પાકિસ્તાનની નાપાક હરકતઃ જૂનાગઢના નવાબના વંશજને જુનાગઢના નવા વડાપ્રધાન બનાવ્યા

પાકિસ્તાન જૂનાગઢનો એક ભાગ છે આ વાત ફરી એકવાર પાક તરફથી ઊઠી છે. આ વાત ચર્ચાનો વિષય ત્યારે બની જ્યારે એક વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો. આ વીડિયો હતો જૂનાગઢના પૂર્વ નવાબના વંશજની વઝીર એ આઝમ તરીકે તાજપોષી કરવાનો. જૂનાગઢના પૂર્વ નવાબ મહોબતખાન ત્રીજાના વંશજ મોહંમદ જહાંગીર ખાને તેના દીકરા સાહબજાદા સુલતાન અહેમદને વઝીર એ આઝમ બનાવ્યો છે. આ તાજપોષી સમયે તેણે જૂનાગઢને પાકિસ્તાનનું ગણાવ્યું હતું.

હાસ્યાસ્પદ વાત તો એ પણ છે કે આ માટે તેણે ખાસ સેરીમનીનું આયોજન કર્યું હતું. જેનું નામ હતુ રેકગ્નિશન સેરીમની ઓફ દીવાન ઓફ જૂનાગઢ સ્ટેટ. આ સેરીમનીના ફોટો પણ તેણે ટ્વીટર પર શેર કર્યા હતા. જેમાં તે પોતાના પુત્રને આ પદવી આપતો જોવા મળે છે.

આ કાર્યક્રમ પછી જ્યારે તે સંબોધન કરે છે ત્યારે પણ તે જૂનાગઢને પાકિસ્તાનનો એક ભાગ ગણાવે છે. સાહબજાદા સુલતાન અહેમદે એક મુલાકાતમાં પણ કહ્યું હતું કે જૂનાગઢના કેસ અને જૂનાહઢ પાકિસ્તાનનો હિસ્સો હોવા અંગે તે દુનિયાનું ધ્યાન ખેંચવા માંગે છે. તેણે વીડિયોમાં એમ પણ દાવો કર્યો છે કે જૂનાગઢના મૂળ વતની હોય અને હાલ પાકિસ્તાનમાં રહેતા હોય તેવા 25 લાખ લોકો છે. તે એમ પણ કહે છે કે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના પિતા સર શાહનવાઝ ખાન ભુટ્ટો બાદ હવે તેણે જૂનાગઢના દિવાન તરીકે કાર્યભાર સંભાળ્યો છે. હવે તે જૂનાગઢના પ્રશ્નો તરફ દુનિયાનું ધ્યાન ખેંચશે.

મહત્વપૂર્ણ છે કે 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢના છેલ્લા નાયબ દીવાન હોર્વે જોન્સે જૂનાગઢ સ્ટેટનો કબજો વેસ્ટર્ન ઈંડિય સ્ટેટના રીજનલ કમિશ્નર નીલમ બૂચને સોંપ્યો હતો. આ બાદ જૂનાગઢ સ્ટેટ ભારતનો ભાગ બની ગયું હતું. જ્યારે 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતની સ્વતંત્રતા સાથે જૂનાગઢ સ્ટેટના છેલ્લા નવાબ મબાબતખાનએ જૂનાગઢ સ્ટેટને પાકિસ્તાન સાથે જોડવા સહમત થયા હતા પરંતુ પ્રજા આ વાતથી ખુશ ન હતી. અહીં હિંદુ પ્રજાની બહુમતી હોવાથી તે ભારત સાથે રહે તેવી ઈચ્છા હતી.

ત્યારબાદ 24 સપ્ટેમ્બર 1947ના રોજ દિલ્હીની ખાતે એક સભામાં ગાંધીજીએ કહ્યું હતું કે જૂનાગઢમાંથી પાકિસ્તાન જતુ રહેવું જોઈએ. ત્યારબાદ 25 સપ્ટેમ્બરે જ મુંબઈના માધવબાગ ખાતે ન્યાલચંદ મુલચંદ શેઠના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ જૂનાગઢને 9 નવેમ્બરના રોજ આઝાદી મળી હતી અને તે ભારતનો અભિન્ન ભાગ બની ગયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ