મહિલા કર્મચારીઓ માટે ખુશખબર: મોદી સરકારની આ મોટી ભેટ વિશે જાણી લો તમે પણ જલદી, સેલેરીને લઇને બદલાઇ ગયા નિયમો

હવે મહિલાઓ આ ક્ષેત્રોમાં પણ કરી શકશે કામ અને સમાન વેતનનો મળશે અધિકાર

કોરોના કાળમાં કામકાજની રીતોમાં ધરખમ ફેરફારો થયા છે. તેવામાં શ્રમ મંત્રાલયએ પણ મહિલાઓને લઈને મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતથી મહિલાઓ માટે પગારથી લઈ અને કામ કરવાની રીતમાં ફેરફાર થશે. સરકારે મહિલાઓને ધ્યાનમાં રાખી ખાસ પ્લાન તૈયાર કર્યો છે.

image source

જણાવી દઈએ કે શ્રમ મંત્રાલયે સંસદમાં નવા શ્રમ કોડનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ પાસ થવાથી મહિલાઓ માટે કામ અને પગાર સહિતની મહત્વની બાબતોમાં વધારે સરળતા આવશે. નવા લેબર કોડથી સૌથી વધુ લાભ દેશની મહિલા કામદારોને થશે.

image source

ઉલ્લેખનીય છે કે આ પ્રસ્તાવ અનુસાર મહિલાઓને હવેથી ખાણ-ખનીજ સહિતના અનેક ક્ષેત્રોમાં કામ કરવાની આઝાદી મળશે. અત્યાર સુધી મહિલાઓને કેટલાક ક્ષેત્રમાં કામ કરવાની છૂટ મળતી ન હતી. આ સાથે જ તેમને પગાર મામલે પણ પુરુષો જેટલી બરાબરી મળતી ન હતી. પરંતુ હવે આ નવા લેબર કોડમાં પગારમાં પણ પુરુષોની બરાબરીનો અધિકાર મહિલાઓને આપવામાં આવશે.

image source

આધાર કાર્ડ સાથે લિંક ખાતામાં ડિજિટલ ચુકવણીમાં મહિલાઓને એક સમાન વેતન અને ન્યૂનતમ મજૂરી આપવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું . આ લેબર કોડથી કામ કરતી મહિલાઓને ઘણો લાભ થશે. મહિલા શ્રમિકોને આ લેબર કોડ અમલમાં આવ્યા બાદ દરેક ક્ષેત્ર જેવા કે ખાણ-ખનીજ, નિર્માણ કાર્ય વગેરેમાં કામ કરવાની છૂટ મળશે. અત્યાર સુધી મહિલાઓ ઈચ્છે તો પણ તેમને ખાણ-ખનીજ અને નિર્માણ કાર્યમાં કામ કરવાની છૂટ મળતી ન હતી. આ ક્ષેત્રમાં માત્ર પુરુષો જ કામ કરી શકતા હતા.

image source

આ સિવાય મહત્વની વાત એ છે કે તેમાં સમાન વેતનનું પ્રાવધાન છે. એટલે કે હવે મહિલાઓને ઓછું વેતન મળવાની ચિંતા પણ દૂર થશે. આ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને પુરુષો સમાન જ વેતન મળશે. આ સિવાય દેશના અસંગઠિત ક્ષેત્રોમાં પુરુષો કરતાં મહિલા શ્રમિકોને ઓછું વેતન આપવામાં આવતું હતું. પરંતુ નવા શ્રમ કોડથી વેતનમાં ભેદભાવ દૂર થશે.

image source

આ સિવાય વેતન સીધા જ યોગ્ય વ્યક્તિના ખાતામાં ડિજિટલી ચુકવાઈ જશે. આમ થવાથી કોઈપણ પ્રકારની છેતરપિંડી પણ થવાની સંભાવના નહીં રહે. સરકારના આ નિર્ણયથી મહિલાઓની ચિંતા દૂર થઈ જશે. આ સાથે જ તેમને હવે દરેક ક્ષેત્રમાં કામ કરવા માટે સમાનતાનો અધિકાર પણ મળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ