બપ્પી દા પહેરે છે અઢળક સોનુ, જાણો શું છે હકીકત…

બપ્પી લહેરીનો સોના પ્રત્યેનો પ્રેમ ! જામો ક્યાંથી લાગ્યો બપ્પી લહેરીને સોનાનો શોખ !

બપ્પી લહેરીના ગીતોનું આજે પણ રીમિક્સ થઈ રહ્યું છે અને તેને પણ આજની યુવા પેઢી ધૂમ સાંભળે છે. બોલીવૂડમાં એવા ઘણા બધા કલાકારો છે જેઓ રેગ્યુલર કામથી કંઈક હટકે કરવાનું પસંદ કરે છે અને પોતાની એક આગવી જ ઓળખ બનાવી દે છે. બોલીવૂડ ફિલ્મ રાઇટર્સ સલીમ જાવેદે પણ અલગ જ રીતે સ્ટોરી રાઇટીંગ કરીને બોલીવૂડને એક નવો જ વળાંક આપ્યો હતો તેવી જ રીતે અમિતાભે પણ તેમની ફિલ્મોમાં અફ્લાતૂન અભિનય આપીને બોલીવૂડને તેનો પહેલો એન્ગ્રી યંગમેન હીરો આપ્યો હતો.

image source

તો વળી સંગીતની દુનિયામાં બપ્પી લહેરીએ એક અલગ ચીલો ચાતર્યો હતો અને આજે પણ તેમનું મ્યુઝિક નવી-જુની દરેક પેઢીને તેટલું જ પ્રિય છે. બપ્પી લહેરી છેલ્લા ઘણા વર્ષોથી બોલીવૂડમાં સક્રીય છે. શરૂઆતમાં તેમને પણ કેટલીક નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો કારણ કે કોઈ પણ નવી વસ્તુ અપનાવતા પહેલાં હંમેશા લોકોને ખચકાટ થતો જ હોય છે પણ ધીમે ધીમે લોકો તેને અપનાવવા લાગે છે તેવું જ બપ્પી લહેરીના મ્યુઝિક સાથે પણ બન્યું હતું શરૂઆતમાં તેમના સંગીતને નકારાત્મક પ્રતિસાદ મળ્યો પણ ધીમે ધીમે તેમના અનોખા સંગીતને પણ શ્રોતાઓ ગમાડવા લાગ્યા.

બપ્પી લહેરી બે રીતે સમગ્ર બોલીવૂડ હસ્તીઓથી અલગ પડે છે એક તો તેમનું આગવું મ્યુઝિક અને બીજો તેમનો સોનાનો શોખ.

image source

બપ્પીદાને સોના સાથે એટલો બધો લગાવ છે કે તેમને ચાલતી ફરતી સોનીની દુકાન પણ કહી શકાય. આજે તેમનો જન્મ દિવસ છે અને તે અવસરે અમે તમને જણાવીશું કે બપ્પી દાને સોના સાથે આટલું વળગણ શા માટે છે ?

બપ્પી લહેરીનો જન્મ 27 નવેમ્બરે 1952માં પશ્ચિમ બંગાળમાં થયો હતો. માત્ર 21 વર્ષની ઉંમરમાં બપ્પી લહેરી પોતાના સંગીત પ્રેમના કારણે બોલીવૂડમાં પ્રવેશી ગયા. તેમણે 1973માં નન્હા શિકારી નામની ફિલ્મમાં પોતાનુ સંગિત આપીને પોતાની કેરિયરન શરૂઆત કરી. પણ તેમની ખરી ઓળખ તો 1976માં આવેલી ફિલ્મ ચલતે-ચલતેથી મળી હતી. આ ફિલ્મ વિશાલ આનંદની હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર તો કોઈ કમાલ ન બતાવ્યો પણ તેના સંગીતને ખુબ પસંદ કરવામા આવ્યું.

image source

અને બસ પછી તો બપ્પી દાને એક પછી એક ફિલ્મોની ઓફરો આવવા લાગી અને તેઓ કામ કરતાં ગયા અને ફરી વાર તેમની એક ફિલ્મે તેમને બુલંદીઓ પર મુકી દીધા તે ફિલ્મ હતી 1982ની મીથુન ચક્રવર્તી અભિનિત ડિસ્કો ડાંસર, જેણે બોક્સ ઓફિસ પર પણ ધમાલ મચાવી દીધી અને તેના ગીતોને તો આજે પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યાર બાદ તેમણે ઘણી બધી નોંધનીય હીટ ફિલ્મો જેમ કે નમક હલાલ, શરાબી, હિમ્મતવાલા, સાહેબ, ગુરુ, ઘાયલ વિગેરમાં પેતાનું સંગિત આપ્યું છે.

image source

આમ તેમની પાસે શોહરત અને સંપત્તિ વધતી ગયો અને તેમનો સોનાનો શોખ ખુલીને સામે આવ્યો. તેઓ પોતાના લૂકના કારણે આજે પણ એક અમિટ છાપ લોકો પર છોડી દે છે અને તેમના લૂકમાં ખાસ તો તેમના ગળામાં લટકતી ભારે સોનાની ચેઈન તેમજ તેમની હાથની આંગળીઓમાંની વીંટી આ બધુ લોકોને ખુબ આકર્ષે છે. જ્યારે તેમને પોતાના આ શોખ વિષે પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે. આ શોખ તેમને હોલીવૂડ પોપ સિંગર એલ્વિસ પ્રેસ્લીના કારણે લાગ્યો હતો. તેમણે જણાવ્યું કે એલ્વી પ્રેસ્લીને તેઓ ખુબ પસંદ કરતા હતા અને તે પણ સોનાની ચેન પહેરતા હતા.

image source

તેમણે નક્કી કર્યું હતુ કે તેઓ જ્યારે જીવનમાં સફળતા હાંસલ કરશે ત્યારે તેઓ પણ પોતાની એક અલગ જ છવી ઉભી કરશે. તેઓ ભગવાનનો આભાર માને છે કે તેઓ આટલુ બધું સોનું પહેરી શકે છે. તેઓ સોનાને પોતાના માટે લકી પણ માને છે.

image source

પણ જો તમને એવું લાગતું હોય કે બપ્પી લહેરીને સોનાનો શોખ છે માટે તેમના ઘરમાં તેમની પાસે જ સૌથી વધારે સોનું છે પણ તેવું નથી તેમના ઘરમાં સૌથી વધારે સોનું તેમના પત્ની પાસે છે. આમ તો આ જાણકારી ન મળી શકે પણ બપ્પી લહેરીની એકએફિડેવિટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એફિડેવિટમાં લખવામાં આવ્યું છે કે તેમની પાસે 754 ગ્રામ સોનું છે જ્યારે તેમની પત્ની પાસે 967 ગ્રામ સોનું છે.

image source

પણ તેમની પાસે માત્ર સોનું જ વધારે નથી પણ તેમની પાસે ચાંદી પણ કીલોમાં છે. તેમની પાસે 4.62 કીલોગ્રામ ચાંદી છે. જ્યારે તેમના પત્ની પાસે તેમના કરતાં પણ ડબલ એટલે કે 8.9 કી.ગ્રામ ચાંદી છે.

બપ્પી લહેરીને ગળામાં લોકેટ પહેરવા વધારે પસંદ છે તેમની પાસે ગણેશજીનું એક લોકેટ છે જે હંમેશા તેમના ગળામાં હોય છે. આ ઉપરાંત તેઓ મોટી મોટી ચેઇન અને જાડા બ્રેસ્લેટ પણ પહેરવાનું ખુબ પસંદ કરે છે.

image source

જો કે દરેક વ્યક્તિનો એક સોનેરી સમય હોય છે. બપ્પી દાનો પણ સોનેરી સમય પુરો થયો અને તેમનું સંગીતનું કામ ઘટી ગયું. તેમ છતાં તેમણે 2000ની સાલ સુધી કામ કર્યું. તેમણે ફિલ્મ ટેક્સી નંબર 9211 કે જેમાં નાના પાટેકર અને જોહ્ન અબ્રાહમ મુખ્ય અભિનેતા હતા તેમાં સુંદર મ્યુઝિક આપ્યું જેને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું ત્યાર બાદ તેમણે, ધ ડર્ટી પિક્ચર, હિમ્મતવાલા બદ્રીનાથ કી દુલ્હનિયા અને વ્હાઈ ચીટ ઇન્ડિયા જેવી ફિલ્મોમાં પણ સુંદર ગીતો આપ્યા.

હવે તમે અમને કમેન્ટ કરીને જણાવો કે તમને બપ્પી દાનું કયું ગીત સૌથી વધારે પ્રિય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ