વેસ્ટર્ન લુકમાં રેખા લાગે છે એકદમ મસ્ત,જોઇ લો તસવીરોમાં

સાડી નહીં પણ વેસ્ટર્ન વસ્ત્રોમાં જુઓ રેખાને – આજની અભિનેત્રીઓને પણ પાછળ પાડી રહી છે

વિતેલા જમાનાની બોલીવૂડની ખ્યાતનામ અભિનેત્રી રેખાની ઓળખ તેના નામથી જ પૂરતી છે. ફિલ્મોમાં કામ છોડ્યાને વર્ષો થઈ ગયા તેમ છતાં આજે પણ તેણી પહેલાં કરતાં પણ વધારે લોકપ્રિય છે.

આજે માત્ર તેના ચાહનારામાં સામાન્ય લોકો જ નથી પણ આજના યુવાન બોલીવૂડ કલાકારો પણ તેના ચાહકો છે. તેણી જ્યારે ક્યારેય પણ કોઈ ઇવેન્ટમાં હાજરી આપે ત્યારે તેણીની આગળ આજના જમાનાની અવલ્લ દરજાને હીરોઈનો પણ ઝાંખી પડી જાય છે.

image source

સામાન્ય રીતે તેણીને તમે કાંજીવરમ સાડી, લાલ લીપસ્ટીક, સોનાના ભારે સેટ સાથે જ જોઈ હશે પણ આજે અમે તમને રેખાની કેટલીક એવી તસ્વીરો બતાવીશું જેમાં તમે રેખાને સાડીમા નહીં પણ વેસ્ટર્ન આઉટફીટમાં જોશો.

આ તસ્વીરમાં તમે રેખે દિપીકા પાદુકોણે સાથે જોઈ શકો છો. રેખા ચોક્કસ દિપીકાના માતાપિતાની ઉંમર કરતા પણ મોટી છે પણ આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે રેખા દીપીકાની સમોવડી લાગી રહી છે.

image source

અહીં રેખા દીપીકાને કોમ્પ્લીમેન્ટ આપતી હોય તેમ બ્લૂ જીન્સ અને બ્લેક ટી શર્ટ પહેર્યું છે અને તેના પર વ્હાઇટ શ્રગ પહેર્યું છે. અને માથા પર સ્કાર્ફ બાંધ્યો છે. આ બન્નેને એક સાથે આ રીતે જોતાં એવું લાગી રહ્યું છે કે તેમણે એક ફિલ્મ ચોક્કસ સાથે કરવી જોઈએ.

રેખા આ ક્રીમ રંગના આ આઉટ ફીટમાં અત્યંત સુંદર લાગી રહી છે. તેણીએ ગોલ્ડન સ્નિકર પહેર્યા છે. પોતાના આઉટ ફીટમાં ભળી જાય તેવી હેટ પહેરી છે. સાડી વગર રેખાનો આ વેસ્ટર્ન લૂક પણ તમને ઘણો હટકે લાગશે. આવો લૂક પણ રેખા જ કેરી શકે.

image source

બીજા એક ભારતીય પહેરવેશ, પણ સાડી નહીં, આ વખતે રેખા જોવા મળી ચીકનના વ્હાઇટ સલવાર સૂટમાં. અહીં પણ તેણી અત્યંત આકર્ષક લાગી રહી છે. આ આઉટફીટ સાથે તેણીએ સિલ્વર રંગની સેન્ડલ પહેરી છે. તેણી આ લૂકમાં અત્યંત એથનિક લાગી રહી છે.

આ તસ્વિરમાં રેખાએ સિલ્વર હેવી એમ્બ્રોઇડરીવાળી કૂર્તિ પહેરી છે. તેણી તેમાં ગજબની લાગી રહી છે. કાનમાં લટકતા મોટા ઝુમખા હોઠ પરની ઘેરી મરુન લિપસ્ટિક આ બધાની શોભા રેખાથી વધી રહી છે.

image source

રેખા અવારનવાર પોતાના લૂકથી સાબિત કરી દે છે કે ઉંમર તો માત્ર એક આંકડો જ છે પણ તે પોતે ટાઇમલેસ છે. આજે 65 વર્ષની વયે પણ રેખા પોતાના સૌંદર્યથી લોકો પર જાદૂ ચાલવી દે છે. તેણીની કાંજીવરમ સાડી, હેવી જ્વેલરી, લાલ લીપસ્ટીક તો જાણે તેનો ટ્રેડમાર્ક જ બની ગયા છે. અને કોઈ પણ શોની લાઇમલાઇટ ચોરવી એ તો રેખા માટે રમત વાત છે.

image source

ચાલો તમને જણાવીએ રેખા પોતાના લૂકમાં શું-શું પસંદ કરે છે.

રેખાનો હેડસ્કાર્ફ પ્રત્યેનો લગાવ

image source

રેખા ફિલ્મોમાં કામ કરી રહી હતી તે વખતથી તે અત્યાર સુધી તેણીને હેડ સ્કાર્ફનો એક અનોખો શોખ રહ્યો છે જે તમે કોઈ જ અભિનેત્રીમાં નહીં જોયો હોય.

હમણા થોડા સમય પહેલાં જ મનીષ મલ્હોત્રા સાથે તેણી કંઈક આ પ્રકારના લૂકમાં જ જોવા મળી હતી. તેણીના આ લૂકે લોકોને હેરાન કરી મૂક્યા હતા. તેણી ઇચ્છે તે વસ્ત્રો પર હેડસ્કાર્ફ લગાવી લે છે જે તેના પર સૂટ પણ થાય છે. તે તેની સિગ્નેચર પેટર્ન પણ કહી શકાય.

લાલચટક લીપસ્ટીક

image source

રેખાને તમે જ્યારે પણ જોશો ત્યારે તેણે મોટે ભાગે લાલ ચટક રંગની જ લીપસ્ટીક પોતાના હોઠ પર એપ્લાય કરી હશે. આ ઉપરાંત પણ તેણી જે રંગો પસંદ કરે છે તે હંમેશા ઘેરા હોય છે. અને તમને એ પણ જણાવી દઈએ કે આ બોલ્ડ લીપ કલર જેટલા તેના શોભે છે તેટલા બીજી અભિનેત્રીઓ પર નથી શોભતા.

સાડીઓની શોખીન રેખા

image source

રેખા સામાન્ય રીતે કોઈ પણ ઇવેન્ટમાં સાડી પહેરીને જ હાજરી આપે છે. અને તેની હાજરી ઇવેન્ટમાં ચારચાંદ લગાવી દે છે. રેખા એક સાઉથ ઇન્ડિયન છે તેણીએ પોતાની ફિલ્મી કેરિયરમાં સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

માટે તેને કાંજીવર સાડી પ્રત્યે એક આગવો લગાવ છે. અને માટે જ તેણી મોટેભાગે સાઉથની કાંજીવરમ, સાઉથ સિલ્ક વિગેરે સાડીઓમાં જ જોવા મળે છે. તેણીને બોલ્ડ કલરની સાડીઓ તેમજ હેવી જ્વેલરી ખુબ પસંદ છે.

ખુલ્લા વાળ

image source

રેખાની ફિલ્મ બીવી હો તો ઐસીમાં તેણે પોતાના સૌંદર્યનો જલવો પાથર્યો હતો. આ ફિલ્મમાં તેણે સતત છુટ્ટા વાળ રાખ્યા છે અને બસ ત્યાર બાદ તો સ્ત્રીઓમાં જાણે છુટ્ટા વાળ રાખવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો.

અને માત્ર ફિલ્મ દરમિયાન જ નહીં પણ આજે પણ ઘણીવાર રેખા ખુલ્લા વાળમાં, કપાળે ચાંદલો અને માથામાં સિન્દુર લગાવેલી જોવા મળે છે જેમાં તેણી અત્યંત જાજરમાન લાગે છે.

રેખાનો ગોલ્ડ પ્રેમ

image source

રેખા સાડીઓ સાથે સામાન્ય રીતે હેવી ગોલ્ડ જ્વેલરીમાં જ જોવા મળે છે. પણ તેણીને ગોલ્ડ રંગ પણ ઘણો પસંદ છે અને માટે જ તે ઘણીવાર ગોલ્ડ રંગની સાડીમાં પણ જોવા મળે છે. પરદા પર જેટલો ગોલ્ડ રંગ રેખાએ પહેર્યો છે તેટલો ભાગ્યે જ કોઈ અભિનેત્રીએ પહેર્યો હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ