PM મોદીએ કોરોનાની રસી મુદ્દે આપ્યું મોટું નિવેદન, કોરોના કાળમાં તમે પણ ખાસ વાંચી લેજો ‘આ’, નહિંતર…

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ અંગે એવા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી જ્યાં કોરોના ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ રાજયોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ ઓનલાઈન મીટિંગમાં કોરોનાના વધતા જતા કેસ અને રસીકરણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત વધુ સારી રસીનો આગ્રહ રાખે છે અને દરેક રસીનું પરીક્ષણ કરવામાં આવશે. પરંતુ રસી સાથે પીએમ મોદીએ ફરીથી યાદ અપાવી દીધું કે બધાએ હજી પણ સાવધાન રહેવું પડશે.

image source

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં ચેતવણી આપી હતી કે રાજ્યોએ સાવચેતી રાખવી પડશે, અન્યથા એવી પરિસ્થિતિ સર્જાશે જેમાં કહેવું પડશે કે જ્યાં પાણી ઊંડા હોય તો ત્યાં કરી લીધું અને કિનારે આવીને ડૂબી ગયા જ્યાં પાણી ઓછું હતું. મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના સાથેની લડતમાં દરેક વ્યક્તિએ એક થઈ ચાલવું પડશે. આ સાથે તેમણે મુખ્યમંત્રીઓ પાસેથી રસીકરણ અને અન્ય કેટલાક મુદ્દાઓ પર વધુ સૂચનો લેખિતમાં માગ્યા છે.

image source

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે દેશમાં પરીક્ષણ નેટવર્ક પર કામ ચાલી રહ્યું છે, દેશની મેડિકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય ચાલી રહ્યું છે. રસી અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે વિશ્વમાં જ્યાં પણ રસી પર કામ ચાલી રહ્યું છે, જે પણ અપડેટ આવી રહ્યા છે તેના પર ભારત સરકાર નજર રાખી રહી છે. રસીના કેટલા ડોઝ હશે, તેની કિંમત કેટલી હશે તે હજી નક્કી નથી પરંતુ સરકારનો લક્ષ્ય છે કે રસી દરેક ભારતીય સુધી પહોંચાડી શકાય. તેમણે કહ્યું હતું કે દેશમાં દરેક વ્યક્તિને કોરોના ની રસી મળે તે માટે મોટા પ્રમાણમાં રસીકરણ અભિયાન શરૂ કરવું પડે તેના માટે તૈયારી પણ ખાસ રીતે કરવી પડશે જેની યોજના પર કામ ચાલી રહ્યું છે.

image source

આ તકે તેમણે વધતા જતા કોરોના ના કેસ ને લઈને પણ લોકોને સાવચેત રહેવા વધુ એકવાર અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે શરૂઆતના તબક્કામાં લોકો કોરોના થી ડરતા હતા. પરંતુ ધીરેધીરે કોરોનાના કેસ ઘટતાં લોકોના મનમાં ધારણ બની રહી છે કે કોરોના વાયરસ નબળો પડ્યો છે પરંતુ હવે જ્યારે આપણે રસીની નજીક પહોંચ્યા છીએ અને સંક્રમણ પર પણ કાબૂ આવતો હોય તેવામાં બેદરકારી દાખવવી ગંભીર સાબિત થઇ શકે છે. તેથી કોરોના વાયરસને લઈને લોકોએ આગામી સમયમાં પણ વધુ સાવચેત રહેવું જરૂરી છે.

image source

આથી જ તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસથી થતા મૃત્યુ અને રિકવરીની સ્થિતિમાં ભારત અન્ય દેશો કરતાં વધુ સારી સ્થિતિમાં છે આ તકે તેમણે રાજ્યના મુખ્યમંત્રીઓને કેસની સંખ્યા વધારવા અને અન્ય જરૂરી પગલાં લેવા પણ જણાવ્યું હતું. તેમના સંબોધન ના અંતે તેમને વધુ એકવાર આશા વ્યક્ત કરી હતી કે જે પણ રસી ભારતને મળશે તે વૈજ્ઞાનિકોની આશા પર ખરી ઉતરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ