ભારતનું સૌ પ્રથમ પ્રીમિયમ ક્રૂઝ શિપ ‘કર્ણિકા’ એક જ વર્ષમાં વેચાયું ભંગારમાં, અંદરની તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

ભારતનું સૌપ્રથમ 14 માળનું પ્રીમિયમ ક્રૂઝ શિપ ‘કર્ણિકા’ 1 વર્ષની અંદર જ ભંગારમાં વેચાયું, અંદર જુઓ ક્રૂઝના લક્ઝુરિયસ ફોટા

લંડનની એનકેડી મેરીટાઇમ લિમિટેડને ભારતનું સૌથી મોટું અને લક્ઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાની હરાજી મુંબઇ હાઇકોર્ટમાં સંપન્ન થયા બાદ સત્તાવાર રીતેને લેટર ઓફ સેલની ફાળવણી કરવામાં આવી હતી અને કેશબાયર દ્વારા કોર્ટ સમક્ષ 11.65 લાખ ડોલરની રકમની ચુકવણી પણ કરવામાં આવી હતી.

image source

તરતી જન્નતના નામથી જાણીતી બનેલી કર્ણિકા નામની લક્ઝુરિયસ ક્રૂઝ શિપની માલિકી જાલેશ ક્રૂઝિસ કંપની ધરાવતી હતી પરંતુ આ કંપની નાદાર બની જતા આ જહાજને વેચવાનો વારો આવ્યો હતો. આ નાદારીમાં ઘણા બધા લોકોનાં નાણાં બાકી હોવાથી કોર્ટ કેસમાં ફસાયેલા શિપની હરાજી કોર્ટ દ્વારા કરવામાં આવી હતી અને નાણાંની ચુકવણી કરવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી..

image source

કર્ણીકા જહાજ ને કોરોના વાયરસ ફેલાયો ત્યારથી જ એટલે કે 12મી માર્ચ 2020થી મુંબઇ પોર્ટ પર બાંધી રાખવામાં આવ્યું છે અને હાલ 60 ક્રૂ-મેમ્બરો તેની સંભાળ રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ જહાજ મુંબઇ અને દુબઇ વચ્ચે ચલાવવામાં આવી રહ્યું હતું.

image source

કર્ણિકા જહાજમાં મુસાફરો માટે ખાસ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે અને એ ક્રૂઝ એના દ્વારા આપવામાં આવતી સેવા માટે ખૂબ જ લોકપ્રિય છે. એનકેડી મેરીટાઇમ કંપની દ્વારા કોર્ટમાંથી કર્ણિકા ક્રૂઝ શિપ ખરીદી લેવામાં આવ્યું છે અને આ ક્રુઝ શિપ તેમની પાસેથી ખરીદવા માટે અલંગના શ્રીરામ ગ્રુપ તેમજ બાંગ્લાદેશના શિપબ્રેકરો પણ પ્રયાસ કરી રહ્યા છે.

image source

એનકેડી મેરીટાઇમના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, જે શિપબ્રેકર તરફથી વધુ રકમની ઓફર થશે તે ખરીદનારને આ શિપ સોપવામાં આવશે અને ત્યાં જ આ જહાજ ભાંગવામાં આવશે.

કર્ણીકા ક્રુઝ શિપની વિશેષતા

 • વજન – 30000 ટન
 • લંબાઈ – 245 મીટર
 • પહોળાઈ – 8 મીટર
 • માળ – 14
 • રેસ્ટોરન્ટ – 8
 • સ્વિમિંગ પૂલ – 8
 • કેબિન – 430
 • બાલ્કની – 162
 • થિયેટર – 1
 • એક્વા સ્પા – 2
 • વાઈન બાર – 3
image source

આ ઉપરાંત આ શિપ ક્રુઝમાં જોગિંગ ટ્રેક, ડેક ચેસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેનિસ, ટેબલ ટેનિસ, લોન બોલ સ્પોર્ટ્સની સવલતો પણ ઉપલબ્ધ છે.

આ ક્રુઝ શિપમાં 2014 પેસેન્જર અને 621 ક્રૂનો સમાવેશ કરી શકાય તેમ છે, પૂલ સાઇડ મોટી સ્ક્રીન, ડાન્સ ફ્લોર, નાઇટ કલબ ક્રૂઝની અંદર બેઠક વ્યવસ્થા પણ જોરદાર છે.

image source

જો આ ક્રુઝ શિપ શ્રી રામ ગ્રૂપ દ્વારા ખરીદવામાં આવે તો વિરાટ જહાજ બાદ શ્રીરામ ગ્રુપ દ્વારા વધુ એક બેનમૂન જહાજ બ્રેકિંગ માટે અલંગ લવાશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ