સોશિયલ મીડિયા પર આજકાલ એક હાથીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, આ હાથીનો વીડિયો ઘણાં સમય પહેલાનો છે. આ વીડિયોમાં હાથીની અનોખી જ વાત જોવા મળે છે, જેથી તે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં વ્યુ મળી રહ્યાં છે. આ વીડિયો વિશે વિગતે વાત કરીએ તો, એક હાથી આખો દિવસ રમ્યા પછી થાકી ગયો હોય તેવું જોઈ શકાય છે અને ખૂબ જ ઉંઘમાં હોય તે રીતે સૂઈ જાય છે.

મળતી માહિતી મુજબ, ભારતીય વન સેવા અધિકારી રમેશ પાંડેએ આ વીડિયો શેર કર્યો હતો. આ સાથે તેમણે કેપ્શનમા આ વીડિયો વિશે વાત કરતાં ઉમેર્યું હતું કે, પ્રાણી સંગ્રહાલયમાં બનેલી ઘટનામાં એક હાથીનું બચ્ચું આખો દિવસ રમ્યા પછી કંટાળી ગયું હતું અને ખૂબ જ જલ્દીથી ઘસઘસાટ ઉંઘ કરવા લાગ્યું હતું. આ પછીના થોડા સમય પછી તેની માતાએ તેને જમીન પર સૂતેલું જોયું. બચ્ચાને સૂતેલ જોઈ તેની માતાએ તેને તેની સૂંઢ વડે જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ઉભો થયો નહીં.

હાથીની માતાએ ઘણી કોશિશ કરી પણ જ્યારે બચ્ચું જાગ્યું નહીં તો તે પરેશાન થઈ ગઈ. આ પછી તરત જ પક્ષિઘર તરફ ભાગી અને ત્યાંના ચોકીદારને ઇશારાથી આખી વાત સમજાવવા લાગી. તેણે પ્રાણી સંગ્રહાલયના વાલીઓને મદદ માટે બોલાવ્યા, જેમ કે તમે વાયરલ વિડિયોમાં જોઈ શકો છો. પછી તે કેરટેકર્સ અને અન્ય લોકો તેમની પાસે ગયા અને આ હાથીના બચ્ચાને હલાવ્યુ. આ સાથે જ હાથીનું બચ્ચું ઉભું થઇ ગયું અને ફરવા લાગ્યું, તેની માતાને શોધવા લાગ્યું. આમ ઉભા થયા પછી તે તરત જ તેની માતા પાસે બચ્ચાને જોતાં જોઈ બધાને રાહત મળી. થોડી વાર માટે તો સૌને લાગ્યું હતું કે, આ બચ્ચાને અચાનક શું થઈ ગયું અને તેની મા પણ ખુબ પરેશાન થઈ ગઈ હતી.

વિડિયો શેર કરતાં રમેશ પાંડેએ કેપ્શનમાં લખ્યું છે કે, “દોડીને ચાલતાં પછી એક હાથીનું બાળક ઉંઘમાં સૂઈ ગયું હતું અને તેની માતાની તેને જગાડવાની કોશિશ પછી પણ તે જ્યારે ના ઉઠ્યું તો તેની માતા સાથે સંગ્રહાલયના લોકો પણ ચિંતામાં પડી ગયા હતા, જ્યારે તે ઉભુ થઇને પહેલાની જેમ ફરી ચાલવા લાગ્યું ત્યારે સૌને નવાઈ લાગી.

ખરેખર આ બચ્ચું તો તેની ઉંઘમાં જ એટલું મશગુલ હતું કે બહાર શું થઈ રહ્યું છે તેની તેને કઈ અસર થઈ રહી ન હતી. આમ પણ કહેવાય છે ને કે, હાથીએ એક બુદ્ધિશાળી અને સામાજીક પ્રાણી છે. વિડિયોમાં આખી ઘટના સરસ રીતે કેદ થઈ છે જે હવે ખુબ વાઇરલ થઇ રહી છે. આખો વિડિયો રસપ્રદ છે.
After running and frolicking, an elephant calf went into a slumber. Worried mother sought help of zoo keepers to wake him up. Elephants are intelligent and social animals and interesting to observe. An old video from Prague Zoo. pic.twitter.com/EFNnYe0FNc
— Ramesh Pandey (@rameshpandeyifs) March 5, 2021
આ પહેલાં પણ હાથી સાથે જોડાયેલ એક ઈમોશનલ વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો, જેમાં એક માણસ મૃત હાથીની સૂંઢ પકડીને રડતો જોવા મળ્યો હતો. આ માણસ ફોરેસ્ટ રેન્જર છે અને સારવાર દરમિયાન હાથીનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ આ વીડિયો મુદુમલાઈ ટાઇગર રિઝર્વનો છે, જેને ભારતીય વન સેવાના અધિકારી રમેશ પાંડેએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયો સદિયાવલ એલિફેન્ટ કેમ્પની બહારનો છે. જેમાં એક હાથીનો મૃતદેહ ગાડી પર લાદવામાં આવ્યો છે. આ હાથીની સારવાર લાંબા સમયથી કરવામાં આવતી હતી. હાથીની સારવાર કરતી ટીમમાં આ ફોરેસ્ટ રેન્જર પણ સામેલ હતો.