તમારા શરીરમાં વિટામીન ડીની ઉણપ ચેક કરવા વાંચી લો એકવાર આ આર્ટિકલ

તમારા શરીરમાં વિટામીન ડીની કમી દર્શાવતા આ લક્ષણો ચેક કરી લો

image source

ભલે ભારતમાં ભરપૂર તડકો પડતો હોય અને વિટામીન ડીનો સ્રોત સૂર્યના કીરણો હોય તેમ છતાં વિટામીન ડી મેળવવું કંઈ તેટલું સરળ નથી. ખાસ કરીને શિયાળામાં આ ખોટ રહે જ છે. તેમ છતાં તમે તમારા ખોરાકમાં અને સપ્લીમેન્ટમાં કેટલાક પરિવર્તન લાવીને તમારી વિટામીન ડીની ખોટને પૂરી કરી શકો છો.

image source

આજે વિટામીન ડીની કમી એક ઝડપથી વધતી સામાન્ય સમસ્યા છે. જો તમે જાણવા માગતા હોવ કે તમારા શરીરમાં વિટામીન ડીની ઉણપ છે કે નહીં તો તેના માટે અમે અહીં કેટલાક લક્ષણો જણાવ્યા છે.

સોજા અને સાંધાનો દુઃખાવો

image source

સાંધાના દુઃખાવા માટે ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાંનું એક વિટામીન ડીની ઉણપ પણ હોઈ શકે છે. લોહીમાં વિટામીન ડીનું નીચું પ્રમાણ સોજા લાવી શકે છે, દુઃખાવો પણ ઉભો કરી શકે છે. માટે જો તમને તમારા સાંધાના દુઃખાવા પાછળ બીજું કોઈ કારણ જવાબદાર ન જણાતું હોય તો તમે વિટામીન ડીના નીચા આવેલા સ્તરને તે માટે જવાબદાર ગણી શકો છો.

ઉંઘવામાં તકલીફ પડવી

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે વિટામીન ડીનું શરીરમાં નીચું સ્તર રહેવાથી તમારી આંખો બંધ થવાની ગુણવત્તા અને પ્રમાણમાં ફરક પડી શકે છે. અને માટે તમારા શરીરને ઉંઘથી જે જરૂરી આરામ મળવો જોઈએ તે નથી મળી શકતો. એક સંશોધનમાં મેળવવામાં આવેલા તારણ પ્રમાણે વિટામીન ડીની ઉણપ સાથે સ્લિપિંગ ડીસઓર્ડરનું ઉચ્ચ જોખમ જોડાયેલું છે.

ન્યૂમોનિયા

image source

અહીં સામાન્ય શરદીની વાત નથી થઈ રહી પણ જો તમને ન્યુમોનિયા રહેતો હોય તો તેનો સંબંધ વિટામીન ડીની ઉણપ સાથે રહેલો છે. જે વ્યક્તિમાં વિટામીન ડીની કમી હોય છે તેને સામાન્ય વ્યક્તિ કરતાં ન્યૂમોનિયાનાનું જોખમ વધારે રહેલું હોય છે.

અવસાદ – નિરાશા (ડીપ્રેશન)

image source

શિયાળામાં સૂરજ હળવો હોવાથી એમ પણ તમારામાં વિટામીન ડીની કમી રહે છે જે તમારા મૂડ માટે પણ સારું નથી હોતું. વિટામીન ડીની ઉણપ હોવાથી વ્યક્તિને અવસાદની ફીલીંગ થાય છે. તમને જણાવી દઈએ કે વિટામીન ડી તમારા મૂડને સૂધારવામાં મદદ કરે છે. આ વાત સંશોધન દ્વારા સાબિત થઈ ચૂકી છે.

નિયમિત રીતે બીમાર પડવું

image source

શું તમે વારંવાર બીમાર પડો છો ? તો બની શકે કે તમારામાં વિટામીન ડીની ખોટ છે. એક અભ્યાસ પ્રમાણે વિટામીન ડીનો તમારી ઇમ્યુન સિસ્ટમ સાથે સીધો જ સંબંધ છે. શરીરમાં વિટામીન ડીની ખોટ હોવાથી તમને વાયરસ તેમજ ઇન્ફેક્શન સરળતાથી લાગે છે.

વાળ ખરવા

image source

તમારી ઉંમર વધે તેમ તેમ તમારા વાળ ખરવાનું પ્રમાણ પણ વધવા લાગે છે, ખાસ કરીને પુરુષોમાં, પણ સ્ત્રીઓના વાળ ખરવા પાછળ બીજા કારણો પણ જવાબદાર હોઈ શકે છે જેમાંનું એક છે વિટામીન ડીની ઉણપ. એક અભ્યાસ પ્રમાણે જે સ્ત્રીઓના વાળ ખરવાનું પ્રમાણ વધારે હોય તેમનામાં વિટામીન ડીની ખોટ રહેલી હોઈ શકે છે.

અંધારા-ચક્કર આવવા

image source

જ્યારે તમને અવારનવાર અંધારા આવતા હોય અથવા તો ચક્કર આવતા હોય તો બની શકે કે તમારા લોહીમાં વિટામીન ડીનું પ્રમાણ ઓછું હોય. એક અભ્યાસ પ્રમાણે પુરતા પ્રમાણમાં શરીરને વિટામીન ડીનું પ્રમાણ ન મળતા આ સમસ્યા ઉભી થઈ શકે છે અને જ્યાં સુધી વિટામીનનું સ્તર ન વધે ત્યાં સુધી આ સમસ્યા ચાલુ જ રહે છે.

વધારે પડતો પરસેવો

image source

ઘણા બધા સંજોગોમાં જેમ કે વધારે પડતો શારીરિક શ્રમ, શારીરિક વ્યાયામ વિગેરેથી તમને કુદરતી રીતે જ સામાન્ય કરતાં વધારે પરસેવો છૂટતો હોય છે, પણ તેવું કંઈ ન હોય અને તમને વધારે પરસેવો વળતો હોય તો તે એક ગંભીર બાબત તરફ ઇશારો કરતું હોઈ શકે છે. જો તમે સામાન્ય પ્રવૃત્તિ કરતા હોવ અને તમારા શરીરનુ તાપમાન સામાન્ય હોય અને બહારનું વાતાવરણ પણ સામાન્ય હોય અને તેમ છતાં તમને વધારે પરસેવો વળતો હોય તો તે વિટામીન ડીની ઉણપ દર્શાવે છે.

ઘા રુઝાવામાં સમય લાગવો

image source

જે લોકોને ઘા રુઝાવામાં વાર લાગતી હોય તેમનામાં વિટામીન ડીની કમી હોઈ શકે છે. એક સંશોધન પ્રમાણે કોઈ પણ સર્જરી કરાવ્યા બાદ શરીરમાં વિટામીન ડીનું સ્તર જળવાઈ રહેવું અત્યંત જરૂરી છે કારણ કે તેના પર સર્જરીના ઘા તેમજ ટાંકા રુઝાવાનો આધાર રહેલો હોય છે.

સુસ્તી રહ્યા કરવી – વારંવાર થાક લાગવો

image source

વારંવાર થાક લાગવો તેના પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે, વધારે પડતું કામ કરવું, આખો દિવસ કોઈને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું, શરીરને આરામ ન મળવો. આ બધું તો આપણા કાબુમાં નથી હોતું પણ કેટલાક કારણો આપણે દૂર કરી શકીએ છે જેમાંની એક છે વિટામીન ડીની ઉણપ. શરીરમાં વિટામીન ડીની ખોટ રહેવાથી તમને સુસ્તી તેમજ થાક લાગ્યા કરે છે.

મેદસ્વીતા

image source

જો તમે તમારી ઉંમર અને ઉંચાઈના પ્રમાણમાં વધારે પડતા મેદસ્વી હોવ તો તમારે તમારું વિટામીન ડીનું સ્તર તપાસી લેવું જોઈ. એકસંશોધનનમાં જાણવા મળ્યા મુજબ મેદસ્વી લોકોમાં 35 ટકા શક્યતા રહેલી હોય ચે કે તેમનામાં વિટામીન ડીની ઉણપ હોય.

સ્નાયુઓમાં નબળાઈ અનુભવવી

image source

જો તમને એવું લાગતું હોય કે તમારા સ્નાયુઓ નબળા પડ્યા છે અથવા તો સામાન્ય કરતાં વધારે દુઃખતા હોય તો એવી ઉચ્ચ શક્યતા છે કે તમારા લોહીમાં વિટામીન ડીની ઉણપ છે.

કમરનો દુઃખાવો રહ્યા કરવો

image source

સામાન્ય રીતે આપણને બધાને આપણી લાઇફસ્ટાઇલના કારણે કમરમાં જીણો દુઃખાવો ક્યારેક ક્યારેક થતો હોય છે. તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. પણ જો તમને આ દુઃખાવો સતત રહ્યા કરતો હોય તો તમારામાં વિટામીન ડીની ઉણપ હોવાની શક્યતા છે.

પાચનની સમસ્યા

image source

પાચનની સમસ્યાથી તમારા શરીરને બીજી ઘણી બધી તકલીફો થતી હોય ચે જેમ કે અતિસાર, પેટનો દુખાવો, થાક વિગેરે. તો તેવા માટે શરીરમાં વિટામીન ડીની ઉણપ જવાબદાર હોઈ શકે છે માટે તમારે વિટામીન ડીના સ્તરને શરીરમાં સંતુલીત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

હાડકામાં દુઃખાવો થવો

image source

એક અભ્યાસ પ્રમામે તમારા હાડકામાં દુઃખાવો થાય અથવા તેમાં નબળાઈ અનુભવાતી હોય તો તેની પાછળ વિટામીન ડીની ઉણપ જવાબદાર છે.

યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન

image source

જો તમને વારંવાર યુરીનરી ટ્રેકમાં ઇન્ફેક્શન રહ્યા કરતુ હોય તો સામાન્ય રીતે તેની પાછળ બેક્ટેરિયા જવાબદાર હોય છે. પણ જો તમને ખ્યાલ હોય કે તમારામાં ડી વિટામીનની ઉણપ છે તો એ પણ જાણી લેવું કે તે પણ યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન માટે જવાબદાર હોઈ શકે છે.

સ્તંભન દોષ

image source

સ્તંભન દોષ પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે જેમ કે વધારે પડતો દારૂ પીવો, મદ્યપાન કરવું, બ્લડ પ્રેશર ઉંચુ રહેવું, ડાયાબીટીસ હોવો વિગેરે. પણ એક અભ્યાસ પ્રમાણે વિટામીન ડી પણ આ દોષ માટે જવાબદાર હોઈ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું કે જે પુરુષોમાં વિટામીન ડીની કમી હોય છે તેમનામાં 32 ટકા શક્યતા રહેલી છે સ્તંભન દોષની.

માસિક દરમિયાન ઉદ્ભવતા લક્ષણો પાછળ વિટામીન ડીની ઉણપ જવાબદાર હોઈ શકે છે

image source

માસિક દરમિયાન સામાન્ય રીતે બધી જ સ્ત્રીઓને પીડા થતી હોય છે અને સાથે સાથે તેમના મિજાજ પણ બદલાતો હોય છે, તેમને વિવિધ ખોરાકની તલપ લાગે છે તેમજ સ્તન પણ સુંવાળા થઈ જતા હોય છે – તો તેના માટે વિટામીન ડીની ઉણપ જવાબદાર હોઈ શકે છે.

સતત આવતી ખજવાળ

image source

જો તમને શરીરે સતત ખજવાળ આવતી હોય અને તમારી ત્વચા લાલ થઈ જતી હોય તો તમારે તમારા શરીરમાંના વિટામીન ડીના સ્તરની તપાસ કરાવવી જોઈએ. એક અભ્યાસ પ્રમણે જે લોકોમાં વિટામીન ડીનું પ્રમાણ ઓછું હોય છે તેમનામાં ત્વચાને લગતી સમસ્યાઓ વધારે જોવા મળે છે.

ઉપર તમે જોયું તે પ્રમાણે શરીરમાં વિટામીન ડીની ઉણપ હોય તો ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે અને જો તમે શરીરમાં વિટામીન ડીના સ્તરને સંતુલીત રીતે જાળવી રાખો તો તમને ગંભીરથી લઈને સામાન્ય સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !