પ્રસુતિ દરમિયાન માતાએ આપ્યો ગર્ભવતી બાળકીને જન્મ, શું છે પૂરી સ્ટોરીમાં વાંચવા કરો ક્લિક

પ્રસુતિ દરમિયાન માતાએ આપ્યો ગર્ભવતિ બાળકીને જન્મ ! બાળકીનું કરાવવું પડ્યું સિઝેરિયન !

કુદરત આપણને એવી ઘણી બધી અસામાન્ય ઘટનાઓના સાક્ષી બનાવે છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ ! એમ પણ કેહવામાં આવ્યું છે કે હકીકત ખરેખર અકલ્પ્ય અને અદ્ભુત હોય છે. આજે માતાઓ 60-70 વર્ષ વટાવ્યા બાદ પણ સ્વસ્થ બાળકને જન્મ આપી રહી છે. તો વળી આ કિસ્સામાં એક માતાએ પ્રસુતિ દરમિયાન ગર્ભવતી બાળકીને જન્મ આપ્યો છે.

image source

આ ઘટના કોલંબિયાની છે. કોલંબિયાની આ સ્ત્રી પ્રેગ્નન્ટ હતી અને તેને જ્યારે પ્રસુતિ પિડા ઉપડી ત્યારે તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને તેણીએ જે બાળકીને જન્મ આપ્યો હતો તે નાનકડો જીવ પણ ગર્ભવતી હતો અને તેનું ઇમર્જન્સીમાં સી-સેક્શન ઓપરેશન કરાવવું પડ્યું હતું.

image source

આ વર્ષની શરૂઆતમાં, મોનિકા વેગા નામની કોલંબિયન સ્ત્રીએ એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો, જેનું નામ ઇત્ઝમારા રાખવામાં આવ્યું છે. મોનિકા વેગાએ 37 અઠવાડિયાની પ્રેગ્નન્સી બાદ સિઝેરિયન દ્વારા ઓપરેશન કરાવીને બાળકીને જન્મ આપ્યો હતો. પણ તેની બાળકીના જન્મના એક દિવસ બાદ તેણીને એક આઘાત જનક સમાચાર મળ્યા.

image source

તેણીને ડોક્ટરો દ્વારા જાણવા મળ્યું કે તેણીની નાનકડી દીકરી ઇત્ઝમારાને સિ-સેક્શન ઓપરેશનની જરુર છે, કારણ કે તે નાનકડો જીવ ગર્ભવતી હતો અને તે પણ જોડીયા ભૃણ સાથે.

વાસ્તવમાં ઇત્ઝમારાનું જ્યારે પરિક્ષણ કરવામા આવ્યું ત્યારે ડોક્ટરોને જાણવા મળ્યું કે તેણીના પેટમાં ભૃણની અંદર ભૃણ વિકસી રહ્યું હતું. આ ભાગ્યે જ ઘટતી સ્થિતિને ફેટલ ઇન ફેટુ (FIF) કેહવાય છે. આ સ્થિતિ એટલી રેર છે કે અત્યાર સુધીમાં તેના 200 કીસ્સાઓ જ મેડિકલ જર્નલમાં નોંધાયા છે.

image source

ઇત્ઝમારા કે જેને જનમ્યાને હજુ એક દિવસ પણ નહોતો થયો તેના પેટમાં જોડિયું ભૃણ વિકસી રહ્યું હતું – જેમાં નહોતું તો હૃદય કે નહોતું તો મગજ. જો કે તેણીનું સફળ રીતે સી સેક્શન દ્વારા તેના જન્મના માત્ર 24 કલાકમાં જ ઓપરેશન કરી લેવામા આવ્યું હતું. ડોક્ટરને એ વાતની વધારે ચિંતા હતી કે જો આ ભૃણો ઇત્ઝમારાના ગર્ભમાં વિકસતા રહેત તો તે તેના આંતરિક અંગોને નુકસાન પહેંચાડી શકત.

image source

ખુશીની વાત એ છે કે ઇત્ઝમારાના ઓપરેશન બાદ તેણી ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે અને સારી સ્થિતિમાં છે. અહીં ઇત્ઝમારા માટે સારી વાત એ છે કે તેનું ઓપરેશન યોગ્ય સમયે થઈ ગયું. પણ સામાન્ય રીતે આ પ્રકારના જેટલા પણ કેસ છે તેમાં યોગ્ય સમયે સારવાર નથી થતી અને પિડિત વ્યક્તિને સતત પીડા ભોગવવી પડે છે.

કારણ કે એવા ઘણા બધા કિસ્સા ડોક્ટરો પાસે આવ્યા છે જેમાં આ પ્રકારની રેર કન્ડીશનની મોડેથી જાણ થતી હોય છે. થોડા સમય પહેલાં ડોક્ટરને 17 વર્ષની કન્યાના પેટમાં જોડીયા ભૃણ વિકસતા જોવા મળ્યા હતા અને તેનું પણ તેમણે ઓપરેશન કરવું પડ્યું હતું.

image source

હજુ થોડા સમય પહેલાની જ વાત છે, ભારતમાં જ એક કીશોરી છેલ્લા કેટલાક વર્ષોથી સતત પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી જ્યારે તેના શરીરની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેણીના પેટમાં એક ટ્યુમર છે જેમાં ભૃણના પણ કેટલાક ભાગો હતા. આ કેસમાં ડોક્ટરોને કીશોરીના શરીરમાંથી તે ગાંઠ દૂર કર્યા બાદ તેમાંથી વાળ, દાંત, અને હાડકા અને શરીરના અન્ય અંગો પણ મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ