રોમિયો મહિલાની કરવા ગયો છેડતી, અને રણચંડી બનેલી મહિલાએ જાહેરમાં જ રોમિયાની કરી નાંખી આવી હાલત…

યુવતીની છેડતી કરવી રોમીયોને પડી ભારે, જાહેરમાં કરી નાખી ચપ્પલ વડે ધોલાઈ!

હવે એ સમય રહ્યો નથી કે, યુવકો દ્વારા છેડતી કરવા પર યુવતીઓ ચૂપચાપ સહન કરી લે. પોતાની છેડતી થવા પર ગુસ્સે થયેલી યુવતીઓ શુ કરે છે તેનો ઉદાહરણરૂપ કિસ્સો બન્યો છે. મહિલા સલામતી પર પ્રશ્નો ઉભા થાય તેવા બનાવો સતત બની રહ્યાં છે. ત્યારે હવે ધોળેદહાડે યુવતીની છેડતીનો બનાવ બન્યો છે. બનાસકાંઠામાં એક રોમિયોની મહિલાએ ભરબજારમાં મેથીપાક ચખાડ્યો હતો જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

image source

રણચંડી બનેલી મહિલાએ રોમિયોને ચખાડ્યો મેથીપાક

આમ તો ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્યોમાં ગણાવામાં આવે છે પરંતુ બનાસકાંઠામાં રોમિયોબાજોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક મહિલાએ તેને જોરદાર મેથીપાક ચખાડ્યો છે. રોમિયોને યુવતીએ જાહેરમાં ચપ્પલ વડે મેથીપાક ચખાડ્યો હતો. રોમિયો રોજ રોજ નજીકમાં આવેલી કોલેજમાં અભ્યાસ અર્થે જતી યુવતીનો પીછો કરતો હતો. જેથી યુવતી આજે રણચંડી બની હતી. અને રોમિયાની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી હતી.

image source

બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડામાં રોમિયોની ધોલાઇ

બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવડામાં રોમિયોને મહિલાની છેડતી કરવી ભારે પડી છે. છેડતી કરનારની મહિલાએ ભરબજારે જ ધોલાઈ કરી નાખી. છેતડી કરનારને મહિલાએ ઝડપી પાડ્યો અને તે બાદ ચપ્પલ કાઢીને રસ્તા વચ્ચે તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો,

image source

રોમિયોની ઘોલાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

નોંધનીય છે કે આ ઘટના દરમિયાન ત્યાં આસપાસના ઘણા લોકો ત્યાં ઉમટી પડ્યા હતા અને લોકોના ટોળેટોળાં ત્યાં ભેગા થઈ ગયા હતા જેમને સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો જે વીડિયો હવે સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રોમિયોની ધોલાઈના પ્રસંગનો આખો વીડિયો ત્યાં ઉભેલા લોકોએ કેદ કર્યો હતો. જેથી આ વીડિયો વાઈરલ થયો હતો. યુવતીએ યુવકને એવો માર માર્યો હતો કે, યુવકે બૂમાબૂમ કરી મૂકી હતી.

image source

તમારીસામે કોઇ પુરુષ તમને પસંદ હોય છતા 14 સેકન્ડ જોયા કરે તે ગુનો બને છે અને તેના માટે તેને જેલ પણ થઇ શકે છે. કેરાલાના એક્સાઇઝ કમિશનર રિશિરાજ સિંગે નિવેદન હાલમાં આપ્યું હતું. જે સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયું હતું. જેને અનુલક્ષીને દિવ્ય ભાસ્કરે મહિલાઓને લગતા ગુના અને તેના માટે આઇપીસીની કલમમાં રહેલી સજાની જોગવાઇ પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે. કોઇ પણ સ્ત્રીને પસંદ હોય તેવું કૃત્ય ગુનો બને છે. રિશીરાજ સિંગે એક કાર્યક્રમમાં છોકરીઓને પુછ્યું પણ હતું કે શું તમે તમારી બેગમાં કીનાઇફ, ચિલીસ્પ્રે જેવા સુરુક્ષા એલિમેન્ટ રાખો છેω’ દરેક છોકરીઓએ પોતાની સુરક્ષા માટે ચીલી સ્પ્રે અને કી નાઇફ રાખવા જોઇએ. મહિલાઓની છેડતી કરવા પર લાગુ પડતાં કાયદાઓની કલમો અહીં દર્શાવાઈ છે.

આંખથી ઈશારા કરવા, ગીતો બનાવીને ગાવા પણ ગુનો છે

સામેવા‌ળીવ્યક્તિએ સ્ત્રીને ગમતી કોઇ પણ ચેષ્ટા કરો ગુનો છે. પછી તમે આંખના ઇશારા કરો, ગુનો બને છે. એને ગમતું છતા અેના માટે ગીત બનાવો, શાયરી બનાવો ગુનો બને. તેના માટે 3 વર્ષની સજા થઇ શકે અને દંડ પણ છે.

મહિલાની છેડતી મુદ્દે ‘ઝીરો ટોલરન્સ’ આખરી ઉપાય

image source

તમેકોઇ સ્ત્રીને જોઇને ગીતો ગાવ તો ગુનો નહોતો બનતો પણ હવે બને છે. એમાં અમારો ફંડા છે ઝીરો ટોલરન્સ. ગીતો ગાતા ગાતા છોકરાઓ છોકરીઓને હેરાન કરે છે. પછી જાનારા બીજા ચાર છોકરા અન્ય છોકરીઓને હેરાન કરે. અમે ઝીરો ટોલરન્સમા માનીએ છીએ.

4 મહિલાપર દુષ્કર્મ કે અપહરણના ઇરાદાથી હુમલો કરે. એસિડ ફેંકે કે ફેંકવામાં મદદ કરે.

  • }કલમ: 100
  • }સજા : મહિલાનેસ્વરક્ષણ માટે હુમલો કરનારનું મૃત્યુ નિપજાવવા સુધીનો અધિકાર મળે છે.

}ગુનાનોપ્રકાર : બિનજામીનપાત્ર

2 કોઇવ્યક્તિ દ્વારા સ્ત્રીના શીલનું અપમાન કરવાના ઇરાદાથી ઉચ્ચારેલા શબ્દો. ચેષ્ઠા અથવા એવું કોઇ કૃત્ય કરવામાં આવે તો.

  • }કલમ: 509
  • }સજા : 3વર્ષની કેદ કે દંડ
  • }ગુનાનોપ્રકાર : જામીનપાત્ર

3 જોકોઇ પુરુષ કોઇ સ્ત્રીનો બદ ઇરાદા સાથે વારંવાર પીછો કરે અથવા સંપર્ક કરે અથવા સંપર્ક કરવાનો પ્રયત્ન કરે કે જે પુરુષનો બદઇરાદો છકો કરે તથા તે સ્ત્રીની દેખદેખ રાખવા ઇ- મેઇલ કે કોઇ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદ લે.

કલમ: 354 -ડી

સજા : પ્રથમગુનામાં વધુમાં વધું 3 વર્ષની કેદ અથવા દંડ અને બીજી વારના ગુનામાં 5 વર્ષની સજા- દંડ

ગુનાનોપ્રકાર : જામીનપાત્ર

1 જોકોઇ પુરુષ કોઇ સ્ત્રીના શરીરને સ્પર્શ કરી, ગર્ભિત રીતે અથવા આપમાનજનક શબ્દોમાં અથવા સ્પષ્ઠ રીતે લાજ લેવાની માંગણી કરે. લાજ લેવાની માંગણી કે વિનંતી અંગે તરફેણ કરે સ્ત્રીની ઇચ્છા વિદુદ્ધ અશ્લીલ સાહિત્ય બતાવે અને શરીર સંબંઘ બાંધવા અશ્લીલ નજરથી જોયા કરે તો.

  • }કલમ| 354 -એ
  • }સજા | વ્યક્તિનેદંડ- 3 વર્ષની સજા/બન્ને થઇ શકે
  • }ગુનાનોપ્રકાર |બિન જામીનપાત્ર

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!