જ્યારે તમે નેઇલ પેઇન્ટ ખરીદો છો, એ પહેલા તમારી સ્કિનટાઇપની સંભાળ રાખો!

કેટલીક સ્ત્રીઓને અલગ-અલગ પ્રકારના નેઇલ પેઇન્ટ લગાડવાનો શોખ હોય છે. નેઇલ પેઇન્ટ્સથી તમારા નખ તો સુંદર દેખાઈ જ છે, પરંતુ નેઇલ પેઇન્ટ ખરીદતી વખતે તમારે કેટલીક બાબતો પર ધ્યાન આપવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો અમે તમને જણાવીએ કે નેઇલ પેઇન્ટ ખરીદતા સમયે તમારે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ.

image source

જ્યારે તમે નેઇલ પેઇન્ટ ખરીદો છો, ત્યારે સૌથી પેહલા તમારી સ્કિનટાઇપની સંભાળ રાખો.

ભલે રંગ ગમે તેટલો સારો લાગતો હોય, પરંતુ તે ખરીદતા પહેલા, તમારે એકવાર નેઇલ પેઇન્ટ લગાવીને ચેક કરવું જોઈએ કે તે તમારા નખ પર સારું લાગે છે કે ખરાબ.

image source

નેઇલપેન્ટ હંમેશાં બ્રાન્ડેડ ખરીદો. તેની તારીખ પણ તપાસો.

નેઇલ પેઇન્ટ લગાડતા પેહલા આ કાળજી જરૂરથી રાખો.

શું તમે જાણો છો નેઇલ પેઇન્ટ લગાવવું કેટલું જોખમી છે ? ખરેખર, તેમાં હાજર કેમિકલ ત્વચા અથવા આંખોના સંપર્કમાં આવતા આરોગ્ય પર અસર કરે છે. નેઇલ પેઇન્ટ અથવા અન્ય કોઈપણ મેક-અપની પ્રોડક્ટ્સમાં ફોર્માલ્ડિહાઇડ નામનું એક કેમિકલ હોય છે. તેનો ઉપયોગ ઉત્પાદનને સ્ટીકી બનાવવા માટે કરવામાં આવે છે. જ્યારે તે કેમિકલ ત્વચા સાથે સંપર્ક કરવામાં આવે ત્યારે આ ખંજવાળની સમસ્યાનું કારણ બને છે. જો તમને એકવાર આ એલર્જી થશે તો તમારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

image source

નેઇલ પેન્ટમાં ફલેટ્સ નામનું તેલયુક્ત કેમિકલ હોય છે, આ કેમિકલ નખ પર તિરાડ આવવા દેતું નથી. પરંતુ જ્યારે આ કેમિકલ આંખ અને મોંના સંપર્કમાં આવે ત્યારે તમને ચેપનું જોખમ વધે છે. તેવી જ રીતે આ કેમિકલ નાક અને ગળામાં પણ ચેપનું કારણ બની શકે છે.

નેઇલ પેઇન્ટમાં હાજર ટોલ્યુએન કેમિકલનો ઉપયોગ તેમાં હાજર તમામ તત્વોને મિક્સ કરવા માટે કરવામાં આવે છે. તેનાથી માથાનો દુખાવો, ત્વચાની સમસ્યા વગેરે થઈ શકે છે. જો આ કેમિકલ મોટા પ્રમાણમાં શરીરમાં પહોંચે તો તે લીવર અને કિડનીને નુકસાન થઈ શકે છે.

image source

તેથી હવે તમે જ્યારે પણ નેઇલ પેઇન્ટ લગાવો ત્યારે તેને તમારી આંખો, નાક, મોં અને ત્વચાથી દૂર રાખવાનો પ્રયાસ કરો અને જલદી શક્ય હોય તેટલું તેને દૂર કરો.

જેમને નાના બાળકો હોય તેમણે નેઇલ પેઈન્ટનો ઉપયોગ ના કરવો જોઈએ, કારણ કે આ કેમિકલ બાળકો પર વધુ અસર કરી શકે છે.

image source

તમારા હાથની ત્વચા અનુસાર નેઇલ પેઇન્ટનો રંગ પસંદ કરો. આવા નેઇલ પેઇન્ટના રંગ પસંદ કરો જેથી તમારા હાથ ખરાબ ના લાગે. જો તમારી ત્વચા સુંદર છે તો તમે ઘાટા રંગ પસંદ કરો. ત્યારબાદ જો તમારી ત્વચા ઘંઉવર્ણ છે તો થોડા લાઈટ રંગો પસંદ કરો.

હંમેશાં સારી ગુણવત્તાની નેઇલ પેઇન્ટ ખરીદો, ક્યારેય સસ્તા અને ઝડપી સુકાતા નેઇલ પેઇન્ટ ન ખરીદો. ઝડપથી શુષ્ક થતા નેઇલ પેઇન્ટમાં ડિહાઇડ્રેટિંગ એજન્ટો હોય છે, જે આપણા નખને સુકવી દે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ