કોઇને ગળે મળવાથી બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં, જાણો બીજા આ ફાયદાઓ પણ

કોઈને ગળે મળવું, એ પ્રેમના એકરારનો એક પ્રકાર તો છે જ પણ એના ઘણા ફાયદા પણ છે. આ સંબંધોને તો મજબૂત બનાવે છે એ સાથે જ એના હેલ્થ બેનિફીટ્સ પણ છે.

1.આલિંગન સંબંધોને મજબૂત બનાવે છે.

image source

હા, આલિંગન કોઈપણ સંબંધને મજબૂત અને જીવિત રાખવામાં ખૂબ જ જરુરી છે. અભ્યાસમાં એ વાત સાબિત થઈ છે કે જે કપલ એકબીજાને આલિંગન કરે છે, એમનો સંબંધ લાંબા સમય સુધી ટકી રહે છે અને એમના સંબંધમાં પ્રેમ પણ જળવાઈ રહે છે.

2. બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ.

image source

જાદુ કી જપ્પી એટલે કે આલિંગનના હેલ્થ બેનિફીટ્સ પણ છે. એ બ્લડપ્રેશરને પણ કંટ્રોલ કરે છે. આલિંગનથી શરીરનું ઓકટીટોસીન લોહીમાં જવા લાગે છે અને હાઈ બ્લડપ્રેશર નિયંત્રિત થઈ જાય છે. જો તમને પણ હાઈ બ્લડપ્રેશર છે તો પોતાના પાર્ટનરને, બાળકોને, મિત્રોને જાદુ કી જપ્પી આપો.

3. એકબીજાનું બોન્ડિંગ વધે છે, સંબંધોમાં પ્રેમ વધે છે.

image source

ઘણીવાર કઈ કહ્યા વગર ગળે મળવું તમારા સંબંધમાં જાદુઈ અસર કરે છે. જ્યારે તમે આખી રાત તમારા પાર્ટનરની બાહોમાં હોવ તો સવારે તમે વધુ ખુશ અને પોઝિટિવ હોવ છો. આખો દિવસ તમે એક્સ્ટ્રા એનર્જીથી કામ કરો છો. શોધમાં એ ખબર પડી છે કે જે કપલ એકબીજાને આલિંગન કરે છે એમની વચ્ચે બોન્ડિંગ વધુ મજબૂત હોય છે.

4. સ્ટ્રેસ ફ્રી રહેવામાં મદદ કરે છે.

image source

આલિંગન સાચેમાં જાદુ કી જપ્પી હોય છે, જ્યારે કોઈ પ્રેમથી ગળે મળે તો અંદરનો બધો જ સ્ટ્રેસ પળવારમાં જ દૂર થઈ જાય છે. આલિંગન કરવાથી લોહીમાં ઓક્સીટોસીન અને કોર્ટીસોલ નામના બે હોર્મોનનો સ્ત્રાવ થાય છે, જે સ્ટ્રેસથી લડવામાં તમારી મદદ કરે છે. એટલે સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો રોજ આપો તમારા પાર્ટનરને જાદુની જપ્પી.

5. ડિપ્રેશનને દૂર કરે છે.

image source

આ પણ લોહીમાં વધતા ઓક્સીટોસીનનો જ કમાલ છે. આ હોર્મોન તમારા ડિપ્રેશન અને બેચેનીને પણ ખતમ કરે છે. એટલે જો તમે ડિપ્રેશનમાં હોવ તો તમારા પ્રિયતમને આલિંગનમાં જકડી લો. તમને સારું લાગશે.

6. સારી ઊંઘ આવે છે.

image soucre

જે કપલ એકબીજાના આલિંગનમાં સુવે છે, એ એવું ન કરનાર કપલની સરખામણીમાં સારી રીતે સુઈ શકે છે. એનું સૌથી મોટું કારણ છે કે પાર્ટનરની બાહોમાં તમે વધુ સુરક્ષિત મહેસુસ કરો છો. એટલે જ્યારે તમે તમારા પાર્ટનરની બાહોમાં સુવો ચો તો ન ફક્ત તમને આરામદાયક અને શાંતિપૂર્ણ ઊંઘ આવે છે પણ બીજા દિવસે તમે ચહેરા પર સ્મિત સાથે ઉઠો છો.

7. કપલ વચ્ચે સારી અન્ડરસ્ટેન્ડિંગ હોય છે.

image soucre

આલિંગન સંબંધને સારા બનાવે છે. અંદરોઅંદરની સમજણ વિકસે છે. તમે સંબંધમાં ખુશ રહી શકો છો. એટલે તમારા સંબંધને વધુ સારો બનાવવા માટે રોજ એકબીજાને ગળે મળો.

8. માથાના દુખાવાથી રાહત.

image source

જો તમે પણ લાંબા સમય સુધી સાથે અને સ્વસ્થ રહેવા માંગો છો તો તમારા પાર્ટનરને નિયમિત રીતે આલિંગન કરો. કારણ કે આલિંગન બ્લડપ્રેશર અને ડિપ્રેશનને તો ઘટાડે જ છે પણ એનાથી માથાનો દુખાવો અને અન્ય હેલ્થ પ્રોબ્લેમ્સ થવાની શક્યતાઓ ઘટી જાય છે. એટલે હેલ્ધી રહેવા માટે પોતાના સાથીને આલિંગન કરો.

9. મેમરી સારી કરે છે.

image source

રિસર્ચ અનુસાર નિયમિત રીતે આલિંગન સુખ લેનાર સ્ત્રી પુરુષની યાદશક્તિ લાંબા સમય સુધી સારી રહી છે. એક્સપર્ટ અનુસાર આલિંગન ન કરનારની તુલનામાં નિયમિત આલિંગન કરનાર સ્ત્રી પુરુષની યાદશક્તિ વધુ સારી હોય છે.

10. લાંબી ઉંમર માટે પણ છે ફાયદાકારક.

image source

ઓક્સીટોસીનના કારણે શારીરિક દમખમ વધે છે. નિયમિત રીતે આલિંગન કરનાર વધુ ખુશ રહે છે, હંમેશા પોઝિટિવ મહેસુસ કરે છે જેનાથી એમની ઉંમર લાંબી થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ