મમતાના પગમાં ગંભીર ઈજા, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો આ વિશે શું કહ્યું ભાજપે..

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. પણ એ દરમિયાન તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી એક દુર્ઘટના અને પગમાં ઇજનો શિકાર થઈ છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે એમના પર હુમલો કરવામાં આવ્યો છે. એવી ખબર છે કે મમતા બેનર્જીને કોલકાતા લઈ જવામાં આવ્યા છે. પણ એવું કહેવામાં આવ્યું કર એ કોલકાતા નહિ જાય.

image soucre

મમતા બેનર્જીએ નદીગ્રામમાં પોતાના પર હુમલાનો આરોપ લગાવ્યો છે. મમતાએ આરોપ લગાવ્યો કે “નદીગ્રામમાં મારા પર હુમલો કરવામાં આવ્યો. મારા પગમાં ઇજા થઇ છે. મારા પગને ગાડી નીચે કચડી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કહી રહ્યા હતા કે એ કોલકાતા જઈ રહ્યા હતા.

ટીએમસી અધ્યક્ષે કહ્યું કે એ આ મામલા વિરુદ્ધ ચૂંટણીપંચને ફરિયાદ કરશે. મમતા બેનર્જીને થયેલી ઇજાએ એમના ચૂંટણી અભિયાનને પ્રભાવિત કર્યું છે અને ઘણા કાર્યક્રમોને સ્થગિત કરી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કારનો દરવાજો ખોલતી વખતે અમુક લોકોએ મમતા બેનર્જી સાથે દુર્વ્યવહાર કર્યો.

image soucre

મમતા બેનર્જીને ઘાયલ થયા પછી ભજપાએ પોલીસ અને સિસ્ટમ પર હુમલો કર્યો છે. ભાજપાએ કહ્યું પોલીસ પ્રશાસન શુ કરી રહ્યું છે. સીએમની સુરક્ષામાં હાજર લોકો શુ કરી રહ્યા હતા

તો બીજી બાજુ કોંગ્રેસ નેતા અધીર રંજને મમતા બેનરજી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, મમતા બેનરજી ભાજપથી ડરી ગયા છે. તેમણે પહેલીવાર પોતાને બ્રાહ્મણ સાબીત કરવા પડે છે. પહેલાં દીદી કહેતા હતા કે હું મુસ્લિમોની રક્ષા કરુ છું, હિજાબ પહેરું છું. પરંતુ હવે તેમનું વર્તન બદલાઈ ગયું છે. આજકાલ તેઓ ચંડીપાઠ કરવા લાગ્યા છે.

image soucre

આ સિવાય ચૌધરીએ કહ્યું કે, બંગાળ ચૂંટણીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ પ્રચાર કરશે.

મમતાએ આ વખતેક ચૂંટણી પ્રચારમાં ઇમોશનલ કાર્ડ ખોલ્યું છે. મમતાએ કહ્યું હતું કે, જો નંદીગ્રામની જનતા ના પાડશે તો હું અહીંથી ચૂંટણી નહી લડું. અહીં ભાગલા પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પણ તમારે આ લોકોની વાતો પર ધ્યાન ના આપવું જોઈએ. મમતાએ અહીં સ્ટેજ પર જ ચંડીપાઠ કર્યા હતા.

આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મમતાનો સામનો એક સમયે તેમના ખાસ રહી ચૂકેલા શુભેંદુ અધિકારી સાથે છે. શુભેંદુ તૃણમુલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. શુભેંદુ 12 માર્ચે તેમનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આ પહેલાં તેમણે નંદીગ્રામમાં તેમના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે.

image source

પશ્ચિમ બંગાળની કુલ 294 વિધાનસભા સીટ માટે 8 તબક્કામાં મતદાન થવાનું છે. 294 સીટ વાળી વિધાનસભા માટે મતદાન 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26, એપ્રિલ, 29 એપ્રિલે થવાનું છે. મતગણતરી 2મેના રોજ થશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ