આ 10 તારીખે છે ચંદ્ર ગ્રહણ, જો ખરાબ પ્રભાવથી રહેવુ હોય દૂર તો કરજો ‘આ’ સરળ કામ

10 જાન્યુઆરીએ લાગશે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો તેની વિગતો

વર્ષ 2020નું પહેલું ચંદ્ર ગ્રહણ 10 જાન્યુઆરીના રોજ લાગશે. આ એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 10 જાન્યુઆરીની રાત્રે 10 કલાક 37 મિનિટ પર શરૂ થશે અને 11 જાન્યુઆરીએ 2 કલાક અને 42 મિનિટ પર પૂર્ણ થશે.

image source

ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ એવું ગ્રહણ હોય છે જે પૂર્ણ ગ્રહણ અને આંશિક ગ્રહણની સરખામણીમાં નબળું હોય છે. આ ગ્રહણને લોકો સ્પષ્ટપણે જોઈ શકતા નથી. આ ગ્રહણ ભારત, આફ્રિકા, એસિયા, યૂરોપ અને ઓસ્ટ્રેલિયામાં જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં કુલ 4 ચંદ્ર ગ્રહણ થશે. 10 જાન્યુઆરી બાદ બીજું ચંદ્ર ગ્રહણ 5 જૂનએ થશે. જ્યારે ત્રીજું ગ્રહણ 5 જુલાઈ અને વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ 30 નવેમ્બરના રોજ થશે.

શું હોય છે ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ ?

image source

વર્ષ 2020નું આ પહેલું ગ્રહણ છે અને તે ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ છે. ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી ફરતી ફરતી આવે છે. પરંતું તે ત્રણેય એક સીધી લાઈનમાં રહેતા નથી. આવી સ્થિતિમાં ચંદ્રની સપાટી પર અંબ્ર નથી પડતી. પૃથ્વીના વચ્ચેના ભાગમાં પડતી છાયાને અંબ્ર કહેવાય છે. ચંદ્રના બાકીના ભાગ પર પૃથ્વીની બહારની છાયા પડે છે. તેને પિનમ્બ્ર કે ઉપચ્છાયા કહેવાય છે.

કયા કયા દેશમાં દેખાશે ગ્રહણ ?

image source

આ ચંદ્ર ગ્રહણ પૂરા ભારત દેશમાં દેખાશે. દુનિયાભરમાં આ ગ્રહણ એશિયા, યૂરોપ અને ઓસ્ટ્રેલિયાના મોટાભાગની જગ્યાએ દેખાશે.

કયા સમયે દેખાશે ઉપચ્છાયા ?

ચંદ્ર ગ્રહણનો કુલ સમય 4 કલાક અને 1 મિનિટનો હશે. ભારતીય સમય અનુસાર ચંદ્ર ગ્રહણ 10 જાન્યુઆરીના રોજ રાત્રે 10.37 કલાકે શરૂ થશે અને 11 જાન્યુઆરીના રોજ 2 કલાક અને 42 મિનિટએ પૂર્ણ થશે.

image source

કેવી રીતે થાય છે ગ્રહણ ?

આ એક ખગોળીય ઘટના હોય છે. ચંદ્ર ગ્રહણ એ ખગોળીય ઘટનાને કહે છે જ્યારે ચંદ્ર પૃથ્વીની એકદમ પાછળ તેની પ્રચ્છાયામાં આવી જાય છે. જ્યારે સૂર્ય ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમા પૃથ્વી અને સૂર્ય વચ્ચેથી પસાર થાય છે.

image source

આ ચંદ્ર ગ્રહણને કેવી રીતે જોવું ?

આ ચંદ્ર ગ્રહણને જોવા માટે કોઈ વિશેષ સાવધાની રાખવાની જરૂર નથી હોતી. ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય છે અને તેને નરી આંખે જોઈ શકાય છે. જો તમે ટેલિસ્કોપની મદદથી ચંદ્ર ગ્રહણ જોવાની વ્યવસ્થા કરી શકો તો તેનાથી તમને ચંદ્ર ગ્રહણનો સુંદર નજારો દેખાશે.

image source

ચંદ્ર ગ્રહણનો સૂતક કાલ

ગ્રહણ શરૂ થાય તેની 9 કલાક પહેલાથી અને ગ્રહણ પૂર્ણ થયાની 9 કલાક સુધી ગ્રહણનો સૂતક કાળ કહેવાય છે.

ગ્રહણના દુષ્પ્રભાવથી બચવા શું કરવું ?

image source

આમ તો ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ તેની સાથે કેટલીક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. ગ્રહણ કાળને અશુભ પણ માનવામાં આવે છે. એટલા માટે જ સૂતક કાલ શરૂ થયા બાદ ધાર્મિક કાર્ય કે પૂજા કરવાની મનાઈ હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણ કાળ દરમિયાન શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી ગ્રહણનો ખરાબ પ્રભાવ દૂર થાય છે. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરી, મંદિરમાં દર્શન કરી દાન કરવાથી લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ