અમદાવાદમાં જ્વેલરી શોરૂમની દરિયાદીલી આખા ગુજરાતમાં વખણાઈ, વાછરડાં માટે દોઢ કિલો ચાંદીનાં ઘરેણાં ફ્રીમાં આપ્યાં

હાલમાં એક અનોખી સ્ટોરી સામે આવી રહી છે અને આ જોઈને આખું ગુજરાત ચોંકી ગયું છે. ત્યારે આવો વાત કરીએ આ અનોખા કિસ્સા વિશે. વાત કંઈક એમ છે કે એક ભાઈ એ.બી. જ્વેલર્સમાં આવ્યા અને કહ્યું કે મારે ગાય માટે દાગીના બનાવવા છે. આ સાંભળીને દુકાનદાર સહિત ત્યાં આજુબાજુના તમામ લોકો ચોંકી ગયા હતા.

પણ આ ભાઈએ આગળ વાત કરી કે જો તમે ગાયને દુકાનમાં આવવા દ્યો તો બનાવવા છે, એ.બી. જ્વેલર્સવાળા એ હા પાડી અને દાગીના પણ બનાવી આપ્યાં. ત્યારબાદ દુકાનમાં ડેકોરેશન કરીને, ગાયની પૂજા કરીને, ગાયને દાગીના પહેરાવ્યા હતા. હવે આ સમયના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

image source

સામાન્ય રીતે એવું હોય કે ગાયને કોઈ પણ સ્ટોરની સામે કોઈ ઊભી રહેવા દેતું નથી ત્યારે ગુજરાતમાં કોટિયા ગામે લહેરગિરિબાપુના આશ્રમમાં 10-11 માર્ચે ગૌક્રાન્તિ યજ્ઞ થવાનો છે એમાં પોતાના વાછરડા ‘ભોલે’ અને વાછરડી ‘મહાકાલી’ સાથે ગૌપ્રેમી વિજય પરસાણા જવાના છે ત્યારે આ બન્ને વાછરડાંને શણગારવા માટે જ્વેલરી ખરીદવા વિજય પરસાણા ગઈ કાલે અમદાવાદમાં સૅટેલાઇટ વિસ્તારમાં આવેલા એ. બી. જ્વેલર્સના શો રૂમમાં ગયા હતા.

હવે આખું ગુજરાત આ વાછરડાને જોઈ રહ્યું છે. આ સાથે જ આશ્ચર્યની વાત તો ત્યારે બની જ્યારે બે વાછરડાં માટે દોઢ કિલો ચાંદીનાં ઘરેણાં ખરીદ્યા પછી એનું એક રૂપિયો પેમેન્ટ પણ શોરૂમે લીધું નહીં.

image source

શોપિંગ અને ગાયની વાત આવી ત્યારે આ પહેલાં પણ એક વાત ચર્ચામાં આવી હતી કે જેની વાત કરીએ તો ગાયના છાણમાંથી બનાવેલા છાણા પણ ઓનલાઇન મળી રહ્યા છે. એ વાત અલગ છે કે ઓનલાઇન મળતા આ છાણા બજાર અથવા તમારા પાડોશમાં ગોવાળ પાસેથી મળતા છાણા કરતા બે થી ત્રણ ગણી કિંમતમાં મળશે.

ક્યારેય કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ઓનલાઈન શોપિંગના જમાનામાં આવી પણ ચીજો ખરીદવા મળશે. પોતાની ઓરીજનલ કિંમત કરતાં પાંચ ગણી વધારે કિંમત પર મળતા આ ઓનલાઈન છાણા ગ્રાહકો થી વધારે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ માટે ફાયદાનો વેપાર છે. તેનાથી કંપનીઓને વધારે પ્રોફિટ થઈ રહ્યો છે.

image source

જો આ વાત તમને આશ્ચર્યજનક લાગી રહી છે તો તમે ઓનલાઇન શોપિંગ વેબસાઇટ્સ ઈ-બે, ,અમેજોન અને શોપક્લુ પર જાવ. અહીંયા તમને કાવ ડંગ અથવા ડંગ કેકના નામથી આ પ્રોડક્ટ મળી જશે. ચાર છાણા ની કિંમત ૧૦૦ રૂપિયા છે. ડિસ્કાઉન્ટ સાથે તે ૪૦ રૂપિયામાં તમને કેશ ઓન ડિલિવરીના ઓપ્શન સાથે મોજુદ મળશે. મતલબ કે એક છાણું તમને ૧૦ રૂપિયામાં પડશે, જ્યારે તમે આ કોઈ ગોવાળ પાસેથી ખરીદશો તો તે તમને એક રૂપિયામાં એક મળશે.

image source

તમે જ્યારે છાણા ખરીદવા જાઓ છો તો મોટાભાગે તમને આસપાસ ગંદકી જોવા મળે છે અને આજુબાજુ ઘણા તૂટેલા છાણા પણ જોવા મળશે, પરંતુ અહીંયાં કંપનીઓ હવે છાણાને કાયદેસર પેકિંગ કરીને આપી રહી છે. આ છાણા અલગ-અલગ પ્રકારના મોટા અને નાના પેકિંગમાં મળી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!