ઍવોડ.. મારી માં ને – ખરેખર આટલી તકલીફો પછી એ માતા એવોર્ડની હકદાર છે…લાગણીસભર વાર્તા…

સાહેબ ઉભા રહો….આ એવોર્ડ મને નહી મારી માં ને આપો. જેવું સુધા બેનનું નામ એનાઉસ થયું એક સારા નિષ્ઠાવાન કર્મચારી તરિકે અને સુધા બેન સ્ટેજ પર પોતાની માં ને લઇ ગયા અને એ એવોર્ડ એમની માતા ને અપાવ્યો…માં ને કાંઈ સમજ ના પડી આ દીકરી મને કેમ અપાવે છે..અને ત્યાંજ સુધા બેન બોલ્યા કે મારા વાહલા ભાઈ ઓ અને બેનો ગુરુ જનો તમને મારા પ્રણામ…આજે હું તમને એક વાત કહું છું જે મારે વર્ષો થી મારી માં ને કહેવાની હતી અને મને આજે આ રૂડો અવસર મળ્યો છે મારી માં વીશે બોલવાનો.


મારી માં અભણ અને અંગુઠા છાપ મારો જન્મ ગામડે થયો ત્યારે મારી બાની ઉંમર 20 વર્ષ અને મારો જન્મ 70 ની સાલમાં થયો ત્યારે ગામડાં માં ભણવાની સુવિધા નોતી અમારા ગામમાં તો નોતીજ ગામથી 2 કિલોમીટર દૂર જવાનું મારા પપ્પા અને મારા કાકા ગામથી દૂર જાય અને ભણ્યા અને મારા પપ્પા ને તે જમાના માં મેટ્રીક પાસ એટલે સરકારી નોકરી મળી અને મારા પપ્પા ગામથી શહેરમાં આવ્યા પણ અમને ગામડે રાખતાએ જમાનામાં કુટુંબ માં બધા ભેગા રેહતા એટલે મારા પપ્પા એકલા બહાર રેહતા અને હું અને મમ્મી ગામડે જેવી મારી ઉમર 5 વર્ષ ની થઇ એટલે મારી મમ્મી એ મારા પપ્પા ને કહ્યું આ છોકરી ને ભણાવાની નથી એને મારી જેમ અભણ રાખવાની છે.

મારા પપ્પા નું કઈ બા દાદા આગળ ચાલે નહી એટલે મને અને મમ્મી ને ના લઇ ગયા પણ મારા મમ્મી જેવી મારી ઉમર 6 વર્ષ થઈ એટલે તરતજ કોઈને પૂછ્યા વગર એક દિવસ મને અને મારા નાના ભાઈને લઇ મારા પપ્પા પાસે આવી ગઇ મારા પપ્પા એને ખુબ લડ્યા પણ મારી મમ્મી એકજ વાક્ય બોલતી હું મારી દીકરી ને ભણાવાની છે એટલાં માટે આવી છું હું મારી દીકરી ને અભણ નહિ રેહવા દવ અને મને બીજા દિવસે 1લા ધોરણમાં મૂકી.


મારુ સ્કૂલમાં જવાનું ચાલુ થયું અને મારી મમ્મી મને સ્કૂલમાં મુકવા આવતી સાહેબ ભલે હું નાની હતી પણ મને સ્કૂલમાં જતી જોઈ એને જે આંનદ થતો તે હું .. જોતી હતી અને ત્યાર પછી મારા ભાઈને સ્કૂલમાં મુક્યો મારો ભાઈ બાલવાળી માં આવતો અને હું 2 માં સાહેબ મારા પપ્પા ના કુટુંબ ને બીજો દીકરો જોઈતો હતો એટલે મારા પપ્પા એવું પણ ના કહી શકે કે મારે આ બે બાળકો બવ છે એ જમાના માં માં બાપ સામે બોલવું એટલે મર્યાદા મો ભંગ કર્યો બરાબર કહેવાય અને બીજા છોકરા ની રાહમાં ને રાહમાં મારી મમ્મીને બીજી 3 દીકરી થઇ અમે ચાર બહેનો અને એક ભાઈ પણ મારી મમ્મી એ એ જમાના માં પણ અમને 5 જણને પણ ખાનગી શાળામાં ભણાવ્યા પછી મારા પપ્પા ની બદલી વડોદરા શહેર માં થઇ.


મારા પપ્પા ના મિત્રો પણ સારા તેમણે એકજ સલાહ પપ્પાને આપી તું .. દીકરી ઓ ને ભણાવ અને પછી મારા પપ્પા એ અમને બધા ને જેમાં ભણવું હોય તેમાં ભણાવ્યા અમે બધા ભાઈ બહેન ખુબ સારી મહેનત કરી ભણ્યા અને મારા પપ્પા અમારું પરીણામ જોઈ ખુશ થતા અને જયારે મારી ઉમર 18 વર્ષ ની થઇ ત્યારે વડોદરાન કોર્પોરેશન માં જાહેરાત આવી ફિલ્ડ વર્કર ની અને મૈ ફ્રોમ ભર્યું અને મારો નંબર લાગ્યો મેં 2 વર્ષ તાલીમ કરી અને પછી અહી નોકરી માં લાગેલી આજે 30 વર્ષ ની નોકરી થશે આજે મારી બધી બેનો સરકારી નોકરી માં છે અને સારી પોસ્ટ ઉપર છે.

મારા ગામમાં અમે 4 બેનો નોકરી કરતી હોવાથી મારા પપ્પા નું નામ ગર્વ થી લેવાય છે હું આજે જે કઈ પણ છુ એ મારી માં ના લીધે છુ જો એને હિંમત ના કરી હોત તો આજે હું આ સ્ટેજ પર ના હોત એક અભણ માં પોતાની ચાર દીકરી ઓને નોકરી કરતી કરે તો સાહેબ…ઍવોડ ને પાત્ર તો એજ હોય ને સાહેબ!! દીકરી બચાવો!! દીકરી ભણાવો!!!! એ સૂત્ર મારી માએ 40 વર્ષ પહેલાથી જ યાદ રાખ્યું હશે અને એટલે જ અમને આ સ્ટેજ ઉપર એને લાવી દીધા …


સાહેબ આજે અમે 4 બહેનો બધા ના ઘર ગાડી બંગલા અને બધાને ત્યાં બે બે દીકરીઓ પણ અમે અમારી માં ની હિંમત જોઈ..અમને અંમારી દીકરી ને ભણાવાની પ્રેરણા મળે છે …આજે મને ખુબ ગર્વ છે મારી માં ઉપર..એણે મને ભણાવી અને મેં મારી દીકરીને અને આજે મારી દીકરી વિદેશ માં છે અને એનો ગર્વ મારી માં ને વધુ છે અને જ્યાં જાય ત્યાં બધાને કહે મારી સુધાની દીકરી ગઈ ફોરેન.. ભણવા ગઈ છે તમને ખબર છે??? અને સામે વાળા કહે અરે વાહ બવ સરસ અને મારી મમ્મી ખુશ થઇ જતી…


સાહેબ આવા 100 ઍવોડ મારી માને આપું તોપણ ઓછા પડે એને આપેલું બલિદાન એને વેઠેલી યાતના ઓ એ જમાના માં ચાર દીકરી નું હોવું લોકોના મેના ટોના સાંભળી ચાર દીકરીને ભાણાવવી નોકરીયો કરતી કરવી…એ બધું મારી માંજ કરી શકે… અને એટલે આ એવોર્ડ એને આપો … આ સન્માન ને પાત્ર ફક્ત મારી માંજ છેઃ. તમે મને ઍવોડ આપો છો મારી 30 વર્ષ ની સારી કામગીરીનો .. પણ મારી.માં એ.તો કોઈ ઍવોડ ની અપેક્ષા વગર અમારી કારદીકી ઉજ્જ્વળ કરી છે.તારો. ખુબ ખુબ આભાર માં 41 વર્ષ પેહલા મને પહેલામાં મુકવા બદલ….. આજે આ એવોર્ડ સભારમા હું એટલે મારી માં ને લાવી છું કે બધાની સામે હું એનો આભાર માની શકું ……. અને એક અભણ માં ભણાવલે દિકરીનું સન્માન જોઈ શકે જે એના માદયમ થી મને મળ્યું છે…આભાર

લેખક : નયના નરેશ પટેલ..

દરરોજ આવી અનેક નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.