એક નહીં 3 અભિનેતાએ સારા સાથે કામ કરતાં પહેલા આપી ચેતવણી

‘કુલી નંબર વન’ ની ટીમ આ અઠવાડિયે કોમેડી કિંગ કપિલ શર્માના શોમાં એન્ટ્રી કરતી જોવા મળશે. આ શોમાં જેકી ભગનાની, જોની લિવર, જાવેદ જાફરી અને બાકીની કાસ્ટની સાથે વરુણ ધવન અને સારા અલી ખાન પણ જોવા મળશે.

image source

કપિલ શર્મા શોમાં જ્યાં કૂલી નંબર વન ટીમ ખૂબ જ મનોરંજન અને મસ્તી કરે છે, ત્યાં કપિલના શોમાં ઘણા રહસ્યો પણ ખુલી ગયા છે. ધ કપિલ શર્મા શોને લગતો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરૂણ ધવને જણાવ્યું હતું કે સારા અલી ખાન સાથે કામ કરતા પહેલાં આયુષ્માન ખુરના, વિકી કૌશલ અને કાર્તિક આર્યને તેમને ચેતવણી આપી હતી.

image source

‘ધ કપિલ શર્મા શો’ ને લગતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી બધી ચર્ચા જગાવી રહ્યો છે, સાથે જ લોકો તેની ઉપર જોરદાર ટિપ્પણી પણ કરી રહ્યાં છે. કપિલના શોમાં વરૂણ ધવને કહ્યું હતું કે જ્યારે હું સારા સાથે કામ કરતો હતો ત્યારે મેં કાર્તિક આર્યન, વિકી કૌશલ અને આયુષમાન ખુરાનાએ મેસેજ કર્યો હતો. તે જ સમયે, જ્યારે સારા અલી ખાને તેમને પૂછ્યું કે તે મેસેજમાં શું હતું તો ત્યારે વરૂણ ધવન બોલ્યો કે બચીને રહેજે. સારા અલી ખાન વરુણ ધવનની વાત સાંભળીને હસવા લાગે છે. આ સિવાય કપિલ શર્માના શો પર સારા અલી ખાને કહ્યું કે મને મફતની વસ્તુઓ ખૂબ ગમે છે.

સારા અલી ખાને કહ્યું કે હું ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરતો હતી, તેથી વરુણ મને પૂછતો કે તમે આવી પોસ્ટ કેમ શેર કરો છો. સારા અલી ખાને વધુમાં કહ્યું કે હું વરૂણને મારી પોસ્ટમાં ટેગ પણ કરતી હતી. તે જ સમયે સારા અલી ખાનની વાત પર વરુણ ધવને કહ્યું, “જ્યારે તે મને ટેગ કરતી હતી ત્યારે કોઈ અન્ય ગુસ્સે થઈ જતું હતું.” સારા અલી ખાને કહ્યું, “હવે કોઈ ગુસ્સો નહીં આવે, હવે હું તમને સ્પર્શ કરી શકુ છું. સારા અલી ખાનની આ વાત સાંભળીને વરૂણ ધવન ચહેરો છુપાવ્યા પછી હસવા લાગે છે. તે સિવાય વરૂણ ધવન સારા અલી ખાન અને શોની બાકીની ટીમ સાથે પણ ડાન્સ કર્યો.

image source

આ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં વરૂણ ધવને કુલી નંબર વનની રિમેકના સવાલ પર જવાબ આપ્યો હતો કે તે દરેક ફિલ્મ આલિયા ભટ્ટ સાથે ન કરી શકે. આ ફિલ્મમાં શું તે સારા સાથે કામ કરી રહ્યો છે એ વાતનો જવાબ આપતા તેણે કહ્યું છે કે આ વાતની યોગ્ય સમયે ખબર પડી જશે. હું અને આલિયા દરેક ફિલ્મમાં સાથે કામ ન કરી શકીએ. હવે આ ફિલ્મ માટે આલિયાને બદલે સારાને લેવાનું લગભગ ફાઇનલ છે. ચર્ચા છે કે આલિયાના બોયફ્રેન્ડ રણબીર અને વરૂણ વચ્ચે ખાસ મિત્રતા નથી જેના કારણે આલિયા ‘કલંક’ પછી હાલમાં વરૂણ સાથે કોઈ ફિલ્મમાં કામ કરવા નથી માગતી. આમ, રણબીર અને વરૂણ વચ્ચેના ઝઘડાનો ફાયદો સારાને મળ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

image source

વરૂણ અને રણબીરના સંબંધો ખાસ મિત્રતાપૂર્ણ નથી. બોલિવૂડમાં રણબીર કપૂર અને વરૂણ ધવન બંનેની ગણતરી પ્રતિભાશાળી સ્ટાર તરીકે થાય છે. વરુણ અને રણબીર માટે આ વર્ષ ખૂબ સારું રહ્યું છે. રણબીરની ફિલ્મ સંજૂ બ્લોકબસ્ટર રહી છે તો સામા પક્ષે વરુણ ધવનની ફિલ્મ સુઈ-ધાગાએ પણ સારી એવી કમાણી કરી. આ બંને આલિયા ભટ્ટની બહુ નજીક છે.

image source

વરૂણ અને આલિયા વચ્ચે બહુ જ સારી મિત્રતા છે જ્યારે રણબીર તો આલિયાનો લેટેસ્ટ બોયફ્રેન્ડ છે. જોકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આ બંને કલાકારો વચ્ચે બહુ મોટો ઝઘડો થયો છે. રિપોર્ટ્સ મુજબ લડાઈ બાદથી જ બંને સ્ટાર્સ વચ્ચે વાતચીત પણ બંધ છે.જોકે વરુણના નિકટના લોકોએ આ રિપોર્ટનું ખંડન કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ