મહિલાની LIVE ડિલીવરી જોઈ છતાં લોકોને ના થયો વિશ્વાસ, વાંચો આ મહિલા વિશે જેને કેવી રીતે ડિલિવરી કરવાનો કર્યો હતો નિર્ણય

એક મહિલાએ આપ્યો બાળકને જન્મ, LIVE ડિલીવરી જોઈ છતાં લોકોને ના કરી શક્યા વિશ્વાસ

કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનમાં લોકોએ ઘરે બેઠા બેઠા ઘણા એવાં કામો હાથમાં લીધા હતા જેને કરવાનું કદાચ આ પહેલા એમને ક્યારેય વિચાર્યુ પણ નહી હોય, અત્યાર સુધી સમયના અભાવે હૈયામાં ક્યાંક ધરબી દીધેલા પોતાના શોખને લોકોએ આ લોકડાઉનમાં ખૂબ સારી રીતે ખીલવ્યા હતા.પુરુષોએ રસોડામાં જઈ રસોઈ બનાવવામાં ય હાથ અજમાવી જોયો ને ઘરના કામોમાં ય મદદ કરી લીધી.

image source

સ્ત્રીઓની હંમેશાની ફરિયાદ હતી કે પતિ પરિવારને સમય નથી આપતા એ ય આ લોકડાઉનમાં દૂર થઈ ગઈ. લોકડાઉનના આ સમયમાં ઘણું બધું એવું બન્યું જે કદાચ પહેલા ક્યારેય નહીં બન્યું હોય. ત્યારે આ બધા વચ્ચે એક માતા એવી પણ જોવા મળી જેણે આ લોકડાઉનના સમયમાં એવો નિર્ણય લીધો જેનું પરિણામ બહુ જ હાનિકારક પણ સાબિત થઈ શકતું હતું. અને આ નિર્ણય હતો ઘરે જ બાળકને જન્મ આપવાનો અને તે પણ બધાની સામે જ. ઓસ્ટ્રેલિયામાં એક માતાએ તેની ડિલીવરી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાઈવ દર્શાવી હતી, અને આ ડિલિવરીને 6 હજાર લોકોએ લાઈવ જોઈ હતી.

image source

એમ્મા પાંચ બાળકોની માતા છે અને હવર પોતાના છઠ્ઠા બાળકને દુનિયાની સામે જન્મ આપવા ઈચ્છતી હતી. અને તેના માટે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ પણ લખી હતી. એમ્માએ એમાં જણાવ્યુ કે, અગાઉ જ્યારે તેના પાંચમા બાળકનો જન્મ થયો હતો ત્યારે તે ઈચ્છતી હતી કે, તેના બાળકની ડિલીવરી લાઈવ કરવામાં આવે.

image source

તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યુ હતું કે, દોસ્તો આજે રાત્રે અમારા ઘરે કઈક થવાનું છે.

image source

તેના પરિવારના સભ્યો, તેના મિત્રો અને તેના ઘરનો કૂતરો પણ આ અજબ ગજબ ક્ષણનો સાક્ષી બન્યો હતો. એમ્મા એ સવારે 5 વાગ્યે એક પુત્રને જન્મ આપ્યો હતો.

image source

જ્યારે એમણે પ્રસવ પીડા શરૂ થઈ એ પહેલાં એમ્માનાં બાળકોએ તેનો આત્મવિશ્વાસ ખૂબ વધાર્યો હતો. તેનો પરિવાર દરેક ક્ષણે એમ્માની સાથેને સાથે જ ઉભો હતો. એમ્મા માતા બનતા પહેલાંની પ્રસવ પીડા અને બાળકને જન્મ આપતા બહુ જ ડરતી હતી.

image source

એમ્માએ પોતાના આ ડરથી જીતવા પોતાના છઠ્ઠા બાળકને ઘરે જ જન્મ આપવાનો નિર્ણય લીધો હતો, તેણે કહ્યું હતું કે, તેનો ડર હવે ખતમ થઈ ગયો છે. આ રીતે પોતાની ડિલિવરી લોકો સામે લાઈવ બતાવી એ જાણીને કદાચ તમને આશ્ચર્ય થયું હશે. પણ હા આવા પણ લોકો છે જે પોતાનો ડર ભગવવા આવું પણ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ