જાણો બાળકોમાં એસિડિટી થવાના લક્ષણો, કારણો અને તેના ઉપાયો વિશે..

કેટલીકવાર બાળક વારંવાર ઊલટી કરે છે અને સતત રડતું રહે છે.

image source

મ્મમીઓ મોટાભાગે આવી સ્થિતિઓથી વાકેફ હોય છે એટલા માટે બાળકની પીઠ થપથપાવીને કે પાણી પીવડાવીને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શું આપ જાણો છો કે આ લક્ષણ એસીડીટીના હોઈ શકે છે?

જી હા, સામાન્ય રીતે એસીડીટી મોટાઓની બીમારી સમજવામાં આવે છે. પરંતુ આજકાલની લાઇફસ્ટાઇલ અને ખાનપાનની અસર આપણા સ્વાસ્થ્ય પર એવી રીતે થાય છે, કે નાના નાના બાળકોને પણ તે બીમારીઓ થવા લાગી છે, જે પહેલા ફક્ત મોટાઓની બીમારીઓ સમજવામાં આવતી હતી.

image source

બાળકોમાં એસીડીટીને નજરઅંદાજ કરવી તેમને અને આપને ખૂબ હેરાન કરી શકે છે. એટલા માટે આજે અમે આપને આ વિષે કેટલીક જરૂરી વાતો જણાવીશું.

શું હોય છે એસીડીટી ?

image source

આપણા પેટના પ્રવેશ દ્વાર પર એક ખાસ વૉલ્વ લાગેલ હોય છે, જે માંસપેશીઓના ગુંચળાથી બનેલ હોય છે. આને લોવર એસોફેગલ સ્ફિંક્ટર (lower esophageal sphincter કે LES ) કહે છે. સામાન્ય રીતે જેવું જ આપણે કઈક ખાઈએ છીએ, તો આ વૉલ્વ ખૂલે છે અને ભોજન અંદર ચાલ્યું જાય છે ભોજનના અંદર જતાં જ જાતે જ બંધ થઈ જાય છે.

image source

પરંતુ કેટલીક વાર ભોજનને અંદર પહોંચવા માટે વૉલ્વ ખૂલે તો છે, પરંતુ આ યોગ્ય રીતે બંધ નથી થઈ શકતો કે થોડો ભાગ ખુલ્લો રહી જાય તો પેટ દ્વારા ભોજનને પચાવવા માટે બનાવવામાં આવતું એસિડ પેટની બહાર નીકળી જાય છે અને છાતીના ભાગ સુધી પહોંચી જાય છે. આવી પરિસ્થિતિ ક્યારેક ક્યારેક થાય તો એસીડીટી કહેવાય છે.

image source

પરંતુ જો આ વારંવાર થાય, તો એસિડ રિફલક્સ ડીસીસ (acid reflux disease) કહેવાય છે. આવી બીમારીને ગેસ્ટ્રોએસોફેગલ રિફલક્સ ડીસીસ (gastroesophageal reflux disease) કે GERD કહે છે. આ સમસ્યા કોઈપણ ઉમરની વ્યક્તિને થઈ શકે છે.

બાળકોમાં એસીડીટીના લક્ષણ:

image source

-વારંવાર અને જલ્દી- જલ્દી ઊલટી થવી.

-સતત ખાંસી આવવી.

-દૂધ પીવાથી કે ખાવાનું ખાવાથી ના પાડી દેવી.

-દૂધ કે ખાવાનું ગળામાં ફસાઈ જવું.

-છાતીમાં બળતરા થવી.

image source

-ગેસ થવી.

-પેટમાં દુખાવાની સમસ્યા.

-જમ્યા પછી સતત રડતાં રહેવું.

-ચિડચીડિયાપણું.

-મોંમાં ખાટો કે તીખો સ્વાદ ભળવો.

-વજનનું ઘટવા લાગવું.

-શ્વાસ લેવાના તકલીફ થવી.

-નીમોનિયા જેવા લક્ષણ.

image source

નાના બાળકોને એસિડ રિફલક્સ થી કેવી રીતે બચાવવા?

– દૂધ પીવડાવ્યા પછી બાળકને તરત સુવડાવવા નહિ.

-જો બાળકને સુવડાવી રહ્યા છો, તો થોડા સમય માટે માથું ઊંચું કરવા માટે ઓશીકું લગાવી દો.

-દૂધ પીવડાવ્યા પછી બાળકને ઓછામાં ઓછા ૩૦ મિનિટ સુધી ખોળામાં લઈને સીધા રાખો, જેથી એસિડ પેટની બહાર ના નીકળી શકે.

-બાળકને જેટલી ભૂખ હોય એટલું જ દૂધ પીવડાવો કે ખાવાનું ખવડાવો. વધારે ખાવાથી કે પીવાથી પણ એસિડ રિફલક્સની સમસ્યા થઈ શકે છે.

image source

થોડા મોટા બાળકોમાં એસિડ રિફલક્સને કેવીરીતે રોકી શકાય?

-બાળકોને ભોજન કરી લીધા પછી ઓછામાં ઓછા બે કલાક સુધી સુવા દેશો નહિ. રાતનું ભોજન જલ્દી ખવડાવી લો, જેથી બાળક રમતા રહે કે બેસી શકે.

-બાળકોને દિવસમાં ૩ વાર વધારે વધારે ખવડાવવાથી સારું છે કે આપ થોડું થોડું ભોજન દિવસમાં ઘણીવાર ખવડાવો.

-આ વાતનું ધ્યાન રાખવું કે બાળક પોતાની જરૂરિયાત કે ઉમર થી વધારે ખાઈ નહિ.

image source

– હાઈ ફેટ, ફ્રાઈડ અને મસાલેદાર ભોજન, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક, વગેરેનું સેવન બાળકોને ઓછામાંઓછું કરાવો. એના સેવન થી પણ એસિડ રિફલક્સની સમસ્યા થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ