આ સખીમંડળ બન્યું ગુજરાતનું ઉત્તમોત્તમ મંડળ, સરકાર દ્વારા પણ મળ્યો છે પુરસ્કાર

અમરેલીનું આ સખીમંડળ બન્યું ગુજરાતનું ઉત્તમોત્તમ મંડળ – સરકાર દ્વારા મળ્યો પુરસ્કાર

image source

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8મી માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ દેશના ખૂણે ખૂણે મહિલા દિવસને ઉજવવામાં આવ્યે હતો. આ દિવસની ઉજવણી મહિલાઓના સશક્તિકરણના ઉદ્દેશથી કરવામાં આવે છે. તેમજ મહિલાઓને પણ પણ પુરુષ સમોવડી ગણવામાં આવે તેવી પણ જાગૃતિ ફેલાવવાનો આ દિવસનો ઉદ્દેશ હોય છે.

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે 7મી માર્ચે ગ્રામ વિકાસના કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળાના સખી મંડળને ગ્રામ વિકાસમાં ઉત્તમો ફાળો આપવા બદલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

image source

NRLM એટલે કે નેશનલ રુરલ લાઈવલીહૂડ મિશન હેઠળ સમગ્ર દેશમાંથી કુલ 30 જેટલા સહાયક મંડળની પસંદગી કરવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી મતીરાળાનું સખી મંડળ સમગ્ર ભારતમાં પાંચમાં ક્રમે આવ્યું હતું.

લાઠીના મતીરાળાના આ સખીમંડળને દિલ્હી ખાતેના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં પુરસ્કારથી સમ્માનીત કરવાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કુલ 2 લાખ કરતાં પણ વધારે મંડળો આવેલા છે અને આ બે લાખમાંથી આ મંડળની પસંદગી કરવામાં આવી છે.

image source

આ સખી મંડળ દસ બહેનોનું બનેલું છે. જેમાં ઇન્દુબેન બોરસાણિયા તેના પ્રમુખ છે તેઓ પોતાની સફળતા વિષે જણાવે છે કે તેમણે 2015માં આ સખી મંડળની સ્થાપના કરી હતી ત્યાર બાદ 2016માં તેમના મંડળને રીવોલ્વીંગ ફંડ તરીકે રૂપિયા 10,000 મળ્યા હતા. અને તે દ્વારા તેમણે કોઠી આઇસ્ક્રીમનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો.

ત્યાર બાદ તેમને તે કામમાં ધીમે ધીમે સફળતા મળતાં ગ્રામ સંગઠનમાં જોડાઈને 50,000 રૂપિયાનું સીઆઈએફ મેળવ્યું અને જુના ટાયરોમાંથી અવનવી વસ્તુઓ જેમ કે ટીપોઈ વિગેરે બનાવીને સમગ્ર ગુજરાતમાં તેનું વિતણ કર્યું હતું. અને તેનાથી તેમને નોંધનીય આવક થઈ હતી અને તેના કારણે બેંકે તેમના વ્યવસાયને આગળ પ્રોત્સાહન આપવા 50,000નું વધારાનું ધિરાણ પણ કર્યું હતું. આ બન્ને વ્યવસાય ઉપરાંત સખી મંડળની અન્ય બહેનો હેન્ડ એમ્બ્રોઈડરી તેમજ સિલાઈકામ જેવા કામો પણ સાથી મહિલાઓને શીખવે છે.

image source

બેંક પાસેથી મેળવેલા ધીરાણને મંડળે ટૂંકા જ ગાળામાં ચૂકવી દીધું હતું અને આજે આ મંડળ પાસે તેમની પોતાની 1 લાખ રૂપિયાની બચત પણ છે. અને જરૂર પડ્યે મંડળની બહેનોને પણ ધીરાણ આપવામા આવે છે. આ ઉપરાંત તેઓ ભેગી થયેલી મૂડીથી આઈસક્રીમ તેમજ અન્ય વ્યવસાયો જેમ કે પશુપાલન, સિલાઈ કામ વિગેરે માટે પણ સાધનો વસાવતા રહે છે.

image source

આજે આ દસ મહિલાઓના સખી મંડળ દ્વારા ગામની ઘણી બધી સ્ત્રીઓને રોજગાર પણ મળી રહ્યો છે અને તેઓ પોતાના પગ પર ઉભી થઈ છે, આ સાથે મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડીને તેમને આર્થિક રીતે સમૃદ્ધ પણ બનાવવામાં આવે છે. આને કહેવાય ખરું સ્ત્રીસશક્તિકરણ.

source : imgujarat

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ