ખેડૂત આંદોલનનો ચહેરો બન્યા બઠિંડાના આ દાદી, 80 વર્ષની ઉંમરે પણ કરે છે ખેતી, વઘુમાં વાંચીને તમને પણ થશે સલામી આપવાનું મન

ખેડૂત આંદોલનની પોસ્ટર મહિલા બન્યા 80 વર્ષના આ બા – કંગનાને આપ્યો જવાબ

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા એક અઠવાડિયાથી પંજાબ-હરિયાણાના ખેડૂતો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને કાયદાને બદલવાની માંગ કરી રહ્યા છે અને એક આંદોલન ચલાવ્યું છે. ખેડૂતોના આ વિશાલ આંદોલનમાં માત્ર પંજાબના પુરુષ ખેડૂતો જ નહીં પણ યુવાનો પણ ભાગ લઈ રહ્યા છે અને સાથે સાથે વૃદ્ધ મહિલાઓ પણ તેમાં આગળ આવીને ભાગ લઈ રહી છે. આવા જ એક બા છે મોહિંદર કૌર અને જાંગિડ કૌર જેઓ આ કાયદાના વિરોધમાં રસ્તા પર છે અને મિડિયા સહિત સામાન્ય લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે.

image source

બઠિંડા જિલ્લાના મહિંદર કૌર અને બરનાલાના રહેનારા જાંગિડ કૌર બન્ને વૃદ્ધ મહિલાઓની ઉંમર 80 વર્ષ કરતાં વધારે છે પણ ખેડૂતોના સમર્થનમાં તેમનો જોશ જોઈને ભલભલી સુસ્ત વ્યક્તિના શરીરમાં પણ સ્ફુર્તિ આવી જશે. અને તેમનો જોશ જોઈને તમે એ જરા પણ નહીં કહી શકો કે તેઓ પોતાની ઉંમરના છેલ્લા પડાવ પર છે. સપ્ટેમ્બર મહિનાથી જ આ બન્ને મહિલાઓ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે.

image source

ગયા દિવસોમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં જોડાવા પર મોહિંદર કૌરની તસ્વીરોને ટ્વીટ કરતાં અભિનેત્રી કંગના રનૌતે તેમની તુલના CAA પ્રોટેસ્ટમાં ભાગ લઈ રહેલી 82 વર્ષની વૃદ્ધ મહિલા બિલકિસ બાનો સાથે કરતાં કટાક્ષ કર્યો હતો. તેણીએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું, ‘આ તે જ દાદી છે જેમણે ટાઇમ મેગેઝીનમાં સૌથી વધારે શક્તિશાળી ભારતીય લોકોની યાદીમાં જગ્યા મેળવી હતી. આ મેગેઝીન 100 રૂપિયામાં ઉપલબ્ધ છે. પાકિસ્તાની પત્રિકાઓએ ભારતના આંતરરાષ્ટ્રીય પીઆરને શરમજનક રીતે અપહૃત કર્યું છે. આપણે આંતરરાષ્ટ્રીય સ્તર પર આપણા માટે બોલવા માટે આપણા લોકોની જરૂર છે.’ જોકે પાછળથી કંગનાની ટીમે આ ટ્વીટને ડિલીટ કરી દીધું હતું.

image source

હવે કંગનાના આ આરોપ પર ફતેહગઢ જંડિયા ગામના મોહિંદર કૌરે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે અમારો પરિવાર 12 એકડ જમીનનો માલિક છે. પિરવાર પાસે પુરતા પૈસા છે. ‘હું પૈસા માટે વિરોધ પ્રદર્શન કરવા શા માટે જઈશ ? તેની જગ્યાએ, અમે દાન કરીએ છીએ.’ તેમણે સપ્ટેમ્બરમાં બાદલ ગામમાં પોતાના પતિ લભ સિંહની સાથે એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું, ‘હવે હું દિલ્લી જવા માટે ઉત્સુક છું.’ મોહિંદર વૃદ્ધાવસ્થાના કારણે કેટલીક શારીરિક સમસ્યાથી ગ્રસ્ત છે.

image source

મોહિંદર જણાવે છે કે તેણી દાયકાઓથી ખેતી કરી રહી છે. તેમણે કહ્યું, ‘હજુ પણ, હું ઘર પર ઉગાડવામાં આવેલા શાકભાજી અને ફળોનું ધ્યાન રાખું છું. હું ખેતી વિરુદ્ધના આ કાયદાનો વિરોધ કરવા માટે ગઈ હતી જ્યાં કોઈએ ફોટો ખેંચી લીધો જે હવે ખેડૂત આંદોલના સમયે વાયરલ થઈ ગયો. મોહિંદર કૌરે જણાવ્યું કે તેમની ત્રણ દીકરીઓ અને એક દિકરો છે અને બધાના લગ્ન થઈ ગયા છે.’

image source

તો બીજી મહિલા જાંગિડ કૌર જે લાઇમલાઇટમાં આવી રહી છે તે બરનાલા જિલ્લાના કટ્ટુ ગામની રેહનારી છે. તેમણે કહ્યું, ‘હું માટી સાથે જોડાયેલા દેશના દીકરાઓની સાથે રહેવા માગું છું જે પોતાના અધિકારો માટે લડી રહ્યા છે. હું ઇચ્છું છું કે સરકાર અમારી માંગોને માની લે, જેથી કરીને અમને અમારી જમીન ખોવાનો ભય ન રહે.’

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ