ટૂથપેસ્ટમાં ભેળવીને આ વસ્તુ લગાવો અને એક જ રાતમાં ડાઘા અને ખીલથી મેળવો છૂટકારો

ત્વચાની સંભાળ:- ટૂથપેસ્ટમાં ભેળવીને આ વસ્તુ લગાડો અને એક જ રાતમાં ડાઘા અને ખીલથી મળશે છૂટકારો

ચહેરાની અનેક સમસ્યાઓ હોય છે જેમાં ખીલ, કાળા ડાઘા અથવા મસા જે એકદમ સામાન્ય મુશ્કેલીઓ છે. જો તમારે એનાથી છૂટકારો મેળવવો હોય તો ઘરમાં પડેલી ટૂથપેસ્ટ કામ આવી શકે છે. એનો કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે કામ કરે છે એ જાણો અહિંયા…

image source

આપણા ઘરોમાં જે ટૂથ્પેસ્ટ દાંતોને ચમકાવવા માટે વપરાય છે, તે ટૂથપેસ્ટ ચહેરા પરના ડાઘાઓ દૂર કરવા માટે પણ વપરાય છે. ચહેરા પરના ખીલથી તમે હેરાન થઈ ગયા હોવ તો દુનિયાભરના ઈલાજ છોડીને ટૂથપેસ્ટ લગાવો. ટૂથપેસ્ટ માત્ર ડાઘાઓ માટે જ નહિ, ત્વચની બીજી સમસ્યાઓ માટે પણ વાપરવામાં આવે છે. જો કે એના માટે જાણવું જરૂરી એ છે કે ચહેરા ઉપર લગાડવા માટે કઇ ટૂથપેસ્ટ યોગ્ય છે અને તેને કેવી રીતે લગાડવી તેમજ તેની સાથે કઇ વસ્તુઓને ભેળવીને ઉપયોગ કરવાથી ફાયદો મળશે. આવો, જાણીએ ચહેરા માટે ટૂથપેસ્ટ કેવી રીતે લગાવવી……

૧] કાળા ડાઘ માટે

image source

જો તમારા ચહેરા ઉપર કાળા ડાઘ છે તો એક ચમચી ટૂથપેસ્ટ લો અને તેમાં બે ટીપાં લીંબુનો રસ ભેળવો. પછી તેને પોતાના ચહેરા ઉપર લગાવો અને થોડા સમય પછી તેને ધોઇ લો. એવું તમારે બે અઠવાડિયા સુધી કરવું પડશે.

૨] ત્વચાને ગોરી કરવા માટે

image source

જો તમે પૈસા ખર્ચ કર્યા વિના તમારા ચહેરાનો રંગ સફેદ કરવા માંગો છો, તો ટૂથ્પેસ્ટની થોડી માત્રા લઇને તેમાં થોડા ટીપાં ટમેટાંનો રસ ભેળવો. પછી તમારા ચહેરા પર લગાવો અને સુકાયા પછી તેને સાદા પાણીથી ધોઇ લો.

૩] જંતુઓ કરડે તે મટાડવા માટે

image source

ખંજવાળ અટકાવવા માટે, તમે ટૂથપેસ્ટને એ જગ્યા પર લગાવી શકો જ્યાં જંતુએ કરડ્યુ હોય. આ માટે, તમારે ફક્ત થોડી ટૂથપેસ્ટ લઇને તે જગ્યા પર લગાવવાની છે જ્યાં ખંજવાળ આવી રહી હોય.

૪] ખીલને દૂર કરવા માટે

ચહેરા ઉપર ખીલ થવા એ સમાન્ય વાત છે. ચહેરા ઉપર જે જગ્યાએ ખીલ થયા હોય ત્યાં થોડી ટૂથપેસ્ટ લગાવીને આખી રાત રહેવા દો. બીજે દિવસે સવારે ટૂથપેસ્ટ સાફ કરી નાખો. એનાથી તમારા ચહેરાના ખીલ નાના થઇ જશે. જો તમે ઇચ્છો તો ટૂથપેસ્ટની સાથે બેકિંગ સોડા ભેળવીને ખીલ ઉપર લગાવવાથી ઘણી હદ સુધી ફાયદો મળે છે. આ માટે એક ચમચી ટૂથપેસ્ટમાં થોડો બેકિંગ સોડા ઉમેરો અને પછી ખીલ પર લગાવી લો.

૫] ચહેરા પરના મસાઓને દૂર કરવા

image source

ચહેરા પરથી મસાઓ દૂર કરવા માટે, બે ચમચી દૂધની સાથે ટૂથપેસ્ટને ભેળવો અને જે જગ્યાએ મસા થાય છે ત્યાં લગાવો.

૬] કરચલીઓ માટે ટૂથપેસ્ટ

ટૂથપેસ્ટની મદદથી કરચલીઓ પણ હળવી કરી શકાય છે. તમારે બસ એટલું કરવું જોઇએ કે જ્યાં કરચલીઓ દેખાય છે, ત્યાં ટૂથપેસ્ટ લગાવી લો અને તેને આખી રાત રાખો અને બીજે દિવસે સવારે ચહેરો ધોઇ લો.

૭] ગુલાબી હોઠો માટે ટૂથપેસ્ટ

image source

જો હોઠનો રંગ કાળો થઇ ગયો હોય છે, તો ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ કાઢો અને તેના ઉપર થોડું મધ નાખો. ત્યારબાદ તેનાથી તમારા હોઠ ઉપર ૫ મિનીટ ધીમે-ધીમે ઘસો.

૮] તૈલીય ત્વચા માટે ટૂથપેસ્ટ

તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને તેલયુક્ત ત્વચાનો ઇલાજ કરી શકો છો. મીઠું, પાણી અને થોડી ટૂથપેસ્ટ વડે એક પેસ્ટ બનાવો. ત્યારબાદ તેનાથી રોજ સવારે તમારો ચહેરો ધોવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ