આ વ્યક્તિને ઠંડીમાં લાગે છે ગરમી અને ગરમી ઓઢવા પડે છે ગોદડા, જોઇ લો તસવીરોમાં

અત્યારે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને ઠંડી પોતાનું અસલ સ્વરૂપ દેખાડી રહી છે ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવાના છીએ જેના વિશે આ પહેલા ક્યારેય નહીં જાણ્યું હોય. વાત હરિયાણા રાજયથી છે.

image source

હરિયાણાના મહેન્દ્રગઢના એક ગામ ડેરોલી અહીર ખાતે આધેડ વયના એક વ્યક્તિ રહે છે જેનું નામ સંતલાલ છે. આ માણસ એક અજબ ખાજબ ખાસિયત ધરાવે છે જેને જાણીને તમે પણ હેરાન રહી જશો. સંતલાલને આવી કડકડતી ઠંડીમાં ગરમીનો અનુભવ થાય છે અને જયારે કાળઝાળ ઉનાળો આવે ત્યારે તેને ઠંડીનો અનુભવ થાય છે. સંતલાલની આ ખૂબીને કારણે ખુદ સંતલાલ પણ આશ્ચર્ય અમુભાવે છે. જયારે ગામલોકોનું પણ કહેવું છે કે સંતલાલ વિષે જે સાંભળવામાં આવ્યું છે હકીકત છે અને સંતલાલને નાનપણથી જ આ ખૂબી સાથે નિહાળી રહ્યા છે.

વર્ષ 1976-77 માં મેટ્રિક પાસ, અને પરિણીત એવા સંતલાલને રોજ જમવામાં દાળ રોટી જોઈએ છે. તેમના દાવા મુજબ તેઓ હજુ ક્યારેય બીમાર નથી પડ્યા.

image source

સંતલાલ કહે છે કે જયારે ઉનાળાની ભરપૂર ગરમી હોય છે અને ચારે તરફ લૂ વાય છે લોકો ગરમીથી બચવા એસી, કુલર અને પંખા ચાલુ રાખે છે ત્યારે મને રજાઈ અને ગોદડાં ઓઢ્યા વિના ઊંઘ નથી આવતી. જો આમ ન કરું તો મારા શરીરમાં ઠંડીના કારણે ધ્રુજારી ઉપડે છે. તે સમયે વાતાવરણની લૂ મારા માટે આશીર્વાદ સમાન છે.

image source

એથી બિલકુલ વિપરીત જયારે શિયાળાનો માહોલ આવે છે ત્યારે સંતલાલને ઠંડીના બદલે ગરમી લાગવા લાગે છે. સંતલાલ કહે છે શિયાળાના દિવસોમાં મને એટલી ગરમી થાય છે કે મારે વારંવાર નહાવું પડે છે. ઉપરાંત હું બરફની પાટ પર પણ ખુલ્લા શરીરે સુઈ શકું છું અને તેનાથી મારા શરીરને રાહત મળે છે. શિયાળામાં બરફનું સેવન કરવું પણ મને ખુબ માફક આવે છે.

image source

સંતલાલની આ ખૂબી અને તેના શરીરમાં રહેલી ઋતુથી વિપરીત તાસીર તેમના ઘરવાળાઓ માટે હવે નવીન નથી. તેમના માટે આ રાબેતા મુજબની દિનચર્યાનો ભાગ છે.

સંતલાલની આ ખાસિયત વિશે વિશેષજ્ઞોનું કહેવું છે કે આપણા શરીરને ફેરફાર થતા વાતાવરણનો અનુભવ મગજમાં રહેલા થર્મોરેગ્યુલેટરી પોઇન્ટ થકી થાય છે. આ થર્મોરેગ્યુલેટરી પોઇન્ટને થેલેમસ અથવા હાઇપો થેલેમસ કંટ્રોલમાં કોઈ ક્ષતિ થવાથી આ પ્રકારની પરિસ્તીથીનો અનુભવ થાય છે. જો કે આ પ્રકારના કેસ બહુ જૂજ જોવા મળે છે.

image source

જેમ કોઈ વ્યક્તિને નશો કરવાની આદત હોય અને જ્યાં સુધી નશો ના કરે ત્યાં સુધી ચેન પડતું નથી તેમ સંતલાલના શરીરને ગરમીના માહોલમાં ગરમી અને ઠંડીના માહોલમાં ઠંડી ન મળે ત્યાં સુધી તેને ચેન નથી પડતું. ગામ લોકો સંતલાલના શરીરની આ ખૂબીને કારણે તેને ” મૌસમ વિભાગ ” ના નામથી પણ બોલાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ