અંબાણીના ઘરની બહાર મળેલી કારના કેસમાં મોટો વળાંક, આ વ્યક્તિની મળી લાશ

હાલમાં દેશમાં કેટલીય નવી નવી ઘટનાઓ બની રહી છે અને જેમાં કોઈને વિશ્વાસ ન આવે એવી ઘટનાઓ મળી રહી છે. એવી જ એક મોટી ઘટના એટલે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે એન્ટાલિયાની બહાર શંકાસ્પદ કાર મળવાનો કેસ. હવે આ કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. અધિકારીઓને શુક્રવારે કલાવા ક્રીકથી એક મૃતદેહ મળ્યો છે અને આ મૃતદેહ વિશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ તે સ્કોર્પિયોના માલિકનો મૃતદેહ છે. જે એન્ટિલિયાની બહાર શંકાસ્પદ રીતે મળી હતી એનો માલિક હોવાની પુરી શક્યતા છે.

આ વિશે વધારે વાત કરતાં અધિકારીઓએ જણાવ્યું છે કે, આ મૃતદેહ મનસુખ હીરેનનો છે અને શંકા છે કે, તેમણે સુસાઈડ કર્યું છે. જો કે હજી આ વિશે કોઈ અધિકારીએ કોઈ નિવેદન જાહેર કર્યું નથી પણ એવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે કે તેણે આપઘાત કર્યો છે. મનસુખ વિશે જો વાત કરીએ તો થાણેનો વેપારી અને ક્લાસિક મોટર્સની ફ્રેન્ચાઈઝી ચલાવતો હતો. તે ગુરુવારે ગુમ થયો હતો અને આજે તેનો મૃતદેહ મળ્યો છે. આ દરમિયાન મળેલી માહિતી પ્રમાણે એન્ટિલિયા કેસની તપાસ કરતાં અધિકારી સચીન વાજે અને મનસુખ એકબીજાના સંપર્કમાં પણ હતા.

હવેની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો આ સમગ્ર કેસ અંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તપાસ NIAને સોંપવાની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાથી લગભગ 200 મીટર દુર એક સંદિગ્ધ SUVમાંથી જિલેટિનની 20 સ્ટીક મળી હતી અને બધા જ ઈકાલામાં હાહાકાર મચી ગયો છે. SUV પર નકલી નંબર પ્લેટ હતી. CCTV ફુટેજની તપાસમાં પ્રકાશમાં આવ્યું કે એન્ટિલિયાની બહાર કાર 24 ફેબ્રુઆરીની રાતે લગભગ 1 વાગ્યે પાર્ક કરવામાં આવી હતી. આ પહેલા આ કાર 12.30 વાગ્યે રાતે હાજી અલી જંક્શન પહોંચી હતી અને અહીં લગભગ 10 મિનિટ સુધી ઉભી રહી હતી.

આ કાર વિશે પણ કહેવામાં આવે છે કે મળેલી કાર મુંબઈના વિક્રોલી વિસ્તારમાંથી ચોરાઈ ગઈ હતી. તેનો ચેસિસ નંબર બગાડવામાં આવ્યો છે પરંતુ પોલિસે કારના અસલી માલિકની ઓળખ કરી લીધી હતી. ક્રાઈમ બાન્ચના એક અધિકારીના જણાવ્યા મુજબ કારના માલિક મનસુખ હિરેને જણાવ્યું હતું કે 17 ફેબ્રુઆરીની સાંજે તેઓ થાણેથી ઘરે જઈ રહ્યાં હતા. રસ્તામાં ગાડી બંધ થઈ ગઈ.

તેમને ઉતાવળ હતી, આ કારણે ગાડી એરોલી બ્રિજની પાસે રોડના કિનારે ઉભી રાખી દીધી. બીજા દિવસે કાર લેવા ગયા તો ત્યાં નહોતી મળી. તેમણે આ અંગેની ફરિયાદ પોલીસમાં પણ કરી હતી. જો કે આ ઘટનામાં એક આતંકવાદી સંગઠન પણ વચ્ચે આવ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા બહાર વિસ્ફોટક ભરેલી ગાડી પાર્ક કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિંદે લીધી હતી.

image source

માત્ર જવાબદારી લીધી એટલું જ નહીં આ સંગઠને એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકી હતી. થોડા દિવસ પહેલાં આ જ સંગઠને દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી પાસેના બ્લાસ્ટની જવાબદારી પણ લીધી હતી. જો કે મુંબઈ પોલીસે આ દાવાનો ખુલાસો કર્યો નથી. મીડિયા રિપોર્ટ્સમાં આને આતંકી સંગઠનનો પબ્લિસિટી સ્ટંટ માનવામાં આવે છે.

image source

આતંકી સંગઠને પોતાની પોસ્ટમાં શું લખ્યું હતું એના વિશે જો વાત કરીએ તો ઈન્ટેલિજન્સ એજન્સીને ચેલેન્જ કરી છે અને પૈસાની ડિમાન્ડ પણ કરી છે. તેમાં લખ્યું છે, આ માત્ર ટ્રેલર છે અને પિક્ચર હજી બાકી છે. રોકી શકો તો રોકી લો. તમે કશું નહતા કરી શક્યા જ્યારે અમે તમારા દિલ્હીમાં હિટ કરી શક્યા હતા. તમે મોસાદ સાથે હાથ મિલાવ્યો, પરંતુ કશું ના થઈ શક્યું. તમને ખબર છે તમારે શું કરવાનું છે. બસ પૈસા ટ્રાન્સફર કરી દો જે તમને પહેલાં પણ કહેવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે, સાથે જ અત્યારસુધી આ મામલામાં કેસ પણ નોંધી લેવાયો છે. સીસીટીવીથી પુરાવા શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં લખ્યું છે-‘મુકેશભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!