12 વર્ષ જૂની દુકાન ગડા ઇલેક્ટ્રોનિકસ પર તાળું મારી દેવું પડ્યું છે. તો દેવામાં ડૂબેલા જેઠાલાલ માટે હવે સોસાયટી છોડીને જવાનો વારો આવ્યો છે. તમે જાણીને હેરાન રહી જશો કે આખરે આ બધું કેવી રીતે થયું?

image source

વાત જાણે એમ છે કે લોકડાઉન પહેલા જેઠાલાલે જે લેણ દેણ કરી હતી એના કારણે ઘણા વેપારીઓ પાસેથી પૈસા લેવાના બાકી રહી ગયા. એવામાં સૌથી મોટું પેમેન્ટ બિઝનેસમેન ભોગીલાલ પાસે અટક્યું હતું. એમની પાસે પૈસા લઈને જેઠાલાલ બાકી વેપારીઓને પૈસા ચૂકવવાના હતા પણ ભોગીલાલની નિયત બગડી અને એને જેઠાલાલને પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી. એને ચાલાકીથી જેઠાલાલને વિશ્વાસ અપાવ્યો કે એની પાસે જ પૈસા નથી પણ હકીકત કંઈક બીજી જ છે.

image source

હવે જેઠાલાલ પાસે કોઈ વિકલ્પ ના હોવાને કારણે તેણે દુકાન વેચવા કાઢી છે અને તેની દુકાન ખરીદનાર ગ્રાહક પણ જેઠાલાલને મળી ગયો છે. દુકાનનો સોદો લગભગ નક્કી થઈ ગયો છે અને જેઠાલાલ તેની દુકાન જગતરામ નામક એક વ્યક્તિને વેચવા જઈ રહ્યો છે.

image source

12 વર્ષથી તનતોડ મહેનત કરીને બનાવેલી દુકાન વેચાવાને લીધે જેઠાલાલ બેચેન છે. અને પોતાની આ હતાશાને હળવી કરવા બાપુજી જેઠાલાલ પાસે આવે છે.

image source

બાપુજી જેઠાલાલ પાસે જાય છે અને અત્યાર સુધી તેમનાં જીવનમાં બની ગયેલી તકલીફો અંગે જણાવી રહ્યાં છે. જેઠાલાલ બાપુજીને કહે છે કે ભોગીલાલ પાસેથી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ આવવુ અશક્ય છે અને આર્થિક નુક્સાને લીધે તેને ગડા ઈલેક્ટ્રોનિક્સ વેચવુ પડી રહ્યું છે. દીકરાને આમ માયુસ થતો જોઈને બાપુજીની આંખોમાં આંસુ આવી જાય છે અને હવે તેમણે જેઠાલાલને આ સ્થિતિમાંથી બહાર લાવવાનો સંકલ્પ કરી લીધો છે.

image source

બાપુજી જેઠાલાલને તેમનાં ગામની પારિવારિક જમીન વેચવાની સલાહ આપે છે. પણ ગડા પરિવારની આ જમીન વેચવાની જેઠાલાલ ના પાડી દે છે. બાપુજીનું કહેવું છે કે હવે ગડા ઈલેક્ટ્રોનિક્સને બચાવવા માટે એકમાત્ર રસ્તો આ જ છે અને એટલે જ એમને પારિવારિક જમીન વેચી દેવી જોઈએ.
હવે બાપુજી જમીન વેચી દેશે કે પછી જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિક્સ વેચાઈ જશે એ તો સમય આવ્યે જ ખબર પડશે. .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ