ઐસા ભી હોતા હૈ ક્યા: મંદિરમાં ચોરી કરીને ત્યાં જ સૂઈ ગયો ચોર, સવારે પોલીસે જગાડ્યો તો કહ્યું….

મધ્યપ્રદેશની રમૂજ પમાડે તેવી ઘટના! મંદિરમાં ચોરી કરીને ત્યાંજ ઊંઘી ગયો ચોર

ત્રિશૂળની મદદથી મંદિરનું લોક તોડી નાંખ્યું અને રૂમમાં રાખેલી બધી ચીજોને કોથળીમાં બાંધી દીધી, ત્યારબાદ તે સૂઈ ગયો.ચોરીના ઇરાદે મંદિરમાં પ્રવેશનાર બદમાશ મંદિરમાં રાખેલી સામગ્રીને બેગમાં બાંધીને ત્યાં જ સૂઈ ગયો હતો. સવારે પોલીસે જ્યારે તેને ઉઠાડયો ત્યારે બદમાશ કહેવા લાગ્યો કે હાલમાં ખૂબ જ ઠંડી છે, મહેરબાની કરીને મને સૂવા દો.

image source

આમ મંદિરમાં ચોરી થતાં અટકી ગઈ હતી જો કે માતાજીના સેવાદારો કહે છે કે મંદિરમાં ચોરી નથી થઈ તે માતાજીનો ચમત્કાર છે, આ ઘટના મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાની છે.શાજાપુરના લાલબાઈ ફુલબાઈ મંદિરમાં એક ચોરે રાત્રે ચોરીનો પ્રયાસ કર્યો હતો. ચોરે મંદિર ના સેવાદારના ઓરડામાં રાખેલા ત્રિશૂળની મદદથી લોકને તોડી નાખ્યા અને રૂમમાં રાખેલી બધી ચીજોને કોથળીમાં બાંધી દીધી, ત્યારબાદ તે સૂઈ ગયો.

સેવાદારોએ 100 ડાયલ કરીને પોલીસને બોલાવી

image source

સવારે મંદિર ના સેવકો મંદિરમાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે મંદિરમાં ત્રિશૂળ નથી અને નજીકના ઓરડાના તાળા તૂટેલા છે અને દરવાજો અંદરથી બંધ છે ત્યારે આ અંગે તેમણે 100 ડાયલ કરીને પોલીસને માહિતી આપી. સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સેવાદારના ઓરડાની અંદરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બદમાશે દરવાજો ખોલ્યો ન હતો. આ પછી પોલીસે દરવાજો તોડી પાડ્યો હતો.

image source

પોલીસે સેવાદારના રૂમમાં પહોંચતાં જ જોયું કે એક વ્યક્તિ પલંગ પર સૂઈ ગઈ હતી. પોલીસે તેને જ્યારે ઉઠાડયો ત્યારે તેણે કહ્યું કે શરદી ઘણી વધારે છે મને સૂવા દો પોલીસ ના કહેવા મુજબ આ વ્યક્તિ મંદિરમાં ચોરી કરવાના ઇરાદે ભરાયો હતો, પરંતુ ઠંડીને કારણે ત્યાં તેની ઊંઘ શરૂ થઈ ગઈ. પોલીસનું માનવું છે કે ઉપરોક્ત યુવક માનસિક રીતે વિક્ષિપ્ત થયેલ છે, તેથી પોલીસે પુછપરછ બાદ આ યુવકને મુકત કરી દીધો હતો.

સેવાદારો કહે, મંદિર તેના ચમત્કારો માટે જાણીતું છે

image source

મંદિરના સેવાદારોએ કહ્યું હતું કે શાજાપુર શહેરના સૌથી પ્રાચીન મંદિરોમાંના એક લાલબાઈ ફુલબાઈ મંદિર , તેના ચમત્કારો માટે જાણીતું છે. મંદિરના કારભારી મોહિત રાઠોડનું કહેવું છે કે આ પહેલા પણ મંદિરને ચોરી કરવાના અનેક પ્રયાસો થયા હતા, પરંતુ બદમાશો ક્યારેય મંદિરમાંથી ચોરી કરવામાં સફળ થયા નહોતા. ભૂતકાળમાં, એક બદમાશે મંદિરમાંથી તલવારો અને ઈંટની ચોરી કરી હતી, જે ઘટનાના 2 દિવસ પછી મંદિર પરિસરમાં મળી હતી.

આવી જ રીતે ગઈ કાલે રાત્રે મંદિરમાં વધુ એક વાર ચોરીની ઘટના બનતાઓ બનતા રહી ગઈ હતી, અહીં આ ચોર ચોરીના ઇરાદે મંદિરની બધી વસ્તુઓ બેગમાં ભરી દીધી હતી, પરંતુ આ ચમત્કાર છે કે તે ચોર ઊંઘી ગયો જેના કારણે તે ચોરીના પ્રયાસમાં નિષ્ફળ ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ