મેકઅપની કરતી વખતે આ 7 બાબતોનું ધ્યાન રાખો, દેખાશો એકદમ પરફેક્ટ અને ફાઈન..

આજની જિંદગીમાં તમારૂં લુક્સ મેટર કરે છે અને તેના પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, પછી ભલે તે ઓફિસ હોય કે કોલેજ અથવા તમે ગૃહિણી જ કેમ નથી પણ સુંદર અને હસતો ચહેરો દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે અને આવી સ્થિતિમાં ચહેરાનું તેજ અને સુંદરતા વધારવા માટે મેકઅપની મદદ લેવી એ કોઈ નાનમની વાત નથી.

image source

પણ હા તમે ફેશનેબલ દેખાવા અને પ્રેઝન્ટેબલ દેખાવા માટે તમને મેકઅપની યોગ્ય જાણકારી હોવી ખૂબ જરૂરી છે એટલુ જ નહીં પરંતુ તેનો ઉપયોગ કરવાની આવડત પણ તમારા ચેહરા પર ચાર ચતાંદ લગાવશે. આ માટે અમે તમને અહીં કેટલીક ટીપ્સ આપીએ છીએ જો તમે એ એકવાર શીખી જશો અને તેને ફોલો કરશો તો તમને સુંદર દેખાતા કોઈ નહીં અટકાવી શકે. આવો જાણીએ મેકઅપ વિશે કેટલીક મૂળભૂત બાબતો.

1. પાવડરનો યોગ્ય ઉપયોગ

image source

પાઉડર લગાવવાથી મેક-અપમાં નિખાર આવે છે, પરંતુ પાઉડર લગાવતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે આખા ચહેરા પર સરખી રીતે લગાવવો જોઈએ. નહિંતર, તેને સરળ દેખાવ આપવાને બદલે, તે કદરૂપું દેખાશે.

2. કન્સિલરનો ઉપયોગ

image source

કન્સિલરનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. તેને આંગળીઓથી ટેપ કરીને આંખોની નીચે અને નાકની આસપાસ લગાવવું જોઈએ. તે પછી કન્સિલર બ્રશની મદદથી તેને અંતિમ ટચ આપવો જોઈએ.

3. આંખનો મેકઅપ

image source

આંખોની સુંદરતામાં વધારો કરવા માટે ટ્રેન્ડ અને પ્રંસગને અનુસાર મેકઅપ કરો તો સારુ લાગશે. સામાન્ય રીતે આંખો પર મસ્કરા અને આઈલાઈનર લગાવો તો પણ આંખો સુંદર દેખાશે. પરંતુ ખાસ પ્રસંગોએ તેમના મેકઅપ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.

4. આઇબ્રો પેન્સિલોનો સાચો ઉપયોગ

image source

આઈબ્રો ફીલ કરતી વખતે શેડનું ખાસ ધ્યાન રાખો. આઈબ્રો ફીલરમાં રંગોની વિવિધતા જોવા મળે છે પણ તમે તમારી આઈબ્રોના નેચરલ વાળનો કલ અને તમારો સ્કીન ટોન ખાસ ધ્યાન રાખો અને તે જ પ્રકારના શેડનો વપરાશ કરો.

5. આંખની અપર વોટર લાઈન

image source

ઘણી વાર આપણે કાજલ લગાવતી વખતે અપર વોટર લાઇનને અવગણીએ છીએ. લોઅર વોટર લાઇનમાં કાજલ લગાવ્યા પછી તરત જ આંખો બંધ કરવી જોઈએ જેથી અપર વોટર લાઇન ઉપર પણ કાજલ થઈ જાય.

6. પરફેક્ટ બ્લશ લુક

image source

બ્લશ તમારા દેખાવને સંપૂર્ણ બનાવે છે પરંતુ બ્લશનો યોગ્ય રંગનો વપરાશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્લશ ખૂબ ભારે ન હોવો જોઈએ. નહીં તો લૂક હેવી થઈ જશે અને બેડોળ લાગશે.

7. લિપલાઈનરને લગાવવાની રીત

image source

લિપ લાઇનરનો રંગ હોઠનો રંગ સાથે મેળ ખાતો હોવો જોઈએ. તેનો ઉપયોગ ફક્ત બાહ્ય ભાગને હાઇલાઇટ કરવા માટે, હોઠને ભરવા માટે નહીં. લિપ લાઈનર એ ખાલી હોઠને આકાર આપવા માટે આઉટલાઈન દોરવા જ વાપરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ