…તો દુનિયાને પ્લાસ્ટિકની બોટલમાંથી જલદી મળશે છૂટકારો

વિશ્વની સામે લોકોની હેલ્ધી લાઈફ સ્ટાઈલને લઈને સૌછી મોટો પડકાર છે. ખાદ્ય પદાર્થો અને ખાદ્ય પદાર્થોને પીરસવામાં માટે વપરાયેલ પ્લાસ્ટિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જ ખરાબ નથી, પરંતુ તે વિશ્વભરમાં પ્રદૂષણ પણ વધારી રહ્યું છે. ફાસ્ટફૂડ અને સ્ટ્રીટ ફૂડને પિરસવા માટે વપરાતી ચમચી, વાટકી અને પ્લેટ્સ ફૂડ ખાઈ લીધા પછી કચરો જનરેટ કરે છે.

image source

જેનાથી પર્યાવરણને નુકશાન પહોંચે છે. ખરેખર, પ્લાસ્ટિક ન તો ઓગળે છે અને ન તો બળે છે. અને જો તેને બાળવામાં આવે તો તેમાંથી નીકળતો ધુમાડો સ્વાસ્થ્ય માટે સારો નથી હોતો. તેને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકમાંથી મુક્તિ મેળવવા માટે વિશ્વભરમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે. તેમાં ઘણા સુધી વૈજ્ઞાનિકો સફળ રહ્યા છે.

અનાજના લોટમાં વાપરવામાં આવતી ચમચી બના

image source

જીહા, પ્લાસ્ટિકના પેકમાં ખાદ્ય પદાર્થો પીરસવાના જોખમોથી છૂટકારો મેળવવા માટે વિશ્વભરમાં સતત સંશોધન ચાલુ રહ્યું છે. વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો આનો વિકલ્પો શોધી રહ્યા છે. આ પ્રયત્નોમાં, હૈદરાબાદના નારાયણ પીસાપથીએ મોટા અનાજના લોટમાં વાપરવામાં આવતી ચમચી બનાવી છે, જેને જમ્યા બાદ પ્લેટમાં રાખવાની જરૂર નથી. મતલબ, ચમચી પણ ખોરાકનો એક ભાગ જ છે.

પ્લાસ્ટિકની વૈશ્વિક સમસ્યાનું સમાધાન બની શકે છે

image source

તેવી જ રીતે યુકેના સ્ટાર્ટ-અપ દ્વારા સમુદ્રી સેવાળમાંથી પાણીનું વાસણ બનાવ્યું છે. સોમવારે અખબાર ‘ગાર્ડિયન’ ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે પ્લાસ્ટિકની વૈશ્વિક સમસ્યાનું સમાધાન બની શકે છે. જો આ પ્રયોગ સફળ રહ્યો અને તેમાં જો કોઈ હાનિકારક તત્વો ન મળ્યા તો તે પ્લાસ્ટિકની બોટલબંધ પાણીની જગ્યા લેશે અને લોકોને પ્લાસ્ટિકની બોટલમાંથી છુટકારો મળશે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને બાટલીના પાણીમાં પ્લાસ્ટિકના સુક્ષ્મ કણોની હાજરી બહાર આવી હતી, જેને ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો હોવાનું જણાવાયું હતું.

પોલેન્ડની એક કંપનીએ ઘઉંની ડાળીમાંથી પ્લેટ બનાવી

image source

આ જ રીતે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુકે સ્થિત એક કંપનીએ સમુદ્રી સેવાળમાંથી બનાવવામાં આવતી પેકેજીંગ ટિરિયલ્સમાં બર્ગર અથવા નૂડલ્સ પેક કરવાનો વિચાર કર્યો હતો. તો બીજી તરફ ન્યૂ યોર્કની એક કંપનીએ એક કપ બનાવ્યો છે જે તમે ખાઇ શકો છો.

image source

તે સમુદ્રના ઘાસ અને શેવાળમાંથી બનાવવામાં આવે છે. એટલું જ નહીં, પોલેન્ડની એક કંપનીએ ઘઉંની ડાળી સાથે પ્લેટ બનાવી છે, જેને તમે ખાઈ શકો છો. તો વિશ્વભરમાં પ્લાસ્ટિકથી છુટકારો મેળવવા માટે જે રીતે સંશોધન કરવામાં આવી રહ્યું છે, તેવું લાગે છે કે ટૂંક સમયમાં એવો દિવસ આવશે જ્યારે ખાદ્ય ચીજો માટે વપરાયેલ પ્લાસ્ટિકનો સંપૂર્ણ અસ્તિત્વ બંધ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!