કઠોર કરૂણતા, લગ્નના 5 દિવસ પછી પત્નીને પિયર મુકવા જતો’તો અને થયો અકસ્માત, પત્નીની આંખ સામે ગુમાવ્યો જીવ

ઘણી ઘટનાઓ એવી રીતે ઘટે કે આપણે સાંભળીને રૂંવાડા ઉભા થઈ જાય. કાળજું કંપાવનારી ઘટના અવાર નવાર સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે કે જે સાંભળીને તમને દુખ થશે. તો આવો જાણીએ કે ભાવનગરમાં શું થયું. 15 દિવસ પૂર્વે લગ્ન કરેલ દંપતિ લગ્નબાદ પ્રથમ વખત સાસરીયે જઇ રહ્યા હતા ત્યારે વરતેજ પાસે કાળમુખા ડમ્પર ચાલકે અડફેટે લેતા પતિનું મોત નિપજ્યુ હતુ.

image source

આશિષભાઇ બહાદુરભાઇ માવરીયા (ઉ.વ.29)નાનપણથી તેમની સાથે રહેતો હોઇ અને ગઇ તા.27-10ના રોજ તેમના લગ્ન હાદાનગર ખાતે રહેતા જયશ્રીબેન સાથે થયા હતા. લગ્ન બાદ આજે આશીષભાઇ તેમની પત્ની જયશ્રી બહેનને એક્ટીવા સ્કુટર નં.GJ-04-DE-4031 લઇને પ્રથમ વખત પિયર જઇ રહ્યા હતા ત્યારે વરતેજ એસ્સાર પેટ્રોલપંપ પાસે પહોચ્યા ત્યારે પાછળથી પુર ઝડપે આવી રહેલ ડમ્પર વાહન નં.GJ-13-W-0569ના ચાલકે તેમના સ્કુટરને પાછળથી અડફેટે લેતા આશીષભાઇનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.

image source

તો આ સાથે જ જયશ્રીબહેનને ગંભીર ઇજાઓ થતા સારવાર્થે સર.ટી.હોસ્પિટલ ખસેડાયા છે. આ અંગે મળતી વિગત મુજબ બન્ને પતિ પત્નીના બીજા લગ્ન થયા હોવાનુ જાણવા મળેલ છે તેમજ અગાઉ આશીષભાઇએ લગ્ન કરેલ ત્યારે છોકરીવાળાએ ઘર જમાઇ કરવાનુ કહેતા આશીષભાઇએ ના પાડેલ અને તે લગ્ન છુટા થયાનુ જાણવા મળેલ છે.

image source

તો વળી આ ઘટના અંગે મામાનું કહેવું છે કે, નાનપણથી બન્ને ભાઇ આશીષ તથા ભાવિનને મે જ મોટા કર્યા છે. તેમના માતા-પિતા ચિત્રા ખાતે રહે છે અને તેમની આર્થીક પરિસ્થિતી સારી ન હોય બન્ને દિકરાઓ નાનપણથી મારી સાથે જ રહે છે. મારા દિકરાની જેમ બન્નેને સાચવતો તો અને આજે મારૂ સ્કુટર લઇને પત્નીને પિયર મુકવા ગયો હતો. અને તેની સાથે આ ઘટના બની હતી.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરના સિહોરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા આશિષભાઈ બહાદુરભાઈ માવડીયા (ઉં.વ.29) અને તેમના પત્ની જયશ્રીબેન આશિષભાઈ માવડીયા એક્ટિવા પર સિહોરથી ભાવનગર તરફ આવી રહ્યાં હતાં. ત્યારે વરતેજ પેટ્રોલ પંપ નજીક ટ્રક સાથે અકસ્માત થતાં આશિષભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની જયશ્રીબેનને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની કરૂણતા એ છે કે આશિષભાઈ અને જયશ્રી બેનના લગ્ન 5 દિવસ પહેલા જ થયા હતા.

image source

આવી જ બીજી કરૂણ ઘટના ભાવનગરના તળાજામાં સામે આવી છે. ત્યાં પાવઠી રોડ પર છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈકસવાર યુવાનનું મોત નીપજ્યું હતું . જ્યારે છકડામાં સવાર ત્રણને ઈજાઓ પહોંચી છે મૃતક યુવકના દિવાળી બાદ લગ્ન નક્કી થયા હતા. અકસ્માતની પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર જિલ્લાના તળાજાના શેળાવદર ગામેથી મજુરોને છકડો રીક્ષામાં બેસાડી તળાજા તરફ આવી રહ્યો હતો . ત્યારે તળાજામાં પાવઠી રોડ પર છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થતાં સખવદર ગામે રહેતો સંજયભાઈ મગનભાઈ શિયાળ (ઉં.વ.20) નામના બાઈકચાલકનું મોત નીપજ્યું હતું અને છકડામાં સવાર ત્રણને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ