મહિલાએ ગુજરાત-મધ્ય પ્રદેશ બોર્ડ પર આપ્યો બાળકીને જન્મ અને નામ રાખ્યુ ‘સીમા’

ગુજરાત – મધ્ય પ્રદેશ બોર્ડ પર જન્મેલી બાળકીનું નામ રાખવામાં આવ્યું ‘સીમા’ – જાણો શું છે આખી ઘટના

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. દરેક દેશની સરકાર તેને નાથવાના અવનવાર પ્રયાસ કરી રહી છે. તેમ છતાં મહામારીમાં કોઈ જ ઘટાડો જોવા નથી મળી રહ્યો. ભારત સરકારે પણ મહામારીને અટકાવવા તેમજ વાયરસનો ફેલાવો અટકાવવાના હેતુથી છેલ્લા દોઢ મહિનાથી પણ વધારે સમય માટે સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં મુક્યું છે. જેની અસર મજૂરોને અને ખાસ કરીને પ્રવાસી મજૂરો કે જેઓ બીજા રાજ્યોમાંથી અન્ય રાજ્યોમાં મજૂરી કરી રહ્યા છે તેમને ભોગવવાનો વારો આવ્યો છે. હાલ તેમની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે.

લોકડાઉન દરમિયાન કામ અને રૂપિયાના અભાવે પ્રવાસી મજૂરોને પોતાનું વતન યાદ આવ્યું છે અને તેઓ યેન કેન પ્રકારણે પોતાના વતન પાછા જવા માગે છે. બીજી બાજુ લોકડાઉનના કારણે ખાનગી કે સરકારી વાહન વ્યવહારો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. માટે આ પ્રવાસી મજૂરો પગપાળા જ પોતાના સેંકડો કીલોમીટર દૂર આવેલા વતન જવા રવાના થયા છે. જેમાં બાળકો , વૃદ્ધો, પુરુષો-સ્ત્રીઓ તેમજ ગર્ભવતિ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જો કે ક્યાંક ક્યાંક તંત્રએ પણ તેમના આવવા જવા માટે વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

image source

ગત સોમવારે મધ્ય પ્રદેશના અલીરાજ પુર જિલ્લાના પ્રવાસી મજૂરો જેઓ અમેરેલીમાં લાંબા સમયથી મજૂરી કામ કરી રહ્યા છે તેમની બસ દ્વારા તેમના વતન પાછા જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બસમાં એક 25 વર્ષની યુવતિ પાતલીબાઈ પોતાના પતિ દીપુ સાથે મુસાફરી કરી રહી હતી.તેણી મધ્ય પ્રદેશના વડી ગામની રહેવાસી છે. તેણીને ગર્ભાવસ્થાના છેલ્લા દિવસો જઈ રહ્યા હતા.

બસ જ્યારે ગુજરાત-મધ્ય પ્રદેશની સરહદ પર પહોંચી ત્યારે પાતલીબાઈને પ્રસવ પીડા ઉપડી હતી. બસ ડ્રાઈવરે બોર્ડર પર હાજર એએસપી વિજય ડાવરને આ બાબતની જાણકારી આપતા તેમણે તરત જ પેટલાવદની હોસ્પિટલના પેરામેડિકલ સ્ટાફને તેની જાણ કરી અને ગર્ભવતિ મહિલાને બસમાં જ પ્રસુતિ કરાવી હતી. અને તેણીએ સુંદર બાળકીને જન્મ આપ્યો હતો.

image source

આ બાળકીનું ઘટના સ્થળે જ નામ રાખવામાં આવ્યું હતું. તેણી ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર જન્મી હોવાથી તેણીનું નામ સીમા રાખવામાં આવ્યું છે. પ્રસુતિ બાદ પતલીબાઈને પીટોલના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં દાખલ કરવામાં આવી છે.

આજે દેશના હજારો પ્રવાસી મજૂરોને પોતાના વતન જવા વલખા મારવા પડી રહ્યા છે ત્યાં મધ્ય પ્રદેશના કેટલાક મજૂરોને તંત્ર પીટોલ બોર્ડરથી મફતમાં જ તેમના જિલ્લા સુધી પહોંચાડી રહ્યા છે.

image source

વાસ્તવમાં બન્યું હતું એવું કે ગુજરાતમાં મજૂરી કામ કરતાં મધ્ય પ્રદેશના આ પ્રવાસી મજૂરો પોતાના વતન બસના ભાડા ખર્ચીને જઈ રહ્યા હતા. પણ તેમને પીટોલ બોર્ડર પર ઉતારીને બસ ડ્રાઈવરો પોતાના વાહનો પાછા ભાગી જતાં હતા. બોર્ડર પરના અધિકારીઓને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે પીટોલના નાયબ મામલતદાર હર્ષલ બહરાનીએ ત્રણ બસો પકડી તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. અને ત્યાર બાદ ત્યાંના મુખ્ય ન્યાયીક દંડાધિકારી ગૌરવ પ્રજ્ઞાનંદે ત્રણે બસના સંચાલકોને 15-15 લાખનો દંડ ફટકાર્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં મધ્ય પ્રદેશમાં વતન ધરાવતા ગુજરાતના પ્રવાસી મજૂરોમાંથી 50-60 હજાર મજૂરોએ રાજ્યની સરહદ ક્રોસ કરી છે. બીજી બાજુ તંત્ર માટે પણ આટલા બધા લોકોને ઘરે મોકલવું મોંઘુ પડી રહ્યું છે. ગણતરિના કલાકોમાં અસંખ્ય બસો તેમજ તુફાન જીપો પર તંત્ર દ્વારા 47,86150 રૂપિયાથી વધારેનો ખર્ચો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બોર્ડર પર કામ કરતા 200 કરતાં પણ વધુ કર્મચારીઓનો જમવાનો ખર્ચો તો અલગ.

image source

ઝાબુઆના એસડીએમ અભય સિંહ ખરાડીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 55 હજાર લોકો આવ્યા છે જેમાંથી 7થી 8 હજાર જ ઝાબુઆ જિલ્લાના છે, બાકીના મધ્ય પ્રદેશના અન્ય જીલ્લાઓમાં રહે છે. ચોથી મેથી મજૂરોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અને હજુ પણ મજૂરોનો ધસારો યથાવત જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ