ચમત્કાર: ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામેલી બાળકી ફરી મળી તેની માતાને, સ્પર્શ પણ કર્યો અને વાત પણ કરી, જોઇ લો આ વિડીયોમાં

શું આપણે કોઈ મૃત્યુ અમેલ વ્યક્તિને ફરીથી મળી શકીએ ? અમને ખબર પણ છે કે તમારો જવાબ પણ ” ના ” જ હશે.

image source

પરંતુ કદાચ હવે ભવિષ્યમાં એવું શક્ય બને તો નવાઈ નહિ. કારણ કે તાજેતરમાં જ આધુનિક વિજ્ઞાને આ ચમત્કાર જેવી ઘટનાના પ્રાથમિક ચિતાર આપતો દાખલો વિશ્વ સમક્ષ બેસાડ્યો છે.

તાજેતરમાં જ એક ટીવી શો માં એક મહિલાએ આજથી ચાર વર્ષ પહેલા એટલે કે વર્ષ 2016 માં એક બીમારી સબબ મૃત્યુ પામેલી તેની દીકરી સાથે મુલાકાત કરી હતી.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અજીબો ગરીબ ઘટના દક્ષિણ કોરિયાની છે. અસલમાં અહીંના એક લોકપ્રિય ટીવી શો ” મિટિંગ યુ ” ના ચાલુ શો દરમિયાન એક મહિલાની આધુનિક સંસાધનોનો ઉપયોગ કરી વૈજ્ઞાનિક રીતે તેની મૃત્યુ પામેલી દીકરી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મહિલાએ પોતાની દીકરીને સ્પર્શ પણ કર્યો, તેની સાથે વાતો પણ કરી અને પ્રેમ પણ કર્યો. એટલું જ નહિ મૃત્યુ પામેલી દીકરીએ પોતાની માં ને એવું વચન પણ આપ્યું કે તે પછી તેને મળવા આવશે.

image source

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે મહિલા તેની દીકરીને મળી તેનું નામ જાંગ જી – સુંગ છે અને તેની દીકરીનું નામ નેઈયોન છે. બંને વચ્ચે આ રીતે ટીવી શો દરમિયાન મુલાકાત આધુનિક ઉપકરણ VR એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા કરાવવામાં આવી હતી.

અસલમાં વર્ચ્યુઅલ રિયાલિટી એ એક કૃત્રિમ વાતાવરણ અને દ્રશ્ય સર્જે છે જેને કોમ્પ્યુટરના હાર્ડવેર ઉપકરણો અને સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવે છે. આ કૃત્રિમ વાતાવરણ અથવા દ્રશ્ય એવી રીતે પ્રસ્તુત કરી શકાય છે જેને જોઈને એમ જ લાગે કે તમે પોતે એ જ વાતાવરણ અથવા દ્રશ્ય અનુભવી રહ્યા છો અને તમને જે દ્રશ્યો દેખાય છે તે હકીકત જ છે.

image source

રિપોર્ટસમાં જણાવાયું છે કે વર્ચ્યુઅલ રિયાલિટીની મદદથી જાંગ જી – સુંગની દીકરી નેઇયોનના કૃત્રિમ શરીરને ફરી બનાવવામાં આવ્યું હતું અને તેમાં તેનો અવાજ પણ ફિટ કરવામાં આવ્યો તથા તેની શકલ સુરત તથા શરીરનો બાંધો બિલકુલ એવો જ બનાવાયો જેવો હકીકતમાં હતો.

મિટિંગ યુ ટીવી શો દરમિયાન જ્યારે પહેલીવાર તેની મુલાકાત તેની માતા સાથે કરાવવામાં આવી ત્યારે માતા જાંગ જી – સુંગ પોતાની મૃત્યુ પામેલી દીકરીને ફરી નજર સામે જોઈ ચોંધાર આંસુએ રડવા લાગી હતી. આ દ્રશ્ય ટીવી શોના દર્શકગણમાં બેઠેલા નેઇયોનના ભાઈ- બહેન અને પિતાએ પણ જોતા તેઓ પણ રડી પડ્યા હતા.

image source

જો કે હવે આ રીતે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઉપયોગ વડે મૃત વ્યક્તિઓના કૃત્રિમ દ્રશ્યો / ફ્લોટ બનાવવા સારી બાબત છે કે ખરાબ તે અંગે ભારે મતમતાંતર છે. એક મત મુજબ આ રીતે લોકોને તેમના મૃત સ્વજનો સાથે મુલાકાત કરાવવાથી તેઓનું માનસિક સંતુલન બગડવાનો પણ ભય છે અને કદાચ ભુલાઈ ગયેલા મૃત સ્વજનોની યાદ તેમને પહેલા કરતા પણ વધુ દુઃખ પહોંચાડી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ