આનાથી કરૂણ ઘટના બીજી કઈ હોય શકે, રાત્રે લગ્ન થયાં અને સવારે આ કારણે યુવકનું મોત, પરિવાર ચોધાર આંસુએ રડ્યો

હાલમાં લગ્નના ઘણા કરુણ કિસ્સા આપણી સામે આવ્યા છે અને દુખની લાગણી પ્રસરી ગઈ છે. આ પહેલાં પણ એક કિસ્સો આવ્યો હતો કે જેમાં લગ્નના ફેરા ફરીને જ કન્યાનું મોત થયું હતું. ત્યારે હાલમાં એનાથી વિપરીત પણ એવો જ કરુણ કિસ્સો સામે આવ્યો છે અને પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. આ વાત છે રાજસ્થાનમની, કે જ્યાં માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં નવ પરણિત યુવકનું મોત નીપજ્યું છે.

image source

વર્ષીય યુવક ગાડીમાં લખાઉ ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો અને ત્યારે જ અચાનક તેની ગાડી પલટી મારી જતા તેનું મોત થયું હતું. પરિવામાં હાલમાં ભારે શોકની લાગણી છે અને લોકો આ ઘટનાનો વિશ્વાસ કરી શકતા નથી. આ અકસ્માતનો ભોગ બનેલા યુવકનું નામ રોહિતાશ હોવાનું જાણવા મળ્યું છે. તે ઢાઢરનો રહેવાસી હતો.

image source

વિગતે વાત કરીએ તો રોહિતાશ મંગળવારે જ લગ્નના બંધનમાં બંધાયો હતો, તેના લગ્નની જાન લઈને આખો પરિવાર મંગળવારે ઝુંઝુનું જિલ્લામાં ગયો હતો. લગ્ન પછી તે તેની પત્નીને ઘરે મૂકીને સવારના 11 વાગે તેના પરિવારના સભ્યોને લેવા માટે ગાડી લઈને સિરસલા જઈ રહ્યો હતો. ત્યારે જે થયું એના વિશે સાતમાં પડદે પણ કોઈએ નહીં વિચાર્યું હોય, કારણ કે ત્યારે જ યુવકની ગાડી પલટી મારી ગઈ હતી અને આ દુર્ઘટનામાં તેનું મોત થયું હતું. ગાડી પલટી મારી જતા યુવકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે ચુરૂના ડીબી હોસ્પિટલે લઈ જવાયો હતો.

image source

ત્યારબાદની વાત કરીએ તો ડોક્ટરોએ જોયું કે આ ઈજાઓ તો ભારે ગંભીર છે. માટે તેને રેફર કરી દેવાતા સીકરના SK હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. યુવકની હાલત ગંભીર જણાતા ડોકટરોએ તાત્કાલિક તેને પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કર્યું હતું. પણ અફસોસ કે ગંભીર ઈજાઓના કારણે તેનું સારવાર દરમિયાન જ મૃત્યું નીપજ્યું હતું.

image source

આ ઘટનાની જાણ થતા યુવકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી જોવા મળી હતી અને ગ્રામજનોની પણ આંતરડી કકળી ઉઠી હતી. ત્યારબાદ પરિવારજનોએ ભીની આંખે બુધવારના રોજ નવપરિણિત યુવકના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ દુર્ઘટનાને પગલે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તેઓ હોસ્પિટલે વધુ તપાસ અર્થે પહોંચી ગયા હતા. પરંતુ હાલમાં આખા ગામમાં આ ઘટનાએ ધ્રાસકો પાડી દીધો છે.

image source

આ પહેલાંની વાત કરીએ તો વડોદરામાં ગોત્રી વિસ્તારમાં એક કન્યાના લગ્ન થયા હતા. વિદાય વખતે કન્યાને ચક્કર આવતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મોત બાદ કન્યાનો કોવિડ રિપોર્ટ કઢાવતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

image source

દીકરી જન્મે ત્યારે માતાપિતા જન્મથી જ લગ્નના વિચાર કરતા હોય છે અને જ્યારે લગ્ન થયા બાદ તેની વિદાય વખતે જ તેનું મોત થાય તો પરિવાર પર એક આભ તૂટી પડતો હોય છે. વડોદરાની આ ઘટનામાં એક દીકરીના લગ્ન હતાં ત્યારે જ વિદાય વખતે જ તેનું ચક્કર આવતા મોત થયું હતું અને લોકોમાં શોકની લાગણી જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!