ભારતીય વસ્ત્રો પહેરતી વખતે આ બાબતોનુ રાખો ખાસ ધ્યાન, નહિં તો મુકાશો મુશ્કેલીમાં

પરંપરાગત ભારતીય પોષાક પહેરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

image source

મોટા ભાગની સ્ત્રીઓએ ભારતીય વસ્ત્રોમાં અત્યંત સુંદર લાગતી હોય છે પછી તે ચણિયા ચોળી હોય, સાડી હોય કે પછી સલવાર સૂટ હોય કે પછી અનારકલી ડ્રેસ હોય. આ બધું જ એક ભારતીય નારીના વોર્ડરોબમાં હોય હોય અને હોય જ છે.

જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ભારતીય મહિલાઓ પોતાના પરંપરાગત પોષાક પહેરવાનો મેકો નથી ચૂકતી. પછી તે કોઈ પૂજા હોય, લગ્ન હોય કે પછી મંદીરે દર્શન કરવાનો અવસર હોય. પણ તેમ છતાં કેટલીક મહિલાઓ કેટલીક ભૂલ કરી બેસે છે જે તેમના સુંદર વસ્ત્રોને ઝાંખા પાડી દે છે.

 

image source

કંઈક એવું પહેરવું જે તમારા શરીરને જરા પણ સૂટ ન થતું હોય

તમારે હંમેશા તેવી જ સ્ટાઇલને પસંદ કરવી જોઈએ જે તમારા શરીરને પર્ફેક્ટ ફીટ બેસે. બની શકે કે કોઈ ફેશનનો ટ્રેન્ડ હોય પણ જો તે તમારા શરીર પર સારી ન જ લાગતી હોય તો તેને ટ્રાઈ ન કરવી જોઈએ. તેની જગ્યાએ તેવા આઉટફીટને પસંદ કરવું જોઈએ જે તમારા શરીરના આકારને સુદંર દેખાડે. જો તમારી કમરનો ભાગ ભારે હોય તો ફીટીંગવાળા વસ્ત્રોની જગ્યાએ કમરની નીચેથી ખુલતા વસ્ત્રો હોય તો તે પહેરવા જોઈએ.

image source

ફેશન ટ્રેન્ડ્સનું આંધળુ અનુકરણ કરવું

લેટેસ્ટ ટ્રેન્ડને ફોલો કરવું તે સારી બાબત છે, તમારા ફેવરીટ સ્ટાર્સને ફોલો કરવા તે પણ સારી બાબત છે પણ તે ખરેખર તમારા પર સારું લાગે છે કે નહીં તે તમારે નક્કી કરવાનું છે.

આપણે જોઈએ છે તે પ્રમાણે ફેશન શો કે પછી સિરિયલોમાં આવતી કે પછી ફીલ્મોમાંની એક્ટ્રેસીસ પોતાની જાતને અત્યંત ફીટ રાખતી હોય છે અને કેમેરાની લાઇટ્સ તેમજ લોકેશનના કારણે વસ્ત્રો તેમના પર સૂટ થતા હોય છે પણ તેનો અર્થ એ નથી થતો કે તે તમારા પણ તેટલા જ સારા લાગે. માટે તમારે તે અંતરને જાણીને જ ફેશનને ફોલો કરવી જોઈએ.

image source

વધારે પડતી ચમક ધમક બતાવવી

ભલે તમે બધાથી અલગ દેખાવા માગતા હોવ અને તેના કારણે તમે કંઈ વધારે પડતી જ ચમક વાપરી બેસો અને તમારા દેખાવને સાવ જ બગાડી દો તેના કરતાં ઓછી ચમક વાપરીને બધાથી અલગ દેખાવું વધારે યોગ્ય રહેશે.

image source

દેખાઈ તેવી સેફ્ટીપીનનો ઉપયોગ

હવે પહેલાં જેવું નથી રહ્યું હવે સુંદર આકર્ષક સેફ્ટીપીન બજારમાં ઉપલબ્ધ છે. સૌ પ્રથમ તો આપણે વસ્ત્રોમાં બને તેટલો સેફ્ટીપીનનો ઉપયોગ કરવો અને તે સીધી જ દેખાઈ જાય તેવું તો જરા પણ ન કરવું. તમારે તમારા વસ્ત્રોને ફૂલ કોન્ફીડન્સથી પહેરવાના છે.

image source

કોઈ પ્રસંગ માટે ખોટા આઉટફીટની પસંદગી

એ વાતનુ ખાસ ધ્યાન રાખો કે તમે યોગ્ય પ્રસંગે યોગ્ય જગ્યાએ યોગ્ય વસ્ત્રો પહેરો. જેમ કે કોઈ એનીવર્સરી પાર્ટીમાં તમે જઈ રહ્યા હોવ અને લો કટ બ્લાઉઝ પહેરો તો ઠીક છે પણ જો પૂજામાં જઈ રહ્યા હોવ તો આવો અખતરો જરા પણ ન કરવો.

image source

ફીટીંગ પર ખાસ ધ્યાન આપવું

ભારતીય પરિધાનમાં ફીટીંગ હોવું અત્યંત જરૂરી છે. જો તમારો બ્લાઉઝ, તમારો અનારકલી ડ્રેસ યોગ્ય ફીટીંગવાળા નહીં હોય તો ગમે તેટલા ભારે હશે ગમે તેટલા સુંદર હશે તે તમને સુંદર દેખાડવામાં જરા પણ મદદ નહીં કરી શકે. માટે કોઈ પણ વસ્ત્રો પહેરો ફીટીંગ યોગ્ય હોય તેની ખાસ કાળજી રાખો. વસ્ત્રો પહેરીને અરીસામાં તમારી જાતને જોઈ લો કે તે તમને બરાબર ફીટ થાય છે કે નહીં.

image source

ખોટું ફેબ્રીક પસંદ કરવું

આ ભૂલો લગભગ દરેક ભારતીય મહિલાઓએ એક વાર તો કરી જ હોય છે. જેમ કે સિઝન પ્રમાણે કાપડની પસંદગી નહીં કરીને અનકંફર્ટેબલ અનુભવવું.

દા.ત. ભર ઉનાળે વેલવેટ કે પછી સિલ્કના વસ્ત્રો પહેરવા કે પછી ભર શિયાળે પાતળી શિફોનની સાડી પહેરવી. કોઈ પણ પ્રસંગ હોય પણ વસ્ત્રો તો સિઝનને અનુરૂપ જ પહેરવા જોઈએ. આ ઉપરાંત કેટલાક ફેબ્રીક તમારા ફીગર પર યોગ્ય નથી લાગતા હોતા. તમારા શરીર તેમજ તમારા શેપને આકર્ષક દેખાડે તેવા ફેબ્રીકની પસંદગી કરવી જોઈએ.

આંતર વસ્ત્રો દેખાવા

image source

કોઈ પણ વસ્ત્રો પહેરો ગમે તેટલા મોટા ગળાનો બ્લાઉઝ પહેરો કે ગમે તેટલી નીચી કમરની ચણીયાચોળી પહેરો પણ તમારે તમારા આંતરવસ્ત્રોની ઝાંખી કરાવવી નહીં. આ એક અત્યંત ઓક્વોર્ડ સ્થિતિ છે. તેમ છતાં જો તમને તેવું કંઈ થવાનું જોખમ લાગતુ હોય તો ન્યૂડ રંગના અંડરગાર્મેન્ટ બેસ્ટ વિકલ્પ છે.

ચપ્પલ ને અવગણવા

image source

તમને જણાવી દઈએ કે તમારો લૂક ત્યારે પર્ફેક્ટ કહેવાશે જ્યારે તમે માથાથી પગ સુધી અપટુડેટ હશો. જો તમે કોઈ ભારતીય આઉટફીટ પહેરતા હોવ અને તેના પર વેસ્ટર્ન જૂતા પહેરશો તો તમારા લૂકને ધૂળધાણી કરી નાખશે માટે પોષાક પ્રમાણે જ શૂઝની પસંદગી કરો.

તો બસ આ ભૂલો કરવાની ટાળો અને કોન્ફીડન્ટલી લગ્નો, પાર્ટીઓ, પૂજા, ધાર્મિક પ્રસંગો અને તહેવારોમાં સુંદર મજાના તૈયાર થઈને લોકોની આંખો ચાર કરી દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !