જો તમારું પણ આ બેન્કમાં ખાતુ હોય તો જલદી પતાવી લેજો બધા કામ, નહિં તો…

જો તમારે નિયમિત રીતે બેંકમાં ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર હોય તો એક ખાસ સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે બેંકના કર્મચારીઓ માર્ચ મહીનામાં ફરી એક વખત ત્રણ દિવસની હડતાલ પર ઉતરી શકે છે. જો બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરશે તો માર્ચ મહીનાના બીજા સપ્તાહમાં પાંચ દિવસ માટે બેંકો સળંગ બંધ રહેશે. નોંધનીય છે કે બજેટના દિવસે અને તેના આગળના દિવસે 31મી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીના દિવસે હડતાલના કારણે બેંકો બંધ હતી.

image source

જોકે બેંક કર્મચારીઓની માંગણી સંતોષાઈ ન હોવાથી તેઓ માર્ચ મહીનામાં ફરી એક વખત હડતાલ પર ઉતરે તેવી શક્યતા છે. આ સંજોગોમાં સામાન્ય માણસને કેશની કમથી લઇને બેંકિંગ સેવાઓને લઇને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. બેંક એમ્પ્લોઈ ફેડરેશન ઓફ ઇન્ડિયા (બીઈએફઆઈ) અને ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈ અસોશિએશને (એઆઈબીઈએ) જણાવ્યું છે કે જો તેમની માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો 11થી 13મી માર્ચ દરમિયાન તમામ સરકારી બેંકોના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાલ પર ઉતરી શકે છે. સરકાર બેંક કર્મચારીઓની માગણી છે કે દર 5 વર્ષ બાદ એમના વેતનને રિવાઇઝ કરે.

image source

આ સહમતિ યુનિયન લીડર્સ અને બેંક પ્રબંધનથી ઘણી બેઠકો બાદ બની છે. બેંક કર્મચારીઓની સેલરીને અંતિમ વખત 2012માં રિવાઇઝ કરવામાં આવી હતી. વર્ષ 2017થી અત્યાર સુધી એને રિવાઇઝ કરવામાં આવી નથી. બેંક યૂનિયનો દર બીજા શનિવારની રજાના પણ વિરોધમાં છે. જો કે ઇન્ડિયન બેંક એસોસિએશને 5 દિવસના કાર્ય સપ્તાહના પ્રસ્તાવને ફગાવી દીધો છે. એમનું કહેવું છે કે ભારતમાં પહેલાથી જ પબ્લિક રજાઓ વધારે છે. એવામાં દર શનિવાર અને રવિવારે બેંકની રજાઓથી સામાન્ય લોકોને પરેશાની થઇ શકે છે.બેંકનાં કોઈ પણ કામ પેન્ડિંગ પડ્યા છે તો ફટાફટ પતાવી લેજો. માર્ચનાં ઘણાં દિવસોમાં બેંકો બંધ રહેવાની છે. ત્યારે બેંકોનાં વિલય સામે બેંક યુનિયન્સે
આ મહિને હડતાળની જાહેરાત કરી છે.

બેંકિંગ ઈન્ડસ્ટ્રીમાં 11 માર્ચથી 16 માર્ચ સુધી હડતાળની જાહેરાત કરી છે

image source

બેંકોનું જરુરી કોઈ કામ પેન્ડિંગ પડ્યુ હોય તો પૂરુ કરી લેજો. કેમકે સરકારી બેંકોમાં હડતાળ થવા જનાર છે. કેનેરા બેંકે તેનાં ગ્રાહકોને આગાહી આપી છે કે તેમની બેંકિંગ સેવાઓ પર પ્રસ્તાવિત હડતાળને લીધે અસર પડી શકે છે. કેનેરા બેંકે જણાવ્યું છે કે ઈન્ડિયન બેંક્સ એસોસિયેશન તરફથી સુચના આપવામાં આવી છે કે યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન્સે બેંકિંગ ઈન્ડસ્ટ્રીમાં 15 માર્ચથી 16 માર્ચ સુધી હડતાળની જાહેરાત કરી છે. કેનેરા બેંકે કહ્યું છે કે તે પ્રસ્તાવિત હડતાળનાં દિવસે પણ બેંકની શાખાઓ અને ઓફિસોમાં કામો ચાલુ રહે તેવા બધા પ્રયાસો કરાશે. જોકે તેમ છતાં કામકાજ પર અસર પડી શકે છે.

બેંકોનાં વિલિનિકરણ વિરુદ્ધ હડતાળ

image source

તમામ બેંક યુનિયન્સ ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોશિયેશન, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન, એનસીબીઈ, એઆઈબીઓએ, બીઈએફઆઈ, આઈએનબીઈએફ, આઈબીઓસી, એનઓબીડબલ્યુ, ઓનઓબીઓ અને એઆઈએનબીઓએફ દ્વારા બે બેંકોનાં પ્રસ્તાવિત વિલય વિરુદ્ધ હડતાળની જાહેરાત કરી છે.

બજેટમાં બેંકોનાં વિલિનિકરણની જાહેરાત કરી છે

સરકારે બજેટ 2021માં બે સરકારી બેંકો અને એક ઈન્શ્યોરન્સ કંપનીનાં પ્રાઇવેટાઈઝેશનનો નિર્ણય કર્યો છે. સરકાર પહેલા જ ચાર વર્ષ દરમિયાન 14 સરકારી બેંકોનું વિલનિકરણ કરી ચૂકી છે.

image source

2019માં સરકારે એલઆઈસી અને આઈડીબીઆઈ બેંકનો મોટાભાગનો હિસ્સો વેચ્યો હતો. હાલ દેશમાં 12 સરકારી બેંકો છે. ત્યારબાદ તેની સંખ્યા ઘટીને 10 રહી જશે. બે બેંકોનું પ્રાઇવેટાઇઝેશન 2021-22માં કરવામાં આવશે.

આ દિવસો રહેશે બેંકો બંધ

આ મહિને ઘણાં દિવસો બેંકો બંધ રહેશે. 11 માર્ચે મહાશિવરાત્રી, 16 માર્ચ બાદ 21 માર્ચે રવિવારે રજા રહેશે, 22 માર્ચે બિહાર દિવસે ત્યાં રજા રહેશે, 27 માર્ચે ચોથો શનિવાર અને 28 માર્ચે રવિવાર અને 29 માર્ચે હોળીની રજા રહેશે.