કોરોનાએ બદલી દશા અને દિશા, ગુજરાતના આ મંદિરમાં 10થી 12 ફૂટ લાંબી સ્ટીલની પાઈપ મૂકીને ભક્તોએ શિવજીને કર્યો જળાભિષેક

ભરૂચ શહેરના એક શિવ મંદિરમાં ૧૦ થી ૧૨ ફૂટ જેટલી લાંબી પાઈપની મદદથી કરવામાં આવ્યો શિવલિંગનો જળાભિષેક.

ગઈકાલે મહાશિવરાત્રીના મહા પર્વ નિમિત્તે દરેક મંદિરોમાં ભગવાન શિવની પૂજા- અર્ચના કરવા માટે શિવભક્તોની ભીડ જામી ગઈ હતી. મહાશિવરાત્રીના પર્વને ઉજવવા માટે શિવભકતોમાં અદ્દભુત ઉત્સાહ જોવા મળ્યો છે. મહાશિવરાત્રીના દિવસે ભાંગ, અને ભસ્મની સાથે શિવભકતો ભગવાન શિવની ભક્તિ કરવામાં લિન થઈ ગયા હતા.

image source

દેશમાં ઘણા બધા વિસ્તારોમાં નિત- નવા ડેકોરેશનની મદદથી મંદિરોને અને પ્રાંગણને સજાવવામાં આવ્યા છે આ સાથે જ શિવલિંગને પણ શણગારવામાં આવ્યું હતું. ત્યાંરે કેટલાક શિવભકતો મહાશિવરાત્રીના પવિત્ર અવસરે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા ગયા હતા તો કેટલીક જગ્યાએ શિવલિંગનો અભિષેક કરવાનું માહાત્મ્ય સમજાવીને દૂધ અને બિલિપત્ર સહિત ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે.

image source

આજે અમે આપને જણાવીશું કે, દેશમાં કોરોના મહામારીના લીધે કેટલાક મંદિરોમાં અનોખી રીતે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી છે. આ લેખમાં અમે આપને ભરૂચ જીલ્લામાં આવેલ શક્તિનાથ શિવ મંદિરમાં ભગવાન શિવનો જળાભિષેક કરવા માટે એક નવી શરુઆત કરવામાં આવી હતી. મંદિરમાં ૧૦ થી ૧૨ ફૂટ લાંબી પાઈપની મદદથી ભક્તો દ્વારા શિવલિંગ પર સીધો જ જળાભિષેક કરાવવામાં આવ્યો હતો. ભરૂચ જીલ્લામાં આવેલ અલગ અલગ મંદિરોમાં ભાંગની પ્રસાદી વહેચવામાં આવતા ભક્તોનું ઘોડાપુર આવી ગયું હતું.

image source

ભરૂચ જીલ્લામાં આવેલ પાંચબત્તી વિસ્તારમાં રામેશ્વર મહાદેવના મંદિરમાં પણ મહાશિવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભરૂચ જીલ્લામાં આવેલ કેટલાક શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની ઉજવણી નિમિત્તે ઘી માંથી બનાવવામાં આવેલ શિવજી અને કમળના ફૂલોને મંદિરમાં દર્શન કરવા માટે આવતા ભક્તો માટે દર્શનાર્થે મુકવામાં આવ્યા હતા.

image source

આમ દેશના કેટલાક શિવ મંદિરોમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવા માટે એક નવી અને અનોખી રીતને અપનાવવામાં આવી રહી છે. ત્યારે કેટલાક ગામમાં અને શહેરોના કેટલાક વિસ્તારોમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભગવાન શિવને મંદિર માંથી પાલખી કે પછી રથમાં વિરાજમાન કરીને નગરચર્યા કરવા માટે નગર યાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે. આમ આ વર્ષે દેશમાં ઘણી બધી જગ્યાઓએ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કઈક અલગ રીતે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી છે.

image source

આ સાથે જ શિવભકતો ભગવાન શિવની પૂજા- અર્ચના કરવા માટે વહેલી સવારથી જ શિવ મંદિરમાં પહોચી જાય છે અને ભગવાન શિવની મહાશિવરાત્રીના અવસરે કરવામાં આવતી વિશિષ્ટ પૂજા- અર્ચનાનો લાભ લેતા જોવા મળી આવ્યા છે. મહાશિવરાત્રી નિમિત્તે ખાસ ભોજનમાં બટાકા અને શક્કરીયાનું સેવન કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!