સેન્ડવિચ ખાવા માટે આ શખ્સે હેલિકોપ્ટર લઈને 130 કિમીની સફર ખેડી નાંખી, વીડિયો વાયરલ થતાં ચારેકોર ચર્ચા

ઘણી વાર આપણી સાથે એવું બને છે કે આપણે કોઈ પસંદગીની ખાવાની વાત વિશે એટલું વિચારીએ છીએ કે આપણે કોઈપણ ભોગે એ વસ્તુ જોઈએ છે. અને આપણે એના માટે ગમે તે કરવા તૈયાર પણ થઈ જઈએ છીએ. ઘણી વાર આપણું મન જમવાની ઇચ્છા રાખે છે પણ બનાવવાની નહીં.

પરંતુ, જો આપણે એ વસ્તુ બહારથી પણ ન મળે, તો આપણે તેને ઘરે બનાવવી પડે તો જ આપણે તેને ખાઇ શકીએ. પરંતુ, એક વ્યક્તિએ સેન્ડવિચ ખાવા માટે કંઇક એવું કર્યું છે કે જેના કારણે તેની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે.

એક અહેવાલ મુજબ એક વ્યક્તિને લોકડાઉન દરમિયાન સેન્ડવિચ ખાવાનું એટલું બધું ઘેલું લાગ્યું હતું કે તે સેન્ડવિચ લેવા માટે તેના હેલિકોપ્ટરથી 130 કિમી દૂર પહોંચ્યો હતો. આ વ્યક્તિનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જે તેણે ખુદ ઇન્સ્ટા પર શેર કર્યો છે. આ વીડિયોમાં ડિલિવરી બોય સેન્ડવિચ પહોંચાડવા જઇ રહ્યો છે.

ડિલિવરી બોય પણ વીડિઓ તરફ ધ્યાન રાખીને અંગૂઠા તરફ ઇશારો કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાંની સાથે જ આ વ્યક્તિની બધે ચર્ચા થઈ રહી છે. વીડિયો જોઈને ઘણા લોકોએ ટિપ્પણી કરી હતી કે જ્યારે બાકીના લોકો માટે લોકડાઉન થાય છે, ત્યારે કેટલાક લોકો આ કેવી રીતે કરી શકે છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પસંદનું ખાવા માટે આટલા કિલોમીટર કાપ્યા હોય. આ પહેલા પણ એક વ્યક્તિ બર્ગર ખાવા માટે લાખો રૂપિયા ખર્ચ કરી ચૂક્યો છે. જે બાદ તે વ્યક્તિએ પણ ચર્ચામાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. કહેવાય છે કે માણસની ઈચ્છા અને શોખ પણ એક અલગ જ મહત્વ ધરાવે છે. એક અમીર વ્યક્તિને બર્ગર ખાવાની ઈચ્છા થઇ હતી.

પરંતુ એ અમીર વ્યક્તિને એ દુકાન પસંદ નહીં આવી. જેના કારણે એણે બે કલાક માટે એક હેલીકૉપ્ટર બુક કર્યું અને મેકડોનલ્સના રેસ્ટોરેંટમાં પહોંચી ગયો. માત્ર બર્ગર ખાવા માટે બે કલાક હેલીકૉપ્ટરમાં પ્રવાસ કરનાર વ્યક્તિનું નામ વિકટર માર્ટિનોવ છે. આ ઘટના રૂસની છે. વિકટર પ્રાઇવેટ યાટનો બિઝનેસ છે. મેકડોનલ્સના રેસ્ટોરેંટ સુધી પહોંચવા માટે કરોડપતિ વિકટરને 2 લાખ રૂપિયા ખર્ચવા પડયા. વિકટર મેકડોનલ્સના રેસ્ટોરેંટમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે બર્ગર ખાવા ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!