લોકડાઉનમાં રણવીર સિંહે બદલ્યો તેનો લુક, આ વિડીયોમાં તમે પણ નહિં ઓળખી શકો તેને

કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે દેશની દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જ રહે છે. તે પછી સામાન્ય જનતા હોય કે પછી કોઈ સેલેબ્રીટી.

image source

ચાલીસ દિવસ પછી જ્યાં કોરોના વાયરસ સંક્રમણ નથી ત્યાં જ લોકડાઉનમાં કેટલીક રાહત આપવામાં આવી છે, પરંતુ દિલ્લી, મુંબઈ જેવા મહાનગરોમાં હજી પણ એ જ કડકાઈની સાથે લોકડાઉનનું પાલન કરાવવાનું ચાલુ જ છે. આવા સમયમાં માયાનગરી મુંબઈમાં બોલીવુડ સ્ટાર્સ પણ પોતપોતાના ઘરમાં જ કેદ છે અને લોકડાઉનના નિયમોનું પાલન કરી રહ્યા છે.

image source

બોલીવુડ સ્ટાર્સ જાતે જ કુકિંગથી લઈને ઘરના બધા જ કામ કરી રહ્યા છે અને પોતાના સ્ટાઈલીસ્ટ પણ બની ગયા છે. લોકડાઉનની વચ્ચે કેટલાક બોલીવુડ કપલ એક બીજાના હેર સ્ટાઈલીસ્ટ પણ બની ગયા હોય તેવું જોઈ શકાય છે. આની વચ્ચે રણવીર સિંહ  (Ranveer Singh) નો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વાયરલ વિડીયોમાં રણવીર સિંઘનો એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by THE DICTATOR (@the_dictator_20) on

બોલીવુડ સ્ટાર રણવીર સિંહ  પોતાના નવા લુકને લઈને આ દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ ચર્ચામાં રહ્યા છે. રણવીર સિંહ નો આ નવો લુક જોયા પછી રણવીર સિંહ ના ફેંસને પણ ખુબ નવાઈ લાગી રહી છે. ખરેખરમાં, રણવીર સિંહ  આ વિડીયોમાં વધી ગયેલ વાળ અને દાઢીમાં જોવા મળી રહ્યા છે. જે લોકડાઉનની અસરના લીધે જોવા મળી રહી છે. વિડીયોમાં રણવીર સિંહ ના પોતાના વધી ગયેલ વાળ અને દાઢીને ફ્લોન્ટ કરતા જોવા મળી રહ્યા છે. રણવીર સિંહ ના આ નવા લુકને ફેંસ દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. રણવીર સિંહ ના આ લુક એક વિડીયો ચેટ દરમિયાન સામે આવ્યો છે.

image source

આપને જણાવી દઈએ કે, રણવીર સિંહ  ‘ગોલીયો કી રાસલીલા: રામલીલા’ અને ‘પદ્માવત’ જેવી ફિલ્મોમાં તો જરૂર ફેંસનો બીયર્ડ લુકમાં જોવા મળી આવ્યા છે, પરંતુ રીયલ લાઈફમાં ખુબ જ ઓછા તેમને વધેલ દાઢીની સાથે જોવામાં આવ્યા છે. રણવીર સિંહ મોટાભાગે ક્લીન શેવમાં જ જોવા મળી આવે છે. હવે જયારે લોકોએ રણવીર સિંહ નો આ લુકમાં જોઈ લીધા છે તો હવે રણવીર સિંઘના ફેંસ રણવીર સિંઘને આવી રીતે જ રહેવાની સલાહ પણ આપી રહ્યા છે. આમ તો રણવીર સિંહ ની ફક્ત દાઢી જ નહી ઉપરાંત વાળ પણ ઘણા વધી ગયા છે અને રણવીર સિંહ નો આ નવો લુક ખુબ સારો લાગી રહ્યો છે.

source : news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ