ખેડૂતોનું આ આંદોલન છે સાવજ અનોખુ: સિંધુબોર્ડની આ તસવીરો દ્વારા જુઓ ખેડૂત આંદોલનના વિવિધ રંગો

ખેડૂતોનું આ આંદોલન છે સાવજ અનોખુ – સિંધુબોર્ડની આ તસ્વીરો દ્વારા જુઓ ખેડૂત આંદોલનના વિવિધ રંગો

જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ દિલ્હી-હરિયાણા સીમા પરનું ખેડૂત આંદોલન ઓર વધારે રંગ પકડી રહ્યું છે. છેલ્લા લઘભગ 15 દિવસથી પંજાબ-હરિયાણાના ખેડૂતો નવા કૃષિ કાયદા સામે વિરોધ પ્રગટ કરી રહ્યા છે અને કોઈ પણ શરતે તેઓ પોતાનું આ આંદોલન પાછું ખેંચવાના મૂડમાં નથી. અને તેમણે સરકારને આખુ કૃષિ બિલ પાછું ખેંચી લેવાની માંગ કરી છે. અને ધીમે ધીમે તેમાં માત્ર ખેડૂતો જ નહીં પણ બીજા લોકો પણ જોડાવા લાગ્યા છે. આ આંદોલનમા પહેલેથી જ પુરુષોની સાથે સાથે મહિલાઓએ પણ યોગદાન આપ્યું છે અને વૃદ્ધોની સાથે સાથે બાળકો તેમજ યુવાનો પણ તેમાં જોવા મળી રહ્યા છે. અહીં હજારો લોકો ભેગા થયા છે અને જાણે કે એક નાનકડુ પંજાબ અહીં ભેગુ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

image source

તમે કદાચ સાંભળ્યું હશે કે ખેડૂતો આ આંદોલનને પ્રખર બનાવવા માટે પોતાની સાથે 6 મહિનાનું રાશન લઈને જ આવ્યા છે માટે આ આંદોલન હજુ પણ લાંબુ ચાલે તેવી પુરી શક્યતા રહેલી છે. અહીં આંદલોનને નક્કર બનાવવા માટે ખેડૂતો તેમજ તેમને મદદરૂપ થતી સંસ્થાઓ તરફથી તેમના માટે બધી જ સગવડો ઉભી કરવામાં આવી છે. જેમા લંગર, દવાઓ, શૌચાલયો વિગેરેની પણ વ્યવસ્થા કરવામા આવી છે. અને ઘણી જગ્યાઓએ તો રોટલી માટે મશીનો પણ મુકવામાં આવ્યા છે તો વળી ખેડૂતોના વસ્ત્રો ધોવાની સમસ્યાને દૂર કરવા માટે વોશિંગ મશીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ આખો દિવસ ઉભા રહીને આંદોલન કરી રહેલા ખેડૂતો માટે ફૂટ મસાજર પણ મોટી સંખ્યામાં મુકવામાં આવ્યા છે. સિંધુ બોર્ડર પર થઈ રેહલું આ પ્રખર આંદોલન બીજા બધા જ આંદોલન કરતાં અલગ છે. તમે આજના આ લેખમાં તસ્વીરો જોઈને જ અંદાજો લગાવી શકો છો કે આ આંદોલન કેટલુ અલગ છે.

ખેડૂતો માટેના લંગરમાં બને છે હજારો રોટલી

image source

ધીમે ધીમે ખેડૂતોના આંદોલનમાં બીજા લોકો પણ જોડાઈ રહ્યા છે અને તે લોકો ખેડૂતોને વિવિધ વ્યવસ્થા પુરી પાડીને મદદ કરી રહ્યા છે. અત્યાર સુધી લંગરોમાં ખેડૂતોને જાતે બનાવેલી રોટલીઓ પીરસવામાં આવી રહી હતી પણ હવે તેના માટે રોટલીના મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જેમાંથી રોજની હજારોની સંખ્યામાં રોટલી બની રહી છે. તમને જણાવી દઈએ કે રોટલી બનાવતા આ મશીનની ક્ષમતા એક કલાકની 6 હજાર રોટલી બનાવવાની છે. આ મશીનો આખો દિવસ સતત ચાલુ રહે છે.

દીલ્લીના સી.એમ કેજરીવાલે ખેડૂતોને મહેમાન માન્યા

image source

તમને જણાવી દઈએ કે આંદોલનની આ જગ્યા પર ખેડૂતોના શૌચ તેમજ તેમના નાહવાની વ્યવસ્થા પુરી પાડતી ગાડીઓની લાંબી હરોળો લાગેલી છે. અને તમને એ પણ જણાવી દઈએ કે આ વ્યવસ્થા બીજા કોઈ નહીં પણ દિલ્લી સરકાર તરફથી કરવામાં આવી છે. અને તેના પર રસપ્રદ બેનર પણ લગાવવામાં આવ્યા છે, જેના પર લખવામાં આવ્યું છે, પંજાબથી દિલ્લી આવેલા મહેમાનો માટે શૌચાલય. જેના પર કેજરીવાલનો ફોટો પણ છે.

પુરુષો સાથે ખભાથીખભા મેળવી રહી છે આંદોલનકારી મહિલાઓ

image source

પંજાબ અને હરિયાણા બે રાજ્યોના ખેડૂતોના આ આંદોલનમાં પુરોષોની સાથે મહિલાઓ પણ ખભાથી ખભા મીલાવી રહી છે. તેઓ પુરુષોના ખાવાની વ્યવસ્થા કરી રહી છે અને મોટા તંબુમાં સ્વસ્થતા તેમજ આંદોલનમાં જોડાયેલા લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખી રહી છે. મહિલાઓ આ આંદોલનમાં જરા પણ પાછળ નથી રહેવા માગતી.

યુવાન ખેડૂતો પણ છે અડગ

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે આ આંદોલન ઘણી લાંબી વિચારણા બાદ ખેડવામા આવ્યું છે જેમાં વૃદ્ધોથી લઈને યુવાનો અને બાળકોથી લઈને મહિલાઓ પ્રખર રીતે જોડાયા છે. યુવાન ખેડૂતો જણાવે છે કે તેમના પર જો સરકાર દ્વારા બળજબરી કરવામા આવશે તેમને દંડા મારવામાં આવશે તો પહેલો દંડો તેઓ પોતે જ ખાશે. આ યુવાન ખેડૂતો આસપાસના વિસ્તારોમાં ખેડૂતોમાં જાગૃતિ ફેલાવા માટે બેનર લઈને ફરી રહ્યા છે અને આંદોલનમાં ભાગ લઈ રહેલા લોકોનો જુસ્સો પણ વધારી રહ્યા છે. આ ઉપરાંત સાંજ પડતાં અહીં યુવાન ખેડૂતો ડીજે મ્યુઝિક તેમજ લોકગીતો વગાડીને ખેડૂતોની હિમ્મતને પણ વધારી રહ્યા છે.

મહિનાઓનો સામન લઈ આવ્યા છે આંદોલનકારી ખેડૂતો

image source

તમે અહીંના તંબુ તેમજ પંડાલોમાં નજર નાખશો તો અનાજની ઘણી બધી બોરીઓ તમને જોવા મળશે. ખેડૂતો આ આંદોલનને લઈને પહેલેથી જ લાંબાગાળાની તૈયારી કરીને જ આવ્યા છે. તેમને ખબર છે કે આ આંદોલન લાંબુ ખેંચાઈ શકે છે માટે મહિનાઓ સુધીનું રાશન લઈને તેઓ પોતાની સાથે નીકળ્યા છે. તેમની પાસે ઘી-તેલનો ભંડાર છે તેમજ શાકભાજીની પણ કોઈ જ કમી નથી.

પરિવારોએ ટ્રેક્ટરમાંજ ઘર બનાવી લીધુ

image source

પંજાબથી આંદોલન હેતુથી આવેલા ખેડૂતો પોતાની જરૂરી ઘરવકરી લઈને ટ્રેક્ટરમાં જ આવી ગયા છે. ટ્રેક્ટરમાં જ જાણે તેમનો પોતાનો સંસાર બનાવી લીધો છે. હાલ ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે તેવામાં વૃદ્ધ ખેડૂતો આ જ ટ્રેક્ટરમાં હુંફ મેળવી રહ્યા છે. હાલ તેમના માટે સૌથી મોટો પડકાર વધી રહેલી ઠંડી છે. તમને એ પણ જણાવી દઈએ કે પંજાબના ગ્રામીણ ખેડૂતો મિડિયા સાથે વાત કરવાનુ પસંદ નથી કરતા.

image source

ભારતની સીમા પર લડી રહેલા જવાનો અને ભારતના ખેડૂતો આ બે એવા લોકો છે જેમની સાથે જો અન્યાય થાય તો આખા દેશના લોકોના લોહી ઉકળી ઉઠે છે. માટે સરકાર જો ખેડૂતોની વાત નહીં માને તો તે માત્ર ખેડૂતોને જ નારાજ નહીં કરે પણ દેશના ઘણા બધા લોકોને પણ નારાજ કરશે. તમને જણાવી દઈએ કે પંજાબ રાજ્યમાં હાલ ઘઉઁનું વાવેતર શરૂ થઈ ગયું છે. પણ ખેતી કરવાની જગ્યાએ તેઓ હાલ આંદોલનમાં જોડાયા છે.

image source

સરકારના આદેશથી ખેડૂતોને વિવિધ જગ્યાઓએ અટકાવવામાં આવી રહ્યા છે. ક્યાંક લાઠીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો વળી ક્યાંક વોટર કેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ છતા તમે તસ્વીરોમાં જોઈ શકો છો કે કોઈ પણ ખેડૂતના ચહેરાની રેખા નથી બદલાઈ તેઓ તેટલા જ મક્કમ દેખાઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ