પત્નીને ખુશ કરવા બસ કરો આટલુ કામ..

જો તમે પત્નીને ખુશ રાખવા માંગતા હોવ તો નિશ્ચિતરૂપે આ 5 વસ્તુઓ કરો, ક્યારેય લડાઈ ઝઘડો થશે નહીં.

image source

ભારતીય પરંપરામાં પતિ-પત્નીના સંબંધોને જન્મોજન્માંતરનો માનવામાં આવે છે, પરંતુ તે પણ સાચું છે કે મોટાભાગના પતિઓ તેમની પત્નીઓને અવગણના કે ઉપેક્ષા કરે છે. એક પત્નીની તેના પતિ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે, જે કોઈ પતિ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ હોતા નથી.

* રિલેશનશિપ ડેસ્ક:

image source

ભારતીય પરંપરામાં પતિ-પત્નીના સંબંધોને જનમોજન્માંતરનો માનવામાં આવે છે, પરંતુ તે પણ એક હકીકત છે કે મોટાભાગના પતિઓ તેમની પત્નીઓની અવગણના કે ઉપેક્ષા કરે છે. એક પત્ની તેના પતિ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે, જે કોઈ પતિ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ હોતા નથી.

આના પરિણામે, તેઓ વચ્ચે હંમેશાં લાગણીઓ દુભાય છે અને તેમની વચ્ચે ઝઘડા થાય છે. બાળકો પર પણ તેની ખરાબ અસર પડે છે. એ ભૂલશો નહીં કે દરેક સમસ્યામાં માત્ર એક તમારી પત્ની જ તમારો સાથ સહકાર આપે છે.

image source

પ્રેમિકા કે ગર્લફ્રેન્ડ માત્ર ખુશીનાં કે સુખના સમયે જ સાથ આપે છે અને ક્યારે તે સાથ છોડી ચાલી જાય એનું કોઈ નક્કી હોતું નથી. પણ તમારી પત્ની ક્યારેય તમને છોડતી નથી. તેથી તેની ખાસ સંભાળ રાખો અને એની તમારી પાસેથી જે અપેક્ષાઓ છે તે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. આનાથી તમારા દાંપત્ય જીવનમાં ખુશહાલી બની રહેશે.

1. ભાવનાત્મક ટેકો આપો:-

image source

દરેક પત્નીને તેના પતિ તરફથી ભાવનાત્મક ટેકાની અપેક્ષા કે આશા હોય છે. તે દરેક સુખ અને દુ: ખમાં અને હર પરિસ્થિતિમાં તમારો જ સાથ ઇચ્છે છે.

એ ખૂબ જ જરૂરી અને મહત્વનું છે કે તમે તમારી પત્નીની સંવેદનાઓને સમજવાનો પ્રયાસ કરો અને જ્યારે પણ તે કોઈ પ્રકારની મુશ્કેલીમાં આવે ત્યારે તેને ભાવનાત્મક ટેકો આપો. મુશ્કેલ સંજોગોમાં તેને પ્રોત્સાહિત કરો અને તેની હિંમત બનો. તેનાથી તેનો તમારામાં વિશ્વાસ બની રહેશે અને તે ખુશ રહેશે.

2. વર્ષગાંઠ અને જન્મદિવસ પર ભેટ આપો:-

image source

અહીં એવા પતિઓની કોઈ અછત નથી જેમને તેમની પત્નીઓના જન્મદિવસ પણ યાદ રહેતા હોતા નથી. કેટલીકવાર તો તેઓ લગ્નની વર્ષગાંઠ સુધી પણ ભૂલી જતા હોય છે. આવી સ્થિતિમાં એ સમજી શકાય છે કે એક પત્નીને કેટલું દુઃખ થતું હશે. તમે ફેસબુક પર રોજબરોજ કેટલાય અજાણ્યા મિત્રોને જન્મદિવસની શુભેચ્છાઓ અને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છાઓ આપો છો, પરંતુ પોતાની જ પત્નીનો જન્મદિવસ યાદ રાખવા માં સક્ષમ હોતા નથી.

તેનાથી એ સાબિત થાય છે કે, તમે તમારી પત્નીને વધારે મહત્વ આપતા હોતાં નથી. આવું કરવાનું હવે છોડી દો અને તમારી પત્નીના જન્મદિવસ પર તેમને સૌ પ્રથમ શુભેચ્છાઓ આપો. આનાથી તેમને ખૂબ જ આનંદ થશે.

3. ખુશામત કે તારીફ વખાણ કરો:-

image source

દુનિયામાં ભાગ્યે જ એવી કોઈ મહિલા હશે જેને તેની સુંદરતાના વખાણ સાંભળીને ખુશ ન થતી હોય. ફેસબુક અને સોશ્યલ મીડિયા પર તો તમે તમારી સ્ત્રી મિત્રોની તેમનો ફોટો મૂકતાની સાથે જ તેમની પ્રશંસાના પુલ બાંધવાનું શરૂ કરી દો છો, પરંતુ તમારી પત્ની સાથે કેમ એવું ક્યારેય કરતા નથી. આ બાબત તદ્દન ખોટી છે. જો એક પતિ તરીકે તમે તમારી પત્નીના રૂપ, સૌંદર્યની પ્રશંસા કરો, તો તે ખૂબ જ ખુશ થઈ જાય છે. જે ખૂબ જરૂરી છે.

4. ખરીદી કરવામાં પત્નીને સાથ આપો:-

image source

દરેક સ્ત્રીને ખરીદી કરવાની ખૂબ પસંદ હોય છે. વળી, પરિણીત મહિલાઓ એવું ઈચ્છતી હોય છે કે તેમના પતિ પણ ખરીદી કરવા જવામાં તેમને સાથ આપે. પરંતુ દરેક પતિની એવી ટેવ હોય છે કે તેઓ વ્યસ્તતાનું બહાનું બતાવી તેમની સાથે જતા હોતા નથી. આ બાબત તેમને નુકસાન પહોંચાડે છે. એટલે જ પત્નીની ખુશી માટે તેમની સાથે શોપિંગ માટે જવાનો સમય જરૂરથી નીકાળો તેમજ તમારા બજેટ પ્રમાણે તેમને ખરીદી કરાવો.

5. સાથે ફરવા જાવ:-

image source

ઘણા લોકો ઓફિસથી આવ્યા પછી એકલા બહાર નીકળી જાય છે અથવા તેમના મિત્રો સાથે સમય પસાર કરે છે. પરંતુ જો તમે કોઈ પાર્કમાં જ જાઓ છો અથવા બજારમાં ફરવા જાઓ છો, તો તમારી પત્નીને પણ સાથે લઈ જાઓ. આનાથી તેઓ ખૂબ ખુશ થશે અને તમારી બંને વચ્ચેની નજદીકી પણ વધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ