Appleના આ હેડફોન છે સૌથી મોંઘા, લોકોએ એવી મજાક કરી કે જે વાંચીને તમે પણ હસી પડશો ખડખડાટ

મિત્રો, આ એપલ કંપની હાલ તેનો અત્યાર સુધી નો સૌથી મોંઘો હેડફોન લોન્ચ કરી દીધો છે. એપલ કંપનીએ એપલ એરપોડસ મેક્સની સાથે હેડફોન સેગમેન્ટમા એન્ટ્રી કરી છે. આ કંપનીએ આ એરપોડ મેક્સ ની કિંમત ૫૯,૯૦૦ રૂપિયામા બહાર પાડ્યો છે. એપલ કંપનીનુ આ સૌથી મોંઘુ હેડફોન તમને પાંચ કલરમા મળી રહેશે જેમા સ્પેશ ગ્રે , સિલ્વર , સ્કાઇ બ્લુ , ગ્રીન અને પિંક છે. આ હેડફોન નુ પ્રી-બુકિંગ અમેરિકા સહિત ૨૫ દેશોમા હાલ શરુ થઇ ચુક્યો છે.

image source

હવે જો આપણે આ મોંઘા હેડફોન ના ફિચર્સ વિશે વાત કરીએ તો તેમા એડેપ્ટિવ ઇક્યુ સહિત એક્ટિવ ન્વાઇઝ કેન્સિલેશન ફિચર આપવામા આવ્યુ છે. આ સાથે જ તેમા એચ વન ચિપસેટનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ હેડફોનમા સ્પૈટિયલ ઓડિયો , ટ્રાન્સપરન્સી મોડ જેવા એડવાન્સ ફિચર્સ પણ ઉપલબ્ધ હોય છે. આ સિવાય તેમા સ્ટેનલેસ સ્ટીલ હેડલેન્ડ પણ આપવામા આવ્યા છે.

image source

આ સ્ટીલ હેન્ડબેન્ડ ને તમે હેડશેપ અને સાઇઝ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો.આ સિવાય આ હેડફોનમા ડિજિટલ ક્રાઉન પણ આપવામાં આવ્યુ છે, જેનાથી યુઝર વોલ્યુમ કન્ટ્રોલ કરી શકે છે એટલે કે ટ્રેક ને પ્લે અને પોઝ કરવાની સાથે જ કોલિંગ ને પણ કન્ટ્રોલ કરી શકાય એટલે કે યુઝર્સ કોલને રિસીવ અને કેન્સલ કરી શકે. હવે, જો ઓડિયો ક્વોલિટીની વાત કરવામા આવે તો આ હેડફોનમા ૫૦ એમ.એમ. ના ડાયનેમિક ડ્રાઇવર અને ડ્યૂલ નિયોડાયમિયમ રિંગ મેગ્નેટ મોટર આપવામા આવી છે.

આ પ્રીમિયમ વાયરલેસ હેડફોન સિંગલ ચાર્જિગમા તમને ૨૦ કલાકની બેટરી લાઇફ મળશે અને તેને તમે એપલના લાઇટિંગ કનેક્ટરથી ચાર્જ કરી શકો. આ હેડફોન ની સાથે સોપ્ટ સ્લિમ સ્માર્ટ બેગ આપવામાં આવશે જે તમારા હેડફોન ને સુરક્ષિત રાખવાની સાથે અલ્ટ્રા-લો પાવર સ્ટેટસમા રાખશે.

image source

આપણે આ હેડફોન ની કીમત અને તેનામા રહેલી વિશેષતાઓ વિશે માહિતી મેળવી લીધી પરંતુ, તમને એ જાણીને નવાઈ લાગશે કે, સોશિયલ મીડિયા પર આ હેડફોન ને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હાલ, સોશિયલ મીડિયા પર લોકો આ ઇયરફોન ની ગાદીની મજાક ઉડાવી રહ્યા છે.

જો તમારે આ સૌથી મોંઘા હેડફોનોના ઇયરકુશન બદલવાની આવશ્યકતા પડી તો તમારે તેના માટે ૬,૫૦૦ રૂપિયા ખર્ચ કરવા પડશે. ત્યારે આ વાત પર સોશિયલ મીડિયાના આ યુઝર ની કમેન્ટ એવી હતી કે, આ કિંમતે તો તે બજારમાંથી એક બજેટ એન્ડ્રોઇડ ફોન ખરીદી શકે છે. આ સિવાય અન્ય એક યુઝર ની કમેન્ટ એવી હતી કે કોઈ મુર્ખ જ હશે જે આની પાછળ એટલા નાણા વેડફશે.

image source

આપણે સૌ જાણીએ છીએ કે, એપલ હમેંશા તેની બ્રાંડ પ્રોડક્ટ્સ ના કારણે માર્કેટમા એક વિશેષ ઓળખ બનાવવામા સફળ રહ્યુ છે પરંતુ, સોશિયલ મીડિયા પર આ હેડફોન ના મિશ્ર પ્રતિસાદ જોઇને એવુ લાગી રહ્યુ છે કે, ભારતીય બજારમા આ હેડફોનનુ જોઈએ તેટલુ વેંચાણ નહિ મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ