પ્રગતિશીલ મહિલા ખેડૂત! નજીવા ખર્ચે બટર મશરૂમની ખેતીથી કરે છે લાખોની કમાણી
મિતલબેન પટેલે ઘરે બેઠા બેઠા કંઈક નવું કરવાની વિચાર આવતાં જ તેમને મામૂલી ખર્ચમાં બટર મશરૂમની ખેતી કરવાનું વિચાર્યું હતું.અમિરગઢ તાલુકાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે આતરિયાળ વિસ્તાર હોવાથી અહીંના લોકો સતત પાણીની તીવ્ર સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. તેમ છતાં પણ અહીંની પ્રજા જોશીલી અને મહેનતકશ હોવાના કારણે આજે અવનવી ખેતી દ્વારા માત્ર બનાસકાંઠામાં નહીં પરંતુ ગુજરાતભરમાં નામના મેળવી રહી છે.

અહીંય આપણે વાત કરીશું ઇકબાલગઢના મિતલ પટેલની જેમણે અઠળક મહેનત કરી બીટ મશરૂમની ખેતી કરી અને સફળતા મેળવી. મિતલ બેન પટેલનો પરિવાર ખૂબ જ શિક્ષિત છે. તેમનો એક પુત્ર અત્યારે કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે. અને બીજો પુત્ર પણ એબ્રોડ જવાની તૈયારી કરી રહ્યો છે. ત્યારે મિતલબેન પટેલે ઘરે બેઠા બેઠા કંઈક નવું કરવાની વિચાર આવતાં જ તેમને મામૂલી ખર્ચમાં બટર મશરૂમની ખેતી કરવાનું વિચાર્યું હતું.
ઘરમાં જ નજીવા ખર્ચે બટર મશરૂમ માટે આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું
ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ઇકબાલગઢમાં એક મહિલાએ નજીવા ખર્ચે બટર મશરૂમની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે અને અન્ય ખેડૂતો માટે પણ આ મહિલા ખેડૂત પ્રેરણારૂપ બની છે. અમીરગઢ તાલુકાના આવેલા ઇકબાલગઢમાં એક મહિલાએ બટર મશરૂમની ખેતી કરી મહિલા સશક્તિકરણને એક નવો વેગ આપ્યો છે.

ઇકબાલગઢના મિતલ પટેલનો પરિવાર ખૂબ જ શિક્ષિત છે અને ખેતીથી સંકળાયેલ છે. ત્યારે મિતલબેન પટેલે ઘરે બેઠા બેઠા કંઈક નવું કરવાની વિચાર આવતાં જ તેમને મામૂલી ખર્ચમાં બટર મશરૂમની ખેતી કરવાનું વિચાર્યું અને પોતાના ઘરે જ સસરાની મદદથી વાસમાંથી રૂમનો સેડ બનાવ્યો છે તેમાં નજીવા ખર્ચે બટર મશરૂમ માટે આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું અને બીટ મશરૂમ વાવવાનીની શરૂઆત કરી.

રાજસ્થાન અને ગુજરાતી હોટલોમાં કરે છે વેચાણ
મિતલ પટેલે અછળક મહેનત દ્વારા બીટ મશરૂમમાં સફળતા મેળવી હાલ દિવસનું 15થી 20 કિલો બટર મશરૂમનું ઉત્પાદન કરે છે અને આ મશરૂમ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વેચાણ કરે છે. મિતલ પટેલ પોતાના ઘરે બેઠા બેઠા બટર મશરૂમના પેકિંગ તૈયાર કરીને રાજસ્થાનની મોટાભાગની હોટલો અને ગુજરાતી હોટલોમાં વેચાણ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે.

ગ્રાહકો ઘરે આવી ઓર્ડર આપી મશરૂમ લઈ જાય છે
તેમના મતે 200 રૂપિયા ભાવે કિલો વેચાણ થાય છે બીજા મશરૂમ કરતા બટર મશરૂમની ડિમાન્ડ માર્કેટમાં વધુ છે, જેના કારણે ગ્રાહકો સામેથી તેમના ઘરે આવીને ઓર્ડર આપી આ મશરૂમ લઈ જાય છે. તેમને આખા સ્ટ્રક્ચરનો ખર્ચ માત્ર 30થી 40 હજારમાં તૈયાર થયો છે. તેમનું કહેવું છે કે, આમ તો બટર મશરૂમની ખેતી ખૂબ જ સરળ અને સારી છે પણ થોડી મહેનત વાળી ખેતી છે જેના કારણે તે આખો દિવસ મશરૂમની ખેતીમાં કાઢે છે તેમના સસરાની આગેવાની હેઠળ તે આ મશરૂમની ખેતી કરે છે અને માર્કેટિંગ પણ જાતે જ કરી રહ્યા છે. તેમનું પેકિંગ પણ તે જાતે જ વેચાણ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!