જેના નામથી ભલભલા રેસલર્સને પરસેવો છુટી જતો હતો તે અંડરટેકરે લીધી નિવૃત્તિ, ફેન્સને લાગ્યો આઘાત

રેસલિંગના લેજેન્ડ અંડરટેકરે ડબ્લ્યુડબ્લ્યુઇ યુનિવર્સને અલવિદા કહી દીધુ છે. અંડરટેકરે સર્વાઇવર સિરીઝ (Survivor Series) વિદાય લીધી. રવિવારે 55 વર્ષીય અંડરટેકરે છેલ્લી વખત રિંગમાં પગ મૂક્યો હતો, તે તેના જાણીતા ગેટઅપમાં રીંગમાં જોવા મળ્યો હતો.

‘થેંક્યુ ટેકર’ કહીને ચાહકોએ તેને વિદાય આપી

image source

એનાઉન્સરે રિંગમાં આવીને અન્ડરટેકરની વિદાયની ઘોષણા કરી હતી. આ પછી અંડરટેકરે રિંગમાં શાનદાર એન્ટ્રી કરી હતી. તેમણે તેની કારકિર્દી વિશે વાત કરી. સાથે તેમણે કહ્યું કે તેનો સમય આવી ગયો છે. ‘થેંક્યુ ટેકર’ કહીને ચાહકોએ તેને વિદાય આપી. આ સમય દરમિયાન, ટેકર પોતે ભાવુક થઈ ગયો હતો.

image source

55 વર્ષીય અંડરટેકરે WWEમાં પોતાની છેલ્લી મેચ રેસલમેનિયા 36માં AJ સ્ટાઇલ્સ સામે રમી હતી, જેમાં ડેડમેનના નામથી પ્રખ્યાત અંડરટેકરે જીત મેળવી હતી.

image source

તેમણે પોતાના રિંગ વોક દ્વારા પણ ફેન્સમાં પોતાની અલગ છબી બનાવી હતી. અંડરટેકરને વિદાય આપવા બિગ શો, જેબીએલ, રિક્કી, કીવિશ નેશ, સીન માઇકલ્સ, ટ્રિપલ એચ, ગોલ્ડબર્ગ જેવા ભૂતપૂર્વ દિગ્ગજ રેસલર્સ ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે તેને છેલ્લે ડબલ્યુડબલ્યુઇના ટેલિવિઝન પર Survivor Series માં જોવા મળ્યોતો.

તેનું અસલી નામ માર્ક વિલિયમ કાલાવે છે

તે રિંગમાં ‘ધ અંડરટેકર’ તરીકે જાણીતો હતો. તેનું અસલી નામ માર્ક વિલિયમ કાલાવે છે. તેનો જન્મ 24 માર્ચ 1965 ના રોજ હ્યુસ્ટનમાં થયો હતો. તેણે 22 નવેમ્બર, 1990 ના રોજ સર્વાઇવર સિરીઝથી ડબ્લ્યુડબ્લ્યુઇમાં પ્રવેશ કર્યો. અંડરટેકરે 7 વાર WWE ચેમ્પિયનશિપ પર કબ્જો જમાવ્યો. તે સાથે જ રેસલમેનિયા, સમરસ્લેમ અને સર્વાઇવર સીરિઝમાં સૌથી વધુ મેચ રમવાનો અને જીતવાનો રેકોર્ડ પણ તેના નામે છે.

image source

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં અન્ડરટેકરે કહ્યું હતું કે તેમને તેની કારકિર્દી પર ગર્વ છે. 30 વર્ષ લાંબી કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. પોતાના અંતિમ એપિસોડમાં અંડરટેકરે કહ્યું કે, મારા જીતવા માટે હવે કશુ બચ્યું નથી. પૂરુ કરવા માટે કશું રહ્યું નથી. રમત બદલાઈ ગઈ છે. સમય આવી ગયો છે કે નવા લોકોને તક આપવામાં આવે. મને આ સમય સૌથી યોગ્ય લાગ્યો. આ ડોક્યુમેન્ટ્રીએ મારી આંખો ખોલવાનું કામ કર્યું છે અને મને મોટી તસવીર જોવામાં મદદ કરી છે.

image source

તેણે કહ્યું, તેને કારણે મારો પોતાના પ્રત્યે પાછલા અમુક વર્ષોમાં કરવામાં આવેલા પ્રદર્શનને લઈ વિચારધારા બદલાઈ ગઈ છે. મને લાગે છે કે રિંગની અંદર રહેવાના સ્થાને હું હવે બહાર રહી વધારે સારું કરી શકું છું. હું અંતે એવા સ્થાને છું જ્યાં મારે પોતાનો સ્વીકાર કરી લેવો જોઈએ. હવે દરેક ચાહક તેમની ખોટ વર્તાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ