જાણો કયા પરમેશ્વરને પસંદ છે કયો ભોગ, ધાર્મિક કારણ સાથે જાણવું છે જરૂરી

ભારતીય પરંપરામાં ધાર્મિક વ્યવસ્થામાં દેવી દેવતા માનવીય સ્વરૂપમાં સ્વીકાર્ય છે. સગુણ ઉપાસના આપણે માનવીય રૂપમાં આરાધના કરીએ છીએ. તેમનો જન્મ થાય છે, વિવાહ થાય છે. પરિવાર હોય છે, રહેઠાણ, નિવાસ, બાળકો, ફૂલ, ફળ, સીઝન, મહિનો વગેરે બધું જ માણસની જેમ હોય છે. આ દેવી દેવતાના વાહન, ફૂલ, ફળ, સીઝન, મહિનો દરેકનો એક ખાસ નિયમ હોય છે. જેમકે કેતકીનું ફૂલ પાર્વતીને ચઢે છે પણ શિવને નહીં. કાળા ચણાને દુર્ગાને નૈવૈદ્યમાં ભોગમાં ચઢાવાય છે પણ કોઈ અન્ય દેવતાને નહીં. તો જાણો દેવતાને ભોગમાં શું પ્રિય છે.

વિષ્ણુનો નૈવેધ

image source

ભગવાન વિષ્ણુજીને ખીર અને સૂજીનો હલવાનું નૈવેધ પસંદ હોય છે. ખીર અનેક રીતે બને છે અને તેમાં પણ ખીરમાં કિશમિશ, બારીક કતરેલી બદામ, થોડી સી નારિયેળની કતરણ, કાજુ, પિસ્તા, ચારોળી, થોડા પીસેલા મખાણા, સુગંધને માટે એક એલચી, કેસરના તાંતણા અને તુલસીના પાન ચઢાવો.

શિવનો ભોગ

image source

શિવને ભાંગ અને પંચામૃતનો નૈવેધ પસંદ છે. ભોલોને દૂધ, દહીં, મધ, ખાંડ, ઘી અને જળધારાથી સ્નાન કરાવીને ભાંગ- ધતૂરા, ગંધ, ચંદન, ફૂલ, રોલી, વસ્ત્ર અર્પિત કરાય છે. શિવજીને રેવડી, ચિરોંજી, મિસરી પણ અર્પણ કરાય છે. શ્રાવણ મહિનામાં શિવજીના ઉવાસ કરીને તેમને ગોળ અને ચણા સિવાય દૂધ અર્પણ કરવાથી મનોકામના પૂરી થાય છે.

હનુમાનજીને ચઢાવો આ ભોગ

image source

હનુમાનજીને હલવો, પંચમેવા, ગોળથી બનેલા લાડુ કે રોઠ, ડીટા વાળા પાન અને કેસર ભાત પસંદ હોય છે. આ સાથે તેમને ઈમરતી પણ અર્પણ કરી શકાય છે. કોઈ વ્યક્તિ 5 મંગળવાર કરીને હનુમાનજીને ચોલા ચઢાવીને નૈવેધ કરે છે તો તેના સંકટમાં સમાધાન થાય છે.

મા લક્ષ્મીને ચઢાવો આ ભોગ

image source

લક્ષ્મીજીને દેવી માનવામાં આવે છે. ધનની દેવી ગણાતી મા લક્ષ્મીની પૂજા વિના બધું વ્યર્થ છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે તેમના પ્રિય ભોગને લક્ષ્મી મંદિરમાં જઈને અર્પણ કરો. લક્ષ્મીજીને સફેદ અને પીળા રંગના મિષ્ઠાન અને કેસર ભાત પસંદ છે. ઓછામાં ઓછા 11 શુક્રવારે કોઈ પણ વ્યક્તિ એક લાલ ફૂલ અર્પણ કરીને લક્ષ્મીજીને મંદિરમાં આ ભોગ લગાવે છે તો ઘરમાં એક પ્રકારની સુખ અને શાંતિ રહે છે. કોઈ પણ પ્રકારે ધનની ખામી આવતી નથી.

દુર્ગા માતાનો ભોગ

image source

માતા દુર્ગાને શક્તિની દેવી માનવામાં આવે છે. દુર્ગાજીને ખીર, માલપુઆ, કેળા,નારિયેળ, મિષ્ઠાન પસંદ છે. નવરાત્રના અવસરે તેમને પ્રતિદિન આ ભોગ ચઢાવવાથી દરેક પ્રકારની મનોકામના પૂરી થાય છે. ખાસ કરીને માતાજીને દરેક પ્રકારનો હલવો પસંદ હોય છે. નવરાત્રિમાં કાળા ચણાનો નૈવેધ મહત્વનો રહે છે. બુધવાર અને શુક્રવારે દુર્ગા માને વિશેષ કરીને નૈવેધ અર્પણ કરાય છે. માતાજીના આર્શિવાદથી સંકટ દૂર થાય છે.

સરસ્વતી માતાનો ભોગ

image source

માતા સરસ્વતીને જ્ઞાનની દેવી માનવામાં આવે છે. જ્ઞાન અનેક પ્રકારનું હોય છે. સ્મૃતિદોષ છે તો જ્ઞાન કોઈના કામનું નથી, જ્ઞાનને વ્યક્ત કરવાની શ્રમતા નથી તો પણ કામનું નથી. જ્ઞાન અને યોગ્યતાના વિના જીવનમાં ઉન્નતિ સંભવ નથી. માતા સરસ્વતીને પ્રતિ શ્રદ્ધા હોવી જરૂરી છે. માતા સરસ્વતીને દૂધ, પંચામૃત, દહીં, માખણ, સફેદ તલના લાડુ તથા ધાનના લાવા પસંદ છે.

ગણેશજીનો ભોગ

image source

ગણેશજીને મોદક કે લાડુનો નૈવેધ ધરાય છે. મોદક પણ અનેક પ્રકારના હોય છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને ગણેશપૂજાના અવસરે ઘર ઘરમાં અનેક પ્રકારના મોદક બને છે. મોદક સિવાય ગણેશજીને મોતીચૂરના લાડુ પણ પસંદ છે શુદ્ધ દેશી ઘીથી બનેલા બેસનના લાડુ પણ પસંદ છે. નારિયેળ, તલ અને સૂજીના લાડુ પણ તેમને અર્પણ કરાય છે.

ભગવાન શ્રી રામ ભોગ

ભગવાન શ્રીરામજીને કેસર ભાત, ખીર, ધાણાનો ભોગ પસંદ છે. આ સિવાય તેમને કલાકંદ, બરફી, ગુલાબ જામુનનો ભોગ પણ પસંદ છે.

image source

શ્રીકૃષ્ણને લગાવો આ ભોગ

ભગવાન શ્રીકૃષ્ણને માખણ અને મિસરીનો નૈવેધ ખૂબ પસંદ છે. આ સિવાય ખીર, હલવો અને માવા અને મિસરીના લાડુ પણ પસંદ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ