અક્ષય કુમારે યુ.પી સી.એમ યોગિ આદિત્યનાથ સાથે મુંબઈમાં કરી મુલાકાત, આ બાબતે કરી ચર્ચા

અક્ષય કુમારે યુ.પી સી.એમ યોગિ આદિત્યનાથની મુંબઈ ખાતે કરી મુલાકાત – ફિલ્મ સિટિ પર આ ચર્ચા કરવામાં આવી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેમની મુંબઈની મુલાકાત વચ્ચે મંગળવારે બોલીવીડના જાણીતા અભિનેતા અક્ષય કુમારે તેમની મુલાકાત લીધી હતી અને પોતાની આગામી ફિલ્મ રામ સેતુ પર ચર્ચા કરી હતી. આ જાણકારી અક્ષય કુમાર અને સી.એમ યોગી આદિત્યનાથ સાથે જોડાયેલા સૂત્રો દ્વારા મળી છે. સીએમ યોગી આદિત્યનાથ સાથે અક્ષય કુમારે શહેરની ટ્રાઇડેંટ હોટેલમાં મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ઉત્તર પ્રેદશમાં બનવા જઈ રહેલી ફિલ્મ સિટીને લઈને વાતચીત કરવામાં આવી હતી. સીએમ યોગી આદિત્યનાથ અને અક્ષય કુમારની મુલાકાત સાથે જોડાયેલી તસ્વીરો સોશિયલ મિડિયા પર જોવા મળી હતી.

image source

અક્ષય કુમાર સાથે થયેલી મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે પ્રદેશમાં ફિલ્મ નિર્માણની અપાર સંભાવનાઓ રહેલી છે અને તેને દ્રષ્ટિગત રાજ્ય સરકાર ફિલ્મ નીતિ-2018ના માધ્યમથી ફિલ્મ નિર્માણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ફિલ્મ શૂટિંગ થવાથી સ્થાનીક લોકોને રોજગાર તેમજ રાજ્યના કલાકારોને નપોતાની પ્રતિભા દર્શાવવાનો અવસર પ્રાપ્ત થશે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ફિલ્મ શૂટિંગ કરનારા નિર્માતાઓને અમે દરેક પ્રકારની શક્ય હોય તેવી સુવિધાઓ તેમજ સહયોગ આપી રહ્યા છીએ. સીએમ યોગીએ જણાવ્યું કે ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે પોતાની કળાના સદુપયોગથી ટોયલેટ એક પ્રેમ કથા ફિલ્મના માધ્યમથી સમાજને પ્રેરક સંદેશ આપ્યો હતો. આવી ફિલ્મો સમાજમાં જાગરુકતા વધારવામાં મદદરૂબ સાબિત થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન અક્ષય કુમારે ફિલ્મ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર પ્રદેશ સરકારના પ્રયાસોના વખાણ કર્યા હતા તેમજ રાજ્યમાં ફિલ્મ સિટીની સ્થાપનાના નિર્માણ પર આનંદ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે પૂર્વમાં તેમના દ્વારા અભિનીત ફિલ્મોનું શૂટિંગ ઉત્તર પ્રદેશમાં કરવામાં આવી ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બમ રિલીઝ થઈ છે. જેમાં તેમની સાથે બોલીવૂડ અભિનેત્રી કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. જો કે, અક્ષય કુમારની આ ફિલ્મને ફેન્સે ઠંડો પ્રતિસાદ આપ્યો હતો. બીજી બાજુ આ ફિલ્મ સાઉથ ઇન્ડિયન ફિલ્મની રીમેક હોવાથી મોટા ભાગના દર્શકોએ તે પહેલાં જ જોઈ લીધી હતી માટે પણ બની શકે કે તેને સારો પ્રતિભાવ ન મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ પહેલાં અક્ષય કુમારની ફિલ્મ સુર્યવંશી રિલિઝ થવાની હતી. જે લગભગ માર્ચ 2020માં રિલિઝ થવાની હતી પણ કોરોનાની મહામારીના કારણે ફિલ્મ રિલિઝ નહોતી થઈ શકી. જો કે અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીએ ફિલ્મને ઘણા બધા પ્લેટફોર્મ પર પ્રમોટ પણ કરી હતી પણ તે રિલિઝ નહોતી થઈ શકી. આ ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહે પણ મહેમાન કલાકારની ભૂમિકા કરી છે. ફિલ્મમાં અક્ષયની ઓપોઝિટ કેટરિના કૈફ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ