મારી દીકરી સમજદાર થઇ ગઈ – તમારી દિકરી પણ નટખટ અને મસ્તી કરતી છે તો એને કરી લેવા દેજો મનફાવે એ…

“મારી દીકરી સમજદાર થઇ ગઈ”

હાય.. મોમ..હાવ આર યુ???? આજે જમવામાં શું બનાવ્યું છે???ચાલ જલ્દી આપ મને બવ ભૂખ લાગી છે પેટમાં બિલાડો બોલો છે અને ત્યાંજ સીમા બેન ગુસ્સો કરે છે પીયુડી તું થોડી ઠરી ઠામ થા તારા બાપે તને બવ માથે ચડાવી છે છોકરી છોકરી કરીને!!!!!

યાર મોમ તને પ્રોબ્લેમ શું છે મારાથી??? બેટા મને તારાથી કોઈ પ્રોબ્લેમ નથી તું મારા કાળજાનો કટકો છે પણ બેટા હવે તું 24 ની થઇ હવે તારા માગા આવશે અને તું આવી અલ્લડ રહીસ તો તારી સાથે કોણ લગ્ન કરશે અને ઠરી ઠામ નહી થાય તો ઘર સંસાર કેમનો ચાલશે બેટા આપણા ઘરમાં તું જેટલી મસ્તી કરે જેવું મન ફાવે તેવું રહે પણ સામેના ઘરે તો સાસરીમાં તારે સમજદાર બનીનેજ રેહવું પડશે અને ત્યાંજ સમીર ભાઈ ઓફિસ થી ઘરે આવે છે અને પિયુ દોડીને પપ્પા ને વળગી પડે છે અને કહે છે પપ્પા કહી દો મમ્મી ને હું આ ઘર છોડી ક્યાં જવાની નથી હું અને ભાઈ અહીંજ તમારી પાસેજ રહેવાના છે ભાઈ જો આ ઘરમાં રહે તો હું કેમ નહીં અને સમીર ભાઈ પિયુ ના માથે હાથ ફેરવે છે અને કહે છે બેટા તારે ક્યાં નથી જવાનું આ ઘર તારું પણ છે અને પિયુ સીમા બેન સામે જોઈ કહે છે

જોયું મોમ” થેટ્સ લાઈક માય ડેડ” અને પિયુ એના રૂમમાં જતી રહે છે.અને થોડીક જ વારમાં કુંજ પણ કોલેજ થી આવી જાય છે અને બધા સાથે મળી ડીનર કરે છે આ રોજનો નિયમ ચારે જણ સાથે જમે અને અલક મલક ની વાતો કરે પણ આજે સીમા બેનને કોઈ વાત કે મજાક નો મૂડ ન હતો અને બધા જમી જમી પોત પોતાના રૂમ માં જતા રહે છે.

અને સીમા બેન સમીર ને કહે છે સમીર આપણે હવે પિયુ બાબતે થોડા ગંભીર બની વાત કરીયે અને એના લગ્ન વિષે વિચારવું જોઈએ અને ત્યાંજ સમીર ભાઈ પુરાની યાદો વાગોળે છે લગ્નના 3 વર્ષ પછી પિયુ આવી મારા ઘર માં જાણે રોનક લાવી અને એના આવવા થી મને ઉચ્ચ હોદ્દા ની નોકરી મળી અને પિયુ ખરેખર મારા ઘરની લક્ષમી પુરવાર થઇ અને એ સાત વર્ષ ની થઇ ત્યાં કુંજ આવ્યો મારો પરિવાર પૂર્ણ થયો.

મેં મારી પીયુને લાડકોડ માં ઉછેરી એનો પડતો બોલ ઝીલ્યો એને જે ગમતું એ કરાવ્યું અને કુંજ પણ મારો ડાહ્યો દીકરો સાબિત થયો આજે પિયુ એન્જિનિયર થઇ ગઈ અને કુંજ હંજી કોલેજ ના છેલ્લા વર્ષમાં છે આટલા બધા વર્ષો કેમના જતા રહ્યા ખબરજ ના પડી ઘરમાં પીયુનિ જ મસ્તી અને ધમાલ અને એનોજ અવાજ પિયુ હોય એટલે જાણે ઘરમાં રોનક વસ્તી વસ્તી લાગે પિયુ જો થોડો વખત બહાર જાય તો ઘર સુનું સુનું લાગે અને ત્યાંજ સીમા બેન ફરી સમીર ભાઈને ટકોર કરે છે “સમીર તને પૂછું છું તું શું વિચારે છે

સમીર ભાઈ એકદમ યાદોમાંથી બહાર આવે છે અને કહે છે “સીમા પિયુ એવડી મોટી થઇ ગઈ” અને સીમા બેન કહે છે હા સમીર હા!! આપણે તેના લગ્ન તો કરવાજ પડે મોટી થતી છોકરી ક્યાં સુધી ઘરમાં રાખી શું ??? અને સમીર કહે છે સારું તું સુઈજા ચિંતા ના કર બધું સારું જ થશે પણ પીયુની ચિંતા સીમાં ને ઊંઘવા નથી દેતી પણ એ પડખા ફેરવે છે અને વિચારે છે શું થશે મારી દીકરી નું કેવો છોકરો મળશે મારી પિયુ આવી જ ચંચળ અને ઊડતી તીતલી જેવી રહેશે ખરી ????

અને થોડાક વખત માં પિયુ ની વાતો આવવા માંડે છે અને આખરે પિયુ ને એક છોકરો પસંદ આવે છે અને સીમા બેનને હાશ થાય છે છોકરો એન્જિનિયર સારો પગારદાર ઘર પણ સારું અને એના સાસુ સસરા પણ સારા છે એકનો એક દીકરો છે પિયુ ને વિરાજ ગમે છે એકબીજા ને પસંદ કરે છે વિરાજ ધીર ગંભીર અને શાંત પ્રકૃતિ નો છે અને પિયુ મસ્તી ખોર બોલકી છે


અને પીયુના લગ્ન લેવાય છે જે છોકરી પપ્પા નું ઘર છોડવા તૈયાર ન હતી તે લગ્ન માટે કેવીરીતે તૈયાર થઇ ગઈ??? અને સમીર ભાઈ પિયુ ઘરમાંથી જતી રહેશે એ વાત થી જાણે પોતાનું એક અંગ પેરાલિસિસ થઇ ગયું હોય તેવું એમને લાગે છે અને એટલા માંજ પિયુ પપ્પા પાસે આવે છે અને એમને થોડા ગંભીર જોઈ હસી મજાક કરે છે “કેવું ડેડ હવે તો હું જઈશ એટલે મોમ ને શાંતિ થશે” અને ત્યાંજ સીમા બેન આવે છે અને કહે બેટા તારું જવું એ અમારે માટે કાળજા પર પથ્થર મુકવા જેટલું અઘરું છે બેટા !!!પણ તારું ઘર વસેલું જોઈ જે આંનદ થશે તેવો આંનદ બીજા કશામાં ના થાય દીકરી સુખી તો માં બાપ સુખી બેટા માં બાપ તો દીકરા દીકરી ના સુખે સુખી અને દીકરા દીકરીના દુખે દુઃખી થતા હોય છે અમારે મન તો તમે સુખી રહો એટલે બસ બીજું શું જોઈએ .

અને ત્યાંજ પિયુ કહે છે મોમ હું તારી વેદનાને સમજુ છુ મોમ તું સમજે એટલી હું નાદાન નથી મને પણ ખબર છે મોમ કે મારે એક દિવસ લગ્ન કરી અહીંથી જવાનું છે પણ મોમ હું જ્યાં સુધી અહીં છું ત્યાં સુધી હું મુક્ત હાસ્ય કરવા માંગુ છું તીતલીની જેમ ઉડવા માંગુ છું મોમ મને ખબર છે કે લગ્ન પછી છોકરી છોકરી નથી રેહતી એ કોઈની પત્ની ને કોઈના ઘરની વહુ બને છે અને એટલેજ મોમ એને માટે મોટેથી હસવું એપણ મર્યાદા વગરનું ગણવામાં આવે છે તું ચિંતા ના કર મોમ હું તારી દીકરી છું !!!!! તને કોઈ ફરિયાદ નહી આવે અને પિયુ એના રૂમ માં જતી રહે છે પણ સમીર ભાઈ ની આંખ માંથી આશું આવી જાય છે અને કહે છે જોયું સીમા મારી દીકરી કેટલી સમજદાર થઇ ગઈ.

પીયુના લગ્ન થઇ જાય છે અને પિયુ સાસરી માં સુખ રૂપ રહે છે વિરાજ એનું ખુબ ધ્યાન રાખે છે ઘરમાં બધા સારા છે એના સાસુ કહે છે પિયુ બેટા તું આવી તો મારી સાથે કોઈ વાત કરવા વાળું આવ્યું નહિ તો વિરાજ અને એના પપ્પા તો કામ વગર વાત પણ વઘારે નથી કરતા તારે તો તારી મમ્મી ને તું હતી વાતો કરવા મારે તો દીકરી પણ નહી કોની સાથે વાત કરું અને પિયુ ની આંખ માંથી આશું આવી જાય છે કે હવે તો “મારી મોમ એકલી પડી ગઈ કોની સાથે વાતો કરશે”

અને ત્યાંજ સીમા બેનનો ફોન આવે છે બેટા તારી તબિયત કેમ છે??મજામાં છેને??પિયુ બવ વખત થયો બેટા તને જોયે તારી સાથે વાત કરે બેટા આવને થોડા દિવસ રેહવા ઘરે અને ત્યાંજ પિયુ કહે છે મોમ હવે મારાથી તમારે ત્યાં રહેવા ના અવાય અહીં વિરાજ એકલા થઇ જાય અને મારા સાસુ પણ એકલા થઇ જાય વિરાજને રજા હશે ત્યારે એમની સાથે આવીશ અને સાંજે પાછી આવી જઈશ હવે રોકાવની વાત ના કરતી મારે પણ મારો ઘર સંસાર ચલાવાનો છે.

અને સીમા બેન ફોન મુક્તાજ વિચારે છે આ એજ અલ્લડ છોકરી છે જેના તોફાન મસ્તી થી મારુ ઘર ગુંજી ઉઠતું અને આટલી ગંભીર અને સમજદાર બની ગઇ… શું કુદરતે એવું વરદાન આપ્યું છે દિકરીયોને કે પારકે ઘરે જાવ એટલે સમજદાર બની જાય કે પછી જવાબદારી તેમને સમજદાર બનાવી દે છે.

તમારા ઘરે દીકરી જ્યાં સુધી રહે ત્યાં સુધી એને ખુબ પ્રેમ કરો દીકરિયો બધી સમજદાર જ હોય છે એટલે તો એ માં બાપ ને ત્યાં જ લાડ કરે છે એને ખબર છે કે અહીંજ મારી જીદ પુરી થશે બાકી સાસરી મા તો એ બધું એડજસ્ટ કર્તાજ શીખી જાય છે જે પોતાના ઘરે હતું એવું સાસરીમાં ના મળે તોપણ એ બધું ચાલવી લેછે..એટલેજ તો દિકરીયો વધારે સમજદાર હોય છે પોતે દુઃખી હોય તો પણ માં બાપ આગળ તો હસતી હસતી જશે કારણ એ પોતાના માં બાપને પોતાનું દુઃખ બતાવી દુઃખી જોવા નથી માંગતી એ સાસરીમાં હોય તો પણ એને એના માં બાપની ચિંતા હોય છે .એટલે તો દીકરીઓ ને સમજદાર અને લાગણી શીલ કહી છે.

લેખક : નયના નરેશ પટેલ.

આપને પણ જો આપની બહેન અને દીકરીની યાદ આવી હોય તો એમને ફોન કરીને વાત કરી લો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ