કંગના રનૌતે શેર કરી બિકીની તસવીર, જેમાં લાગી રહી છે સુપર હોટ, તસવીર જોઇને ટ્રોલ્સ બોલ્યા કે…

હંમેશા પોતાના બોલ્ડ, કડવા અને કર્કશ નિવેદનોને કારણે કંગના રનૌત સોશિયલ મિડિયા પર અવારનવાર ચર્ચા જગાવતી રહે છે. તેના નિવેદનો ઉપરાંત તેણી પોતાની તસ્વીરો પણ પોતાના ફેન્સ સાથે પોતાના સોશયિલ મડિયા અકાઉન્ટ દ્વારા શેર કરતી રહે છે.

कंगना रनौत
image source

કંગનાના નિવેદનોની જેમ કંગનાની ફેશન સેન્સ પણ હંમેશા ચર્ચામા રહે છે. હાલના સમયમાં કંગનાની કેટલીક બીચ પરની તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. કંગના રનૌતે એક થ્રોબેક તસ્વીર શેર કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં કંગના રનૌતે બિકીની પહેરી છે. તે બીચ પર બેસીને તડકાનો આનંદ લઈ રહી છે. આ તસ્વીરને શેર કરતાં એક્ટ્રેસે એક કેપ્શન પણ લખ્યું છે.

कंगना रनौत
image source

તેણીએ પોતાના કેપ્શનમા લખ્યું છે ‘મેક્સિકો મારા માટે ખૂબ જ એક્સાઇટીંગ જગ્યા રહી છે. આ જગ્યા ખૂબ જ સુંદર છે પણ સાવ જ અનપ્રિડિક્ટેબલ છે. આ તસ્વીર મેક્સિકોના તુલુમ નામના એક નાનકડા આઇલેન્ડ પર લીધેલી છે.’ કંગનાની આ પોસ્ટ સોશિયલ મિડિયા પર ધમાલ મચાવી રહી છે.

કંગના હંમેશા પોતાના કર્કશ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે તેના પર આજે કર્કશ નિવેદન તેના ફેન્સ કરી રહ્યા છે. જો કે તેના ઘણા બધા ફેન્સ તેના આ લૂકથી ઇંપ્રેસ છે અને કેટલાકે તેણીના આ લૂકના ખૂબ વખાણ પણ કર્યા છે પણ સાથેસાથે તેણીને તેના આ લૂક માટે ટ્રોલ પણ કરવામા આવી રહી છે.

कंगना रनौत
image source

કંગનાની આ બીકીની વાળી તસ્વીર પર કેટલાક લોકો કમેન્ટ કરી રહ્યા છે, કે કંગના પોતાની સંસ્કૃતિ ભૂલી ગઈ છે. તેમની નજરમાં જે કંગના હંમેશા દેશની સંસ્કૃતિની વાત કરે છે તેણીએ બિકીનીમાં તસ્વીર શેર કરવી ન જોઈએ.

कंगना रनौत
image source

ટ્વીટર પર એક યુઝરે તેણીને ટ્રોલ કરતાં લખ્યું છે, ‘લો સાડીથી બીકીની પર. મોદીજી શું કહેશે. શું આ જ છે આપણી સંસ્કૃતિ.’ તો વળી એક ટ્વીટર યુઝરે તેણી પર કટાક્ષ કરતા લખ્યું છે ‘સંસ્કારી ક્વીન’

कंगना रनौत
image source

તો વળી એક ટ્વીટર યુઝરે તેણીની આ તસ્વીર પર ટ્વીટ કરતા લખ્યું છે ‘તમે ભારતીય કલ્ચર વિરુદ્ધ છો…’

જોકે હાલના સમયમા કંગના રનૌત ખેડૂત આંદોલનમાં પોતાના ઉપરાઉપરી નિવેદનો આપવાના કારણે ચર્ચામાં રહેલી છે. તેણીએ આ ખેડૂત આંદોલન પર એક કમેન્ટ કરીને પંજાબી પોપ સિંગર દિલજીત દોસાંજ સાથે પણ પંગો લીધો હતો અને તેણીએ તે માટે પ્રિયંકા ચોપડા પર પણ કટાક્ષ કર્યો હતો.

कंगना रनौत
image source

કંગનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત ફિલ્મ થ્લાઇવીમાં જેવા મળશે. આ ઉપરાંત તે તેજસમાં પણ એક પાયલટની ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મનું પોસ્ટર પણ રિલિઝ થઈ ગયું છે અને એક્ટ્રેસે રક્ષા મંત્રી રાજનાથ સિંહની પણ મુલાકાત લીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ