અંબાણી પરિવારનાં પૌત્રનુ કરાયુ નામકરણ, દાદા મુકેશે પાડ્યુ આ નામ, નામ પાછળ પણ છે અનેરો ઈતિહાસ

આકાશ અને શ્લોકાના લગ્ન માર્ચ 2019માં થયા હતા. આ લગ્નમાં બોલિવૂડ અને હોલીવૂડનાં સ્ટાર્સ સહિત રાજકીય, બિઝનેસ જગતનાં મોટા લોકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ થોડા સમય પહેલાં તેના ઘરે પુત્રનું અવતરણ થયું અને હવે તેનું નામકરણ પણ કરવામાં આવી ગયું છે અને હવે આખા ભારતમાં તેની ચર્ચા થવા લાગી છે. દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને વિશ્વના ધનિકોમાં જાણીતા એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દાદા બન્યા છે. 10 ડિસેમ્બરે, આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણીએ એક પુત્રને જન્મ આપ્યો.

image source

જ્યારે જુનિયર અંબાણી આવ્યો ત્યારે આખો અંબાણી પરિવાર ખુશ થઈ ગયો. હવે આકાશ અને શ્લોકા અંબાણીના પુત્રનું નામકરણ કરવામાં આવ્યુ છે. જેની સત્તાવાર રીતે અંબાણી પરિવાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આકાશ અને શ્લોકાના પુત્રનું નામકરણ કરવામાં આવ્યુ છે. અંબાણી પરિવારે સત્તાવાર રીતે તેમના પૌત્રના નામની જાહેરાત કરી છે. દેશના સૌથી ધનિક પરિવારએ તેમના પૌત્ર અને આકાશ અને શ્લોકા અંબાણીના પુત્રનું નામ ‘પૃથ્વી આકાશ અંબાણી’ રાખ્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે પરિવાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. અંબાણી પરિવારના મોટા દીકરા આકાશ અંબાણીએ તેમના પુત્રનું નામ પૃથ્વી રાખ્યું છે. પણ એ પહેલાની જો વાત કરીએ તો મુકેશ અંબાણી પિતા બન્યા અને તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો, ત્યારે તે વિમાનમાં હતા ત્યારે તેમને આ સમાચાર મળ્યા. જ્યારે તેમને વિમાનમાં પુત્રના જન્મના સમાચાર મળ્યા, એટલે કે, તેણે તેમના પુત્રનું નામ આકાશ અંબાણી રાખ્યું. આવી સ્થિતિમાં, લોકો તેમના પૌત્રનું નામ આ વાતનાં કનેક્શન સાથે જોડીને માની રહ્યા છે.

image source

સૌથી મહત્વની વાત એવી છે કે દાદા મુકેશ અંબાણીને તેમના પૌત્રના જન્મની જાણ થતાં જ તે જમીન પર હતા, તેથી તેમણે તેમના પૌત્રનું નામ ‘પૃથ્વી’ રાખ્યું. જો કે આવી વસ્તુ અથવા નામ પાછળનું કારણ અંબાણી પરિવાર દ્વારા સત્તાવાર રીતે જણાવ્યું નથી. દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દાદા બનવાની ખુશીમાં એન્ટિલિયાને બ્લુ લાઈટથી શણગારવામાં આવ્યુ છે. પૌત્રનાં નામકરણની જાણકારી ખૂબ જ સુંદર રીતે આપવામાં આવી છે. પૃથ્વી આકાશ અંબાણીના નામની જાહેરાત અંબાણી પરિવારે એક સુંદર કાર્ડ જારી કરીને કરી છે.

image source

આ કાર્ડમાં પણ લખવામાં આવ્યું છે – ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ અને ધીરૂભાઇ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આશીર્વાદથી આકાશ-શ્લોકા અંબાણીએ પુત્રને જન્મ આપ્યો છે. આકાશ અને શ્લોકાના પુત્રનું નામ પૃથ્વી આકાશ અંબાણી રાખવામાં આવ્યુ છે. પૃથ્વીનાં જન્મ પર દાદા મુકેશ અંબાણી અને દાદી નીતા અંબાણી તેમજ નાના રસેલ મહેતા અને નાની મોના મહેતાની શુભકામનાઓ. પૌત્ર પૃથ્વીના જન્મના થોડા કલાકો પછી જ મુકેશ અંબાણીએ તેની સાથે આ તસવીર શેર કરી હતી. તસ્વીરમાં મુકેશ અંબાણીએ પૌત્રને આલિંગન આપી રહ્યા છે. આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ. પૌત્રના જન્મથી જ અંબાણી પરિવારમાં ખુશીનું વાતાવરણ છે.

image source

આ સાથે જ જો વાત કરવામાં આવે તો દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીની એક માત્ર દિકરી ઇશા અંબાણીની સગાઇ આનંદ પીરામલ સાથે થઇ ગઇ છે. ઇટલીમાં થયેલી રિંગ સેરેમનનીમાં ઇશા-આનંદે એક બીજા રીંગ પહેરાવી હતી. વર્ષના અંત સુધીમાં ઇશા અંબાણીના લગ્ન પણ થઇ જશે, તેના પરિવારના સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ લગ્નને ખાસ બનાવા માટે ઇશા જાતે જ લોકેશનની શોધ કરી રહી છે. ઇશાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ઉદયપુર ખાતે તશે, તેના માટે પણ લોકેશન નક્કી કરી લેવામાં આવ્યું છે. જ્યારે ડિસેમ્બરમાં અંબાણી પરિવારની પુત્રીના લગ્ન મુંબઇમાં થશે.

image source

એશિયાની 12 સૌથી પાવરફુલ બિઝનેસ વુમનની લિસ્ટમાં ઇશા અંબાણી તેના જીવનમાં કોઇ રાજકુમારીથી કમ નથી. ખાસ વાત તો એ છે, કે ઇશાએ બહુ ઓછી ઉંમરમાં મુકેશ અને નીતા અંબાણીની પુત્રી તરીકે નહિં પણ તેની પોતાની ઓળખ ઉભી કરીને એક અલગ ઓળખ ઉભી કરી છે. વર્ષ 2015માં ઇશા અંબાણીનું નામ ફોબ્સની યાદીમાં સૌથી નાની ઉંમરની અરબપતિ બિઝનેસ વુમનની લિસ્ટમાં બીજા નંબર પર સામિલ થયું હતું. 2018માં ફોબ્સે તેને ઉત્તરાધિકારીની લિસ્ટમાં પણ બીજુ સ્થાન આપ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ