વાળમાં થતા ખોડાને તરત જ દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, મળશે જોરદાર રિઝલ્ટ

ખોડાથી કાયમી છૂટકારો મેળવવા અજમાવો આ ઘરગથ્થુ પણ અસરકારક ઉપાયો !

image source

ડેન્ડ્રફ એટલે કે ખોડો આજે એક નહીંને બીજી વ્યક્તિને થતી કાયમી અથવા કહો કે અવારનવારની સમસ્યા છે. ખોડો એટલે મૃત ચામડીના ધોળા કણો, જે વાળ ઓળતી વખતે અવારનવાર તમારા ખભા કે પછી માથુ ખંજવાળતી વખતે તમારા નખમાં ભરાયા કરે છે. અને માથાની ખજવાળ પાછળનું કારણ ખોડો પણ જ હોઈ શકે છે. અને જ્યારે ઉનાળામાં માંથામાં તેલ, પરસેવો અને ખોડો ભેગો થાય ત્યારે તો તમારા વાળની હાલત ખરાબ થઈ જાય છે અને તમારા વાળની ગુણવત્તા પણ બગડી જાય છે. પણ ડેન્ડ્રફની આ રોજિંદી સમસ્યાનો તમે વિવિધ રીતે નિકાલ લાવી શકો છો.

હોટ ઓઇલ ટ્રીટમેન્ટ

image source

વાળમાં નાખવાના હુંફાળા ગરમ તેલથી વાળમાં માલિશ કરવાથી પણ તમે ઘણા અંશે ખોડાને અટકાવી શકો છો. તે તમારા વાળના મૂળિયાને પોષણ આપશે અને સાથે સાથે તમારી ખોપરની રુક્ષતાને પણ દૂર કરશે તેમજ સ્કાલ્પના છીદ્રોમાં ભરાયેલા મેલને પણ દૂર કરશે અને તેની રુક્ષતા પણ દૂર કરશે. ગરમ તેલને તમારે રૂના પુમડામાં લઈને તેનાથી માથામાં તેલ નાખવું, ત્યાર બાદ તેને હળવેથી ઘસતાં નીર્જીવ ચામડી દૂર થઈ જશે.

હોટ ટોવેલ ટ્રીટમેન્ટ

image source

માથામાં હંમેશા તેલ નાખ્યાના એક ડોઢ કલાક બાદ તમારે ગરમ પાણીમાં નાહવાનો રુમાલ પલાળીને વધારાનું પાણી નીચોવીને તેનાથી વાળ બાંધી લેવા. હવે તેને તેમ જ પાંચ મીનીટ માટે રાખી મુકવું. જેવો ટુવાલ ઠંડો થાય કે ફરીવાર ગરમ પાણીમાં પલાળીને વાળ પર લપેટી દેવો. આવી જ રીતે ત્રણથી ચાર વાર આ ટ્રીટમેન્ટ કરવી. આ રીત અપનાવવાથી તમારાં વાળામાં લગાવેલું તેલ ઝડપથી મૂળિયામાં ઉતરશે. આમ કર્યા બાદ એક રાત્રી તેલ માથામાં જ રહેવા દેવું અને બીજા દીવસે સવારે માથામાં લીંબુનો રસ લગાવી લેવો અને તેને તેમજ અરધા પોણા કલાક સુધી રાખ્યા બાદ માથું ધોઈ લેવું.

વાળને નિયમિત ધોવાનું રાખો

image source

એક જુની આદત પ્રમાણે આપણે માત્ર રવિવારની સવારે જ્યારે આપણી પાસે ફ્રી સમય પડ્યો હોય ત્યારે વાળ ધોવાનું પસંદ કરતા હોઈએ છે અથવા તો ક્યાંક પાર્ટીમાં જવાનું હોય અથવા લગ્નમાં જવાનું હોય અથવા બહાર ફરવા જવાનું હોય ત્યારે વાળ ધોતા હોઈએ છે પણ તમારે અઠવાડિયામાં નિયમિત ત્રણ વાર તો વાળ ધોવા જ જોઈએ.

ખોડો દૂર કરવા વિનેગરનો ઉપયોગ કરો

image source

વાળ ધોવા માટે હંમેશા માઇલ્ડ હર્બલ શેમ્પુનો ઉપયોગ કરવો. જે લોકોને સતત ખોડાની સમસ્યા રેહતી હોય તેમણે વાળ ધોતા પહેલાં માથામાં એકથી બે મોટા ચમચા વિનેગરથી મસાજ કરવું જોઈએ. ત્યાર બાદ શેમ્પુ કર્યા બાદ વાળને છેલ્લી વખત ધોતી વખતે બે મોટા ચમચા વિનેગર અને તેમાં થોડું પાણી ઉમેરીને એક મિશ્રણ તૈયાર કરીને તેનાથી વાળ ધોઈ લેવા.

શેમ્પુ કર્યા બાદ ગુલાબ જળનો વાળ પર આ રીતે ઉપયોગ કરો

image source

ડેન્ડ્રફને વાળમાંથી દૂર કરવા માટે શેમ્પુ કર્યા બાદ તમારે પાંચ ટીપા રોઝમેરી એસેન્શિયલ ઓઈલ લેવું તેમાં 50 મીલીલીટર રોઝવોટર મિક્સ કરવું. તેને એક કાચની બોટલમાં એરટાઇટ બંધ કરી દેવું. અને આ મિશ્રણનો ઉપયોગ તમારે શેમ્પુ કર્યા બાદ તેમાં રૂનું પુમડું પલાળીને વાળ પર લગાવી લેવું. તમે જ્યારે ક્યારેય કોઇ એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ કરો ત્યારે તેને ક્યારેય એકલું ન વાપરવું.

ખોડાનો અકસીર ઉપાય લીમડાના પાન

image source

તેના માટે તમારે એક વાટકો લીમડાના પાન લેવા તેને ચાર-પાંચ કપ ગરમ પાણીમાં ઉમેરી દેવા. હવે તેને તેમ જ આખી રાત માટે તેમાં રહેવા દેવા. બીજી સવારે તેમાંથી પાણી અલગ કાઢી લેવું અને તે જ પાણીથી માથુ ધોવું. તેનાથી તમને ખોડાના કારણે જે ખજવાળ થાય છે તે દૂર થઈ જશે અને તમારી ખોપરીની ચામડી જો કોઈ ઇન્ફેક્શન હશે તો પણ તે દૂર થઈ જશે. આ સિવાય તમે જે પલળેલા લીમડાના પાન છે તેને વાટીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી હવે તેને વાળમાં લગાવી લેવી. તેને તેમ જ એક ડોઢ કલાક રાખવું અને ત્યાર બાદ માથુ ધોઈ લેવું.

ખોડો દૂર કરવા મેથીના દાણાનો ઉપયોગ

image source

તેના માટે તમારે એક મોટો ચમચો મેથીના દાણા લેવા તેનો પાઉડર બનાવી લેવો હવે તેને બે કપ ઠંડા પાણીમાં પલાળી લેવો. તેને તેમ જ એક રાત માટે પલળવા દેવું. હવે તેમાંથી પાણીને અલગ કાઢી લો અને તેનાથી વાળ ધુઓ.

મહેંદી તમારા વાળને ડેન્ડ્રફથી રાખશે દૂર

image source

મહેંદી તમારા વાળને સામાન્ય બનાવે છે તેમજ તમારા માથામાં થતાં વારંવારના ખોડાને પણ દૂર કરી શકે છે. તે તમારા વાળને બીજી ઘણી બધી રીતે સુંદર બનાવે છે. તેના માટે તમારે ચાર નાની ચમચી લીંબુનો જ્યુસ, ચાર નાની ચમચી કોફી, બે ઇંડા, એક નાની ચમચી મેથીના દાણાનો પાઉડર અને બે મોટા ચમચા મહેંદીનો પાઉડર આ બધી જ સામગ્રી મિક્સ કર્યા બાદ તેમાં તેને પલાળવા માટે ચાના પાણીનું પાણી બનાવવું. ચાનું પાણી તમે વધેલી ચાના પાન કે પછી એક ગ્લાસ પાણીમાં નાની ચમચી ચા ઉમેરી તેને ઉકાળીને પણ તૈયાર કરી શકો છો.

image source

હવે આ બધી જ સામગ્રીમાંથી જે જાડી પેસ્ટ તૈયાર થાય તેને તમારે તમારા વાળ પર લગાવવાની છે. તમે ઇંડા વાપરવા ન માગતા હોવ તો તેની જગ્યાએ ચાનો ઉપયોગ વધારે કરવો. પેસ્ટ લગાવ્યાના એક કલાક બાદ વાળ ધોઈ લેવા. આટ્રીટમેન્ટથી તમારા વાળમાંથી ખોડો જ દૂર નહીં થાય પણ તે તમારા વાળને મજબુત બનાવશે, તેને કન્ડીશન્ડ કરશે તેને એક નવી હેલ્ધી ચમક અને એક અનેરો રંગ આપશે.

ડેન્ડ્રફ દૂર કરવા માટે આ બાબતોનું પણ ખાસ રાખો ધ્યાન

image source

– તમે જે કાંસકો વાપરતા હોવ તેને નિયમિત ધોવાનુ રાખો અને તમે સુવા માટે જે તકીયો વાપરતા હોવ તેનું કવર તેમજ તમારો ટુવાલ પણ રોજ ધોઈ નાખવા

– તમે જ્યારે શેમ્પુથી વાળ ધોતા હોવ ત્યારે જો તમે પાણીથી શેમ્પુને વાળમાંથી બરાબર દૂર ન કર્યું હોય તો પણ તમારા માથામાં અવારનવાર ડેન્ડ્રફ થયા કરે છે માટે વાળ ધોતી વખતે તેમાંથી શેમ્પુને બરાબર સાફ કરી લેવું. અને શેમ્પુને ડીરેક્ટલી યુઝ કરવા કરતા તેને પાણીમાં ડાયલ્યૂટ કરીને વાપરવાનું રાખવું.

image source

– આ ઉપરાંત તમારા ડાયેટને સુધારીને પણ તમે તમારા વાળને ડેન્ડ્રફથી દૂર રાખી શકો છો અને તેને ઓર વધારે હેલ્ધી બનાવી શકો છો. તેના માટે તમારે તમારા ખોરાકમાં તાજા ફળો, કાચા સલાડ અને ફણગાવેલા કઠોળનો સમાવેશ કરવો જોઈએ.

– સારા વાળ માટે તમારે તમારા શરીરને પુરતું પાણી આપવું જોઈએ. આ સિવાય સવારે વહેલા ઉઠીને લીંબુનું પાણી પીવાની પણ આદત બનાવો. તેમજ શરીરમા લોહીનું પરિભ્રમણ વધે તેવી એક્સરસાઇઝ પણ કરવાનું વધારો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ